દરેક આવનારી નવી અથવા રિનોવેટ થનારી હોટેલ જેટ સ્પ્રેની પ્રોવિઝન કેમ કરતી નથી? જેટ સ્પ્રે એક સ્વચ્છ સોલ્યુશન છે પણ તે માન્ય કરવા પશ્ચિમી દેશો તૈયાર નથી. એક બાજુ ‘પેપર બચાવો, પર્યાવરણનું સંતુલન જાળવો’ એવી બૂમો મારવાની અને અત્યંત આસાન સોલ્યુશન ઉપલબ્ધ હોવા છતાં ઈગો ખાતર પેપર્સનો નાશ કરવાનો.
રોજ આવનારા પત્ર, આજના જમાનામાં ઈ-મેઈલ્સ રોજેરોજ વાંચીને તેને અલગ કરીને જે તે ડિપાર્ટમેન્ટને મોકલીને તેમની પાસેથી તેના પર કાર્યવાહી થયાની ખાતરી કરવી તે મારાં કામોમાંથી એક ભાગ છે. ઓફિસમાં હોઉં ત્યારે રોજના નિત્યક્રમમાં એટલો સમય નીકળી જાય છે કે પછી મેઈલ જમા થવાનું શરૂ થાય છે અને મન પર તેનું દબાણ આવવા લાગે છે. આવા સમયે મને પ્રવાસ વરદાન લાગે છે. એરપોર્ટનો સમય, એકાદ વિમાનનો થનારો વિલંબ, હોટેલમાં સમય પણ જાણે સુવર્ણ તક જ હોય છે, મેલબોક્સ ક્લીન અને ક્લિયર થાય એટલે એકદમ નિરાંત લાગે છે. અર્થાત હું જ્યારે પ્રવાસે નીકળું છું ત્યારે અમારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની ટીમોના ચહેરા પર અનેક પ્રકારના ભાવ મને વાંચવા મળે છે. ‘હવે આવતીકાલે મેઈલનો ઢગલો થશે?’ અમારી જીઆર ટીમ, ‘તમે તમારૂં મેઈલબોક્સ ક્લીન કરો છો પણ અમારૂં ભરાઈ જાય છે તેનું શું?’ શિલ્પા મોરે અમારી જનરલ મેનેજર, ‘નહીં! મૈ ક્યા બોલતી હૂં, હમે ભી યહાં કામ હૈ. ઔર આપ જબ બહાર જાતે હો તો હમ કામ કરતે હૈ.’ ઍની અલમેડા અમારી એચઆર મેનેજર, ‘અમુક અમુક ચાર પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે, જેથી આ ચાર દિવસ માટે પ્લીઝ વધુ પ્રોજેક્ટ મોકલશો નહીં.’ ભાવના સાવંત અમારી પ્રોજેક્ટ મેનેજર, ‘બિન્દાસ્ત જા, અમે જ તમને કામો મોકલાવીશું, સમયસર ડિસીજન્સ આપો.’ પ્રણોતી જોશી માર્કેટિંગ મેનેજર. મારી સામે આ રીતે મારી ખેંચતાં હોય અથવા ટોણા મારતાં હોય તો હું નહીં હોઉં ત્યારે કેટલા જોક્સ કરતા હશે. છતાં કોઈ વાંધો નથી. જો હું તેમને હસવાનું કારણ આપતી હોઉં તો ખુશીની વાત છે. કામો રમતિયાળ વાતાવરણમાં થાય તે મહત્ત્વપૂર્ણ છે. અઙ્ખવા, તો આવા આ જમા થયેલા બધા મેઈલ્સ મેં મારા તે અઠવાડિયાના મુંબઈ-બેંગકોક-કુઆલાલમ્પુર-લંગકાવી પ્રવાસમાં ક્લિયર કર્યા. તેમાંથી એક પત્રએ મારું ધ્યાન ખેંચ્યું, ઓસ્ટ્રેલિયાની વીણા વર્લ્ડમાં નવેસરથી દાખલ થયેલી ફક્ત એક લાખ પંચોતેર હજારમાં નવ દિવસની સિડની મેલબર્ન ગોલ્ડ કોસ્ટ કેર્ન્સ ગ્રેટ બેરિયર રીફ એકદમ હેપનિંગ સહેલગાહમાં તેઓ જઈ આવ્યા હતા. બધું જ મસ્ત મસ્ત હતું, ટુર મેનેજરે ઉત્તમ કામ કર્યું એવું કહેતી વખતે તેમણે એક સૂચન કર્યું. તેમનું કહેવું હતું કે ‘સહેલગાહમાં એકંદરે ચાર હોટેલ્સ હતી, જેમાંથી બે હોટેલ્સના ટોઈલેટ્સમાં જેટ સ્પ્રે હતા અને બે હોટેલમાં નહોતા અને જો તમે આ પહેલા કહ્યું હોત તો અહીંથી એકાદ મગ અમે જોડે લઈ ગયાં હોત.’ ખરેખર તો આ વાત જાહેર ચર્ચા કરવા જેવી નથી, પરંતુ અત્યંત મહત્ત્વની છે. આજકાલ બધાના પ્રવાસનું અને પર્યટનનું પ્રમાણ વધ્યું છે. આ સાદી સાદી વાતો સહેલગાહનો મૂડ બદલી શકે છે. છેલ્લાં ૩૩ વર્ષ અખંડ પ્રવાસ ચાલે છે, પરંતુ એક વાત મારા પલ્લે પડી નથી અને તે દરેક આવનારી નવી અથવા રિનોવેટ થનારી હોટેલ જેટ સ્પ્રેની પ્રોવિઝન કેમ કરતી નથી? જેટ સ્પ્રે એક સ્વચ્છ સોલ્યુશન છે, પરંતુ તે માન્ય કરવા પશ્ચિમ દેશો તૈયાર નથી. એક બાજુ ‘પેપર બચાવો, પર્યાવરણનું સંતુલન જાળવો’ એવી બૂમો મારવાની અને અત્યંત આસાન સોલ્યુશન ઉપલબ્ધ હોવા છતાં ઈગો ખાતર પેપર્સનો નાશ કરવાનો. હવે ઈગો ક્યાં છે તો તે પશ્ચિમી અને પૌર્વાત્ય વિચારધારામાં છે. જ્યાં જ્યાં હિંદુ અથવા મુસલમાન લોકોનું વર્ચસ છે તે તે સ્થળે એટલે કે તે દેશમાં મોટે ભાગે બધી હોટેલ્સમાં તમને આ જેટ સ્પ્રે પ્રકરણ દેખાશે. પરંતુ યુરોપ અમેરિકામાં અથવા અંગ્રેજોએ જ વસાવેલા ઓસ્ટ્રેલિયામાં જેટ સ્પ્રે એટલે નો નો! ભારત જેવા દેશ પાસેથી અઙ્ખવા મુસ્લિમ દેશ પાસેથી આ પદ્ધતિ સ્વીકારવામાં તેમને નીચાજોણું જણાતું હોય તો દેખીતી રીતે જ અમે શ્રેષ્ઠ અને અમારી બધી પદ્ધતિ પણ શ્રેષ્ઠ અને તે જ ઉત્કૃષ્ટ, અમે આવી હઠને લીધે બદલાઈશું નહીં. એક્ચ્યુઅલી દુનિયામાં પેપરનો નાશ થઈ રહ્યો છે અને પર્યાવરણનું સંતુલન બગડવાનું આંશિક કામ તેમાંથી થઈ રહ્યું છે. ઈગો કઈ રીતે હાર્મફુલ હોય તે આ જેટ સ્પ્રે ઈશ્યુના રૂપમાં ઉત્તમ ઉદાહરણ છે. આજકાલ મોટા ભાગની સારી મિડલ ઈસ્ટ એરલાઈન્સના બિઝનેસ ક્લાસના ટોઈલેટ્સમાં જેટ સ્પ્રે નથી, પરંતુ વેટ ટિશ્યુઝ રાખેલા હોય છે. જેટ સ્પ્રે વિમાનમાં લાવી શકાતાં નથી તે સમસ્યા પર આ મુસ્લિમ દેશની એરલાઈન્સે અમલ કરેલી આ ઉપાયયોજના છે. પર્યટકો વધી રહ્યા છે. પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તર સાથે એકદમ એન્ટાર્કટિકાથી અલાસ્કા સુધી તેમનો પ્રવાસ ચાલુ છે. જેટ સ્પ્રે અથવા વિધાઉટ જેટ સ્પ્રે એવાં ટોઈલેટ્સ આપણા ભાગે આવવાના છે તે માટે પૂર્વતૈયારી જરૂરી છે. તો પછી ‘મગ’ એટલે તાંબાના સ્વરૂપમાં હોય કે ‘વેટ ટિશ્યુ’ના સ્વરૂપમાં, બી પ્રીપેર્ડ! સવાર સવારે મૂડ ખરાબ નહીં થવો જોઈએ. અને હા, આ બધું લખવા એક સૂચન દ્વારા દોરવણી કરવા બદલ હું અમારા પર્યટક મુલુંડના શ્રી વિજય જોશીના આભાર માનું છું.
એરપોર્ટ ટોઈલેટ્સ, ઈનફ્લાઈટ ટોઈલેટ્સ અને સ્થળદર્શનમાં ઠેકઠેકાણે ઉપયોગ કરવા પડતાં ટોઈલેટ્સ અલગ અલગ પ્રકારનાં છે. આપણે ત્યાં બાય એન્ડ લાર્જ હવે બધાં એરપોર્ટ્સના ટોઈલેટ્સ ઉત્તમ પ્રકારનાં બન્યાં છે. મેટ્રો સિટીઝ એટલે કે, મુંબઈ-દિલ્હી-બેંગલુરૂ-ચેન્નઈ ખાતે એકદમ ચકાચક. એક જ વાત ખૂંચે છે કે આ ટોઈલેટ્સ સુવિધાઙ્ગી દૃષ્ટિથી પરિપૂર્ણ છે, પરંતુ ત્યાં રખાયેલી મહિલા અટેંડંટને એક ખોટી બાબત શીખવવામાં આવી છે, ‘અતિથિ દેવો ભવ:’નો પગડો હોઈ શકે, જે તમારા પણ કદાચ ધ્યાનમાં આવ્યું હશે. વોશ બેસિન પર હાથ ધોયા પછી તેઓ આપણને ટિશ્યુ પેપર્સ આપવા માટે આગળ આવે છે. હાઈજીનિકલી આ ખોટું છે. હું ત્યાં જ તેમને કહેવાનો પ્રયાસ કરું છું પરંતુ ટ્રેનિંગનો મારો હશે. ટોઈલેટ્સ ક્લીન રાખવા એ તેમનો જોબ છે અને આપણા ઘરના ટોઈલેટ્સ આપણે જે રીતે ક્લીન રાખીએ તેટલી જ આત્મીયતાથી તેઓ તે સ્થળે કરતી હોય છે. તેમને લીધે અગાઉ જેમ ‘ટોઈલેટ સાફ હશે કે?’ એવી પેટમાં ફાળ પડતી તે હવે થતું નથી. એટલે કે, ‘વી આર પ્રાઉડ ઓફ અવર એરપોર્ટસ ટોઈલેટ્સ’ એવું કહેવાનું મન થાય છે. જોકે જે હાથે, જે ડસ્ટરથી તેઓ કમોડ સીટ લૂછે છે તે જ હાથે તેઓ પેપર ટિશ્યુ કાઢીને આપે છે તે અયોગ્ય છે. અને તેની જરૂર જ નથી. અઙ્ખવા, આવું ફક્ત મુંબઈ એરપોર્ટના ટોઈલેટમાં નહીં પણ દિલ્હી, બેંગલુરૂ ખાતે પણ મેં ખાસ નિરીક્ષણ કર્યું છે, જ્યાં પણ આવી જ સ્થિતિ છે. એટલે કે, આ મધ્યવર્થી શીખ ‘અતિથિ દેવો ભવ:’ના એકસેસ ડોઝનો મામલો છે, જે સુધરવો જોઈએ. અધરવાઈઝ એવરીથિંગ ઈઝ રિયલી ગૂડ!
ઈનફ્લાઈટ ટોઈલેટ્સ અલગ મહત્ત્વનો અને મેનેજમેન્ટ તથા ઓર્ગેનાઈઝિંગનો મામલો છે. ૧૦૦-૧૫૦ પ્રવાસીઓ માટે ચાર અથવા છ ટોઈલેટ્સ તેમ જ જગ્યાના લિમિટેશનને લીધે ટોઈલેટમાં માંડ ઊભાં રહી શકાય એટલી ઓછી જગ્યા હોય છે. જો આપણે જરા પણ સુદૃઢ હોઈએ તો વધુ અડચણ નડી શકે. આથી પ્રવાસમાં કપડાં તે મુજબ અનુકૂળ હોવાં જોઈએ. મુશ્કેલી પેદા કરતાં કપડાં નહીં જોઈએ એવું કહેવાનું કારણ એ છે કે ટોઈલેટમાં હલનચલન આસાનીથી થવી જોઈએ. જેઓ સતત પ્રવાસ કરે છે તેઓ ટોઈલેટ ક્યારે ઉપયોગ કરવો તેમાં એક્સપર્ટ થયેલા હોય છે. જનરલી જમ્યા પછી સવારે ઊઠ્યા પછી અથવા ફ્લાઈટમાંથી ઊતરવા પૂર્વે ટોઈલેટની બહાર ગરદી હોય છે તે તેમને ખબર હોય છે. આથી તેઓ તેમનો સમય એડજસ્ટ કરે છે અને પ્રવાસ સુખમય બને છે. સવારે અન્યો કરતાં થોડું વહેલું ઊઠવામાં આવે તો ગરદીથી આપણે પોતાનો બચાવ કરી શકીએ. અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે આપણને જેમ સ્વચ્છ ટોઈલેટ જોઈએ તેમ આપણા પછીના પ્રવાસીઓએ પણ તેનો વિચાર કરીને ટોઈલેટની બહાર નીકળવા પૂર્વે પાછળ વળીને જોઈ લેવું જોઈએ કે આપણે અન્યો માટે ટોઈલેટ સ્વચ્છ કરીને છોડ્યું છે ને. ‘યેસ ઈટ્સ મસ્ટ’ આપણી વિમાનમાંની તે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય છે. હવે ટોઈલેટ પુરાણ અટકાવું છું. આગામી સમયે સ્થળદર્શનની બાબતમાં જરા ઊંડાણથી ઊતરીશું. ‘લેટ્સ મેક લાઈફ મોર સિમ્પ્લિફાઈડ.’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.