‘ગ્રુપ ટુર્સ કે ઈન્ડિપેન્ડન્ટ હોલીડે’ આ વાત દરેક ટ્રાવેલરે જાતે જોખીને જોવી જોઈએ. મારો સ્વભાવ કેવો છે? મને માણસોમાં ગમે કે મારી પ્રાઈવસી મહત્ત્વની છે તે વિચાર કરીને આપણે પોતાનું વર્ગીકરણ કરવું જોઈએ. ગ્રુપ ટુરવાળો પર્યટક ઈન્ડિપેન્ડન્ટ હોલીડે લે છે અથવા ઈન્ડિપેન્ડન્ટ હોલીડેવાળો પર્યટક ગ્રુપ ટુર લે છે ત્યારે તેની સાથોસાથ અન્યોનો પણ મૂડ ઓફફ થઈ શકે છે.
પહેલી વાર હું પર્યટનમાં આવી ત્યારે સેકંડ ક્લાસથી પ્રવાસ થતો. મુંબઈ-દહેરાદુન, મુંબઈ-જમ્મુનો પ્રવાસ થતો હતો. કંપની ઠરીઠામ થવા લાગી તેમ સેકંડ ક્લાસમાંથી એસી ચેર કાર-રાજધાનીથી પ્રવાસ શરૂ થયો. તે પછી ધીમે ધીમે થ્રી ટિયર એસી, પછી ટુ ટિયર એસી, તે પછી કામનો વધતો આલેખ સંભાળવા માટે સમય મહત્ત્વનો બની ગયો અને વિમાન પ્રવાસ અનિવાર્ય બની ગયો. ત્રીસેક વર્ષ પૂર્વે વિમાન પ્રવાસ આમ જોવા જઈએ તો લક્ઝરી હતી. એરપોર્ટ પર જવું, વિમાનમાં બેસવું જેવી બધી બાબતો રૂઆબ વધારતી. પગ જમીન પરથી થોડા હવામાં રહેતા હતા. ‘હું એટલે કોણ? એવી થોડી લાગણી થતી અને તેને લીધે જ કદાચ પેશન્સ ઓછો રહેતો. આ જ બાધાથી ગ્રસ્ત મેં એક વાર મુંબઈ-જોધપુર વિમાન પ્રવાસની શરૂઆત કરી, ટુર મેનેજર હતા તેથી પર્યટકો જોધપુર પહોંચવા પૂર્વે જ મારે ત્યાં પહોંચવાનું હતું. ઊતરવા પૂર્વે અચાનક પાઈલટે અનાઉન્સમેન્ટ કર્યું, ‘અમુક અનિવાર્ય કારણોસર આપણે જોધપુરમાં ઊતરી શક્યા નથી અને ઉદયપુરમાં ઊતરી રહ્યા છીએ.’ વિમાનમાં હલ્લાબોલ મચી ગયો, તેમાં હું પણ અગ્રસ્થાને હતી. શાંત વિમાનની સ્થિતિ જાણે બજાર જેવી બની ગઈ. સીટ બેલ્ટ બાંધેલો તેથી જાણે અમે માનવીઓ એરહોસ્ટેસના શરીર પર દોડી નહીં ગયાં. વિમાન ઊતર્યું અને અમે બધાએ મળીને ગ્રાઉન્ડ સ્ટાફને આડે હાથ લીધા, તેમણે બધા પ્રવાસીઓને ટેક્સી કરાવી આપી અને અમે રાત્રે ઉદયપુર જોધપુર પ્રવાસ કરીને સવારે હોટેલમાં પહોંચ્યાં. મારી ટેક્સીમાં એક શાંત જર્મન છોકરી હતી. તેને મેં કહ્યું, આવા સંજોગોમાં "તું આટલી શાંત કઈ રીતે રહી શકે? તેણે કહ્યું, ‘હું બેગ કાખમાં ગોઠવીને ફાવે ત્યારે આ રીતે દુનિયાભરમાં પ્રવાસ કરું છું અને પ્રવાસમાં આવું થાય છે. ઘણી વાર તે સમયે કોઈનો જ ઈલાજ હોતો નથી, બૂમાબૂમ કરીને કશું વળતું નથી. આય ગો વિથ ધ ટાઈમ્સ...’ તે પછી તેની સાથે ઘણી વાતો કરી. તે દિવસે મારી જ ઉંમરની તે વિશ્વભ્રમંતી કરનારી તે છોકરી મને ઘણું બધું શીખવી ગઈ હતી. મેં મનોમન પોતાને જ પ્રશ્ન પૂછ્યો કે આપણે શા માટે આટલા બધા હાયપર થઈ ગયાં? દેશવિદેશનો પ્રવાસ જેમ વધતો હતો તેમ પર્યટકો જોડાજોડ એકથી એક ચઢિયાતી વ્યક્તિઓ મળતી હતી, અનુભવ વધતો હતો તેમ થોડી સફળતાથી ઉપર ગયેલા મારા પગ જમીન પર આવવાની શરૂઆત થઈ. વિશ્વમાં અનેક ગ્રહ-તારાઓમાં બે તૃતીયાંશ પાણી અને એક ચતુર્થાંશ જમીન ધરાવતી પૃથ્વી આ ગ્રહ પર 193થી વધુ દેશ સમાવનારા સાત ખંડમાંથી એક એશિયા ખંડમાં અનેક દેશોમાંથી એક ભારત દેશનાં 28 રાજ્યમાંથી એક રાજ્યના એક મુંબઈ નામના શહેરના એક નાના ભાગના નાના ઘરમાં અથવા કાર્યાલયમાં પોતાની હાટડી ગોઠવનારી એવી હું એ રીતે પોતાનું ભાન થવા લાગ્યું અને માથામાંથી હવા નીકળી ગઈ. હાયપર થવું-અગ્રેસિવ થવું-રિએક્ટિવ વર્તણૂક ઓછી થઈ.
પ્રવાસ વધી રહ્યો છે, વધુમાં વધુ લોકો પર્યટન કરી રહ્યા છે તેમ ‘પ્રવાસ કરવાથી ચતુરાઈ આવે’ એ મુજબ પ્રવાસી અને પર્યટકો પણ શાંત થવા લાગ્યા છે એવું ભાન થયું. ગત પ્રવાસમાં મને બે વાર તેનો અનુભવ થયો. સોળ કલાકનો પ્રવાસ કરીને ન્યૂ યોર્કમાં ઊતરી. બેગેજ બેલ્ટ પર દસ પંદર બેગ આવ્યા પછી કોઈની જ બેગ આવી નહીં. બેલ્ટ આસપાસ માણસોની ગિરદી. થોડા જ સમયમાં એક ઓફિશિયલ ત્યાં આવી અને કહ્યું, ‘અમુક અનિવાર્ય કારણસર બિઝનેસ ક્લાસ છોડીને કોઈનો પણ સામાન લોડ થયો નથી. હવે અહીં થોભો નહીં, તમારો સામાન તમારા ઘરે મોકલવામાં આવશે.’ ત્યાંના ચહેરાઓ પર ડર, ચિંતા, ગુસ્સો, આશ્ચર્ય એમ બધા ભાવ જોવા મળ્યા પણ કોઈએ બૂમાબૂમ કે શોરબકોર કર્યો નહીં. શાંતિથી બધા કમ્પ્લેઈન્ટ નોંધાવવા માટે લાઈનમાં ઊભા રહ્યા. આ જ ટુરમાં બીજો અનુભવ હતો વળતા પ્રવાસનો. સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ વાયા ફ્રેન્કફર્ટ. આટલો મોટો પ્રવાસ ક્યારે પૂરો થાય છે એવું લાગતું હતું ત્યારે માત્ર પંદર મિનિટ બાકી હતી ત્યાં પાઈલટે એનાઉન્સ કર્યું, ‘હેવી રેન્સ અને એરપોર્ટ રનવે બંધ થવાથી આપણે મુંબઈમાં ઊતરી નહીં શકીએ. આપણું વિમાન બેંગલુરૂમાં વાળી રહ્યો છું. આગળ શું કરવાનું છે તે ગ્રાઉન્ડ સ્ટાફ કહેશે.’ વિમાન શાંત. બિલકુલ બૂમાબૂમ નહીં. બેંગલુરૂમાં ઊતર્યા, ત્યાં ઘણી બધી ફ્લાઈટ્સ ડાઈવર્ટ થવાથી બેસુમાર ગિરદી હતી, ગ્રાઉન્ડ સ્ટાફ પણ થોડો ગડબડમાં હતો, કારણ કે તેમના પર પણ આ પરિસ્થિતિ અચાનક આવી પડી હતી. જોકે આમ છતાં બધા પ્રવાસીઓ શાંતિથી, તે ગિરદીને, ત્યાંની અસહાયતાને સંભાળી રહ્યા હતા. ત્રણ કલાક પછી તેઓ અમને હોટેલમાં લઈ ગયા. મુંબઈ એરપોર્ટ ક્યારે શરૂ થશે? આગળ અમારું શું થશે? આ ચિંતા હતી. બીજા દિવસે સાંજે એક ફ્લાઈટમાં જગ્યા મળી અને અમે માર્ગ ભૂલેલા પ્રવાસી પોતપોતાનાં ઘેર હેમખેમ પહોંચ્યાં. જોધપુર ફ્લાઈટ અને સાન ફ્રાન્સિસ્કો ફ્લાઈટમાં ત્રીસ વર્ષનો સમયગાળો વીતી ગયો હતો, પરંતુ મન:સ્થિતિમાં આ પરિવર્તન આવકાર્ય છે. પ્રવાસને લીધે ઘડાતા વ્યક્તિત્વ વિકાસની હું વિદ્યાર્થિની હતી અને આજીવન રહીશ, કારણ કે દરેક પ્રવાસ કાંઈક નવું શીખવી રહ્યો છે.
થોડા દિવસ પૂર્વે મેં ‘રાઈટ ઓફ એડમિશન’નો રાઈટ ઉપયોગ કરવા વિશે લખ્યું હતું. કોઈ પણ બિઝનેસમાં ‘રાઈટ ઓફ એડમિશન’ હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ તેના પર અમારી ચર્ચા થઈ. સામે બેઠેલા અમારા શુભેચ્છક મકરંદ જોશીએ કહ્યું, ‘અરે, મેકડોનાલ્ડ્સ જ્યારે ભારતમાં આવ્યું ત્યારે તેમણ દ્વાર પર ‘રાઈટ ઓફ એડમિશન અનરિઝર્વ્ડ’ એવું પાટિયું લગાવ્યું અને રીતસર તેના પર હોહા મચી. જોકે તેમનું કહેવું એવું હતું કે લોકો અમારી પાસે આવશે તેમની સેફ્ટી અથવા તેમના માટે અમને આ કરવું પડી રહ્યું છે, કોઈની પણ વર્તણૂકથી અન્યોને ત્રાસ નહીં થાય તેવી આ ભાવના છે. અમે પણ અઢી લાખથી વધુ પર્યટકો માટે આ હક ઉપયોગ કર્યો છે અને તે પણ સહેલગાહમાં આનંદ માટે આવેલા પર્યટકોને કોઈની વિચિત્ર વર્તણૂકનો ત્રાસ નહીં થાય તે માટે. આથી જ ગ્રુપ ટુર કે ઈન્ડિપેન્ડન્ટ હોલીડે એ દરકે અગાઉ નક્કી કરી લેવું જોઈએ. ગ્રુપ ટુર પર આવ્યા પછી આપણે બધા સહપ્રવાસીઓનો વિચાર કરવો પડે છે. હવે આ જ જુઓને. એક ટુરમાં એક વ્યક્તિએ પહેલા દિવસથી ટુર મેનેજર સાથે બહુ જ ઉદ્ધતાઈથી બોલવું, સહપ્રવાસીઓને તુચ્છ ગણવા, ત્રાસ આપવો, સમયસર નહીં આવવું, પોતાની બેદરકારીભરી વર્તણૂકથી અન્ય પ્રવાસીઓને ત્રાસ થાય છે તેનું ભાન તો ઠીક પણ તે વિશે કોઈ પણ અફસોસ વ્યક્ત નહીં કરતાં બેફિકર થઈને એલફેલ બોલવું, ટુર મેનેજરને કહ્યા વિના જ ક્યાંક જતા રહેવું અને ટુર મેનેજર સહિત બધા પર્યટકોને બાનમાં રાખવા વગેરે બાબતો કરતી હતી. આ બાબતોથી પહેલા જ હેરાન થયેલા પર્યટકોની સહનશીલતાનો અંત આવાનો એક કિસ્સો કહ્યો તે અતિશયોક્તિ હતી, હવે તમે જ કહો કે આવા પર્યટકો માટે આ ‘રાઈટ ઓફ એડમિશન’ ઉપયોગ કરવો જોઈએ કે નહીં? અમારી પર્યટન સંસ્થાની સર્વિસ પસંદ નહીં પડે તો પર્યટકો બીજી સંસ્થા પસંદ કરે છે અને તે બરોબર જ છે. આ ચોઈસ પર્યટકોની છે. આવી ચોઈસ અમને નથી, નિશ્ચિત જ. ‘પર્યટક દેવો ભવ:’ જોકે આવી અતિશયોક્તિભરી સિચ્યુએશનમાં ગ્રુપ ટુરના સહપ્રવાસીઓના હિત માટે અમને એકદમ રેર કેસીસમાં આવો નિર્ણય લેવાની છૂટ હોવી જોઈએ નહીં.
તો પર્યટકો, આ સાદી સાદી વાતોનો સિલસિલો જારી રાખીશું, ફરી આગામી રવિવારે મળીશું... ત્યાં સુધી હેવ અ ગ્રેટ વીક અહેડ...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.