‘ધે આર ઓલ્વેઝ ઈન અ હરી બટ નેવર ઓન ટાઈમ!’ આ લેબલ આપણને ‘ઈન્ડિયન ટાઈમ’ની જેમ ચોંટી ગયું છે. સાચા ભારતીયનું લોહી આ સાંભળીને ઊકળી ઊઠે છે, પરંતુ નામ કમાવા માટે ઘણાં વર્ષો લાગે છે તેમ આ રીતે ખરાબ પ્રતિમા નિર્માણ થવા માટે બહુ ઓછાં વર્ષ લાગ્યાં. બલકે, કલેક્ટિવ્લી આપણે તે આપણી ઉપર ખેંચી લીધું છે. હવે આ સિક્કો જો ભૂંસી કાઢવો હોય તો એકદમ બિગ રીતે ઉંમરથી શરૂઆત કરવી જોઈએ...
ગયા વર્ષે વુમન્સ સ્પેશિયલ થાઈલેન્ડની છોકરીઓને મળવા માટે ગઈ હતી. દરેક વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહમાં એક સાંજે ગાલા ઈવનિંગમાં મારી હાજરી નક્કી હોય છે. તે સહેલગાહ પછી દેશમાં કે દુનિયાના ખૂણેખાંચરે ગમે ત્યાં હોય. પ્રવાસ ભરપૂર થાય છે, ઓફિસમાં કામ કરવાનો બહુ ઓછો સમય મળે છે તે નુકસાન છે, પરંતુ પ્રવાસ અને તેના દ્વારા થતું સ્થળોનું, માણસોનું, એરપોર્ટસનું ઓબ્ઝર્વેશન મારા વ્યવસાયનો ભાગ હોવાથી કનેક્ટેડ લાગે છે, તેનો ઉપયોગ પણ થાય છે. આ જ રીતે વિમાનમાં-એરપોર્ટસ પર-હોટેલમાં એકાંતમાં એકચિત્ત થઈને કામ કરવા માટે ભરપૂર સમય મળે છે. ફરવું અનિવાર્ય છે અને તે પરિસ્થિતિ આ બે વર્ષમાં બદલાશે એવું લાગતું નથી, જેને લીધે મેં મન:સ્થિતિ બદલી અને ખુશીથી દર અઠવાડિયાના પ્રવાસનું સ્વાગત કર્યું. તો આવા મારા પ્રવાસમાં થાઈલેન્ડની ગાલા ઈવનિંગ પૂરી કરીને અમે ગપ્પાં મારતાં હતાં, ફોટોગ્રાફી ચાલુ હતી. એક છોકરી, ઉંમર વર્ષ પંચાવન, હા! વુમન્સ સ્પેશિયલનો ઉત્સાહ એટલો હોય છે કે ત્યાં દરેક મહિલા સાતથી સિત્તેર વર્ષની છોકરી જ હોય છે. તો તે મારી પાસે આવી અને કહ્યું, ‘અમે બહુ ધમ્માલ કરી, તમારી વ્યવસ્થા મસ્ત હતી, પરંતુ એક ધ્યાન રાખો, એર ઈન્ડિયાનું વિમાન બદલો. બહુ ક્ધજેસ્ટેડ છે, બહુ ત્રાસ થાય છે.’ મારો ઉત્તર, ‘અરે પણ એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર મુંબઈ-બેંગકોક રુટ પર છે, સારું એરક્રાફ્ટ છે, ઊલટું મને તેના પર ગર્વ છે.’ એરક્રાફ્ટ બદલ્યું હતું કે શું એવો વિચાર કરીને મેં અમારી ટુર મેનેજર દીપિકા દાંડેકરને પૂછ્યું તો તેણે ક્ધફર્મ કર્યું કે ડ્રીમ લાઈનર જ હતું. તો પછી કઈ રીતે ત્રાસ થયો. ઊલટું, એર ઈન્ડિયામાં જમવાનું સારું મળે છે તે વધુ એક જમા પાસું છે. મેં તે છોકરીને પૂછ્યું, ‘હમણાં સુધી તમે કઈ કઈ એરલાઈન્સથી દેશવિદેશમાં પ્રવાસ કર્યો છે? અને તમારી મનગમતી એરલાઈન્સ કઈ છે?’ તેણે કહ્યું, ‘નહીં, આ મારો પહેલો વિમાનપ્રવાસ હતો અને દેશની બહારની આ પહેલી જ સહેલગાહ હતી, પરંતુ બધા એર ઈન્ડિયા વિશે આવું જ કાંઈક કહે છે.’ મેંં મનોમન કપાળે હાથ મારી લીધો. તેને કહ્યું, ‘અરે, આવું નહીં કરવું જોઈએ, બધા કહે છે તેથી આ રીતે નામ નહીં રાખવું જોઈએ. દરેક એરલાઈન્સમાં પ્લસ- માઈનસ હોય છે, મેં દુનિયાની ઘણી બધી એરલાઈન્સથી પ્રવાસ કર્યો છે તેથી કહું છું. સૌથી મહત્ત્વનું એ છે કે આપણી જ નેશનલ એરલાઈન્સને આ રીતે નામ નહીં આપવું જોઈએ અને કોઈ કહે છે તેથી આપણે તેનું અનુકરણ નહીં કરવું જોઈએ. તમારો પ્રવાસ ઉત્તમ ડ્રીમ લાઈનરમાં થયો છે. ભારતીય પદ્ધતિનું જમવાનું મળ્યું છે. તે ચાર કલાકના પ્રવાસમાં વધુ શું અપેક્ષા રાખવાની? હવે ઈકોનોમી ક્લાસમાં થોડી અડચણ થાય છે. ત્યાં થોડું એડજસ્ટ થવું પડે છે, પરંતુ તેનો કોઈ ઈલાજ નથી. મારી રિક્વેસ્ટ છે કે ‘એર ઈન્ડિયા એટલે ખરાબ’ એવું કોઈ કહેતું હોય તો તેના સૂરમાં સૂર નહીં મિલાવતાં તેને ત્યાં જ રોકો, છોકરીનો દોષ નહોતો, પરંતુ જે કોઈએ તેના મન પર તેવું ઈમ્પ્રેશન નિર્માણ કર્યું હતું તેનો દોષ હતો. જુઓને, ખરેખર તો તેનો પહેલો વિમાનપ્રવાસ હતો, જો કોઈએ તેના મગજમાં આવું કશું ભર્યું નહીં હોત તો તેણે કેટલી ખુશીથી તેનો પહેલો વિદેશપ્રવાસ કર્યો હોત અને આ પહેલા પ્રવાસનો આનંદ લેવાને બદલે તેણે સહેજ ખાટા મન સાથે પહેલોવહેલો પ્રવાસ શરૂ કર્યો. મારા 33 વર્ષના પર્યટન જીવનમાં મેં અનુભવ્યું છે... 9 સપ્ટેમ્બરે અમેરિકા પર થયેલા એટેક સમયે પણ ત્યાં અમેરિકામાં અટવાયેલા પર્યટકોને શરૂ થયેલી પ્રથમ ફ્લાઈટથી મુંબઈમાં લાવી છું. આવો જ સપોર્ટ તેઓ વીણા વર્લ્ડ આવ્યા પછી પણ સતત આપતા રહ્યા છે અને આ બધી જ પર્યટન સંસ્થાઓની ઈમ્પ્રેશન છે. ધે નેવર લેટ અસ ડાઉન! અમુકવાંધા હોય છે, મારો વાંધો અલગ અલગ એરલાઈન્સની બાબતમાં એ છે કે જે એરલાઈન્સના ઈકોનોમી ક્લાસમાં લેગસ્પેસ ઓછી હોય તે એરલાઈન્સ પર્યટકોના કમ્ફર્ટ કરતાં પૈસાનો વધુ વિચાર કરે છે, કારણ કે બે રો વધુ વધે છે. એર ઈન્ડિયાની લેગસ્પેસ ક્વાઈટ કમ્ફર્ટેબલ છે. તમે કહેશો, ‘આજે એકદમ એર ઈન્ડિયા પર આવી ગયાં, પરંતુ એવું નથી. જોકે આ રીતે દેશને, રાષ્ટ્રીય સંપત્તિને કોઈ નામે આપે છે ત્યારે રહેવાતું નથી. આપણા દેશનું જે સારું ખરાબ ચિત્ર છે તેના માટે પ્રમાણમાં આપણે પણ જવાબદાર છીએ.’
ચાર મહિના પૂર્વે સ્વિટ્ઝર્લેન્ડમાં હતી ત્યાં સ્થાયી થયેલી એક ભારતીય છોકરી સાથે રેસ્ટોરન્ટમા ઓળખ થઈ. અહીં કેવું લાગે છે? ગમે છે? સેટલ થવાની છે? તેની પર સેટલ થઈશ કે નહીં તે કહી શકું એમ નથી, પરંતુ આપણા માણસોને મિસ કરું છું. આથી કંપની જ્યાં સુધી રાખશે તેટલા દિવસ ખુશીથી રહીશ... ચર્ચા ચાલુ રહી. તેણે કહ્યું, ‘અહીં પહેલી વાર આવી ત્યારે હોટેલમાં અમે રોકાયાં હતાં, ઊંઘ આવતી નહોતી, મધરાત થઈ ગઈ હતી. ઊઠીને બારીમાંથી બહાર જોતી રહી. રસ્તા પરથી વાહનો પસાર થતાં હતાં, વાહનો ઓછાં હતાં, માણસો બિલકુલ નહોતા, પરંતુ તે છતાં વાહનો સિગ્નલ પર ઊભાં રહેતાં હતાં. કોઈ જોતું નહોતું, પોલીસ પણ નહોતા છતાં બધા આજ્ઞાપાલકની જેમ શિસ્તનું પાલન કરતા હતા. આશ્ર્ચર્ય થયું અને ખરાબ પણ લાગ્યું, કારણ કે આપણે આવી શિસ્તનું પાલન જ નહીં કર્યું. જોકે બાળકોને હવે અહીં સારી આદત પડી રહી છે. નાનપણથી આપમેળે આ બાબતો અને શિસ્ત કોઈ પણ દબાણ કે બળજબરી વિના તેમની અંદર કેળવાઈ રહી છે. અમને તે અહીં આવ્યા પછી શીખવું પડી રહ્યું છે.’ તેની વાત એકદમ સાચી હતી. આપણે શિસ્ત શીખવીએ છીએ, તેનું પાલન કરવા માટે કહીએ છીએ અને તેને લીધે જ તે ધબડકો બોલાય છે. શિસ્ત રિસ્પેક્ટ ડિસિપ્લીન આ બાબતો આપણા જીવનનું અવિભાજ્ય અંગ કેમ બનતાં નથી? આપણે મોટાઓ સિગ્નલ પર થોભીએ, ચૂપચાપ કોઈ પણ લાઈનમાં ઊભા રહીએ, ઝેબ્રા ક્રોસિંગ પરથી ગ્રીન સિગ્નલ થયા પછી જ રસ્તો ક્રોસ કરીએ તો આપણું અનુકરણ બાળકો આપોઆપ કરશે. કશું અલગ શીખવવાની જરૂર નથી. જોકે માતા બાળકને સ્કૂલમાં લઈ જાય છે ત્યારે બાઈક પર પાછળ બેસાડીને સિગ્નલ તોડે છે, રોન્ગ લેનમાંથી જાય છે ત્યારે નેચરલી બાળકો શું શીખશે તે સમજવાનું મુશ્કેલ નથી. હવે પર્યટનની બાબતમાં કહીએ તો લાઈનમાં ઊભા રહેવું, ઉતાવળ કે ધક્કામુક્કી નહીં કરતાં ઊભા રહેવું, આગળવાળાનું કામ થઈ ગયા પછી આપણે કાઉન્ટર પર જવું આ બાબતો પહેલા વિદેશપ્રવાસમાં કરવી જ પડે છે. દુનિયામાં સર્વત્ર માણસો શાંતિથી સર્વ સ્થળે ‘ક્યૂ’માં ઊભા રહેલા દેખાય છે અને પર્યટનની શરૂઆત કરવા પૂર્વે આ લાઈનમાં ઊભા રહેવાના પેશન્સ આપણે કેળવવા પડશે. દુનિયા ક્યાંય ભાગી જતી નથી. થોડું સબૂરીથી લો. હજુ એક સાદી વાત અહીં કરવા માગું છું. વિમાન લેન્ડ થાય, દરવાજા ખૂલે એટલે આપણે એટલા ઉતાવળમાં ધક્કામુક્કી કરીને આગળ જવાનો પ્રયાસ કરીએ કે તે શાંતિથી જોનારને બહુ વિચિત્ર લાગે છે. ખરી પદ્ધતિ છે, આપણી આગળની બધી સીટ્સ પરના પર્યટકોને બહાર નીકળવા દેવાનું અને તેમની પાછળ આપણે રહેવાનું. ફક્ત પાંચ- દસ મિનિટનો મામલો હોય છે. સ્થળદર્શનની બાબતમાં ગ્રુપ ટુરમાં બધા સમયસર આવે છે અને એક કોઈક પોતાના સમય પ્રમાણે આવે છે અને પછી કોચ કેપ્ટન ટિપ્પણી કરે છે. ‘ઓ આય નો, ઈન્ડિયન ટાઈમ!’ સો વી આર ઓલ્વેઝ ઈન અ હરી બટ નેવર ઓન ટાઈમ! આ દૂષણ ભૂંસી નાખવા આપણે બધાએ જ મહેનત કરવી પડવાની છે. દરેક પરિવાર નક્કી કરે તો મુશ્કેલ કશું જ નથી. લેટ્સ લિવ અ પર્પઝફલ લાઈફ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.