લેહ લડાખના અજસ્ત્ર પહાડ, અસીમિત પ્રસરેલું પેંગોંગ લેક, માઈલોના માઈલો સુધી પ્રસરેલો રણ, ક્ષિતિજ સુધી દેખાતો રૂક્ષ પ્રદેશ, ક્યારેક કડકડતી ઠંડી, અચાનક વરસતો વરસાદ, તો ક્યારેક થોડા તડકા સાથે તમને ગોરામાંથી શ્યામળ બનાવનારો બળબળતો તાપ... હજારો પર્યટકોને લેહની સહેલગાહ કરાવીને લાવવાને લીધે લેહ વિશે પર્યટકોના મનમાં રહેલો ડર રીતસર કાઢી નાખવામાં વીણા વર્લ્ડની છેલ્લાં પાંચ વર્ષની મહેનત સાર્થક નીવડી છે એવું મને લાગે છે.
આ વર્ષે ત્રણ વાર મને લેહ લડાખ જવાનું છે. તેમાંથી પહેલી મુલાકાત આ અઠવાડિયામાં પાર પાડીને હું મુંબઈ આવી ગઈ છું. ના, હું એકલી જ નહીં પણ મારી સાથે 140 મહિલાઓને લઈને પાછી આવી છું. લેહ લડાખ સહેલગાહ પરથી પાછાં આવતી વખતે બધાના ચહેરા પર ‘યસ! આઈ હેવ બિન ટુ લેહ લડાખ’ની ખુશી, સંતોષ અને જીત એવી બધી સરસ મજાની ભાવનાઓ હતી. આ સહેલગાહે નિશ્ચિત રીતે અમારાં દરેકનો કોન્ફિડેન્સ વધાર્યો હતો. અને તે આ વર્ષે જ નહીં પણ છેલ્લાં પાંચ વર્ષ હજારો મહિલાઓને લેહ લડાખની સફળ સફર કરાવીને એક આગવી અનુભૂતિ આપવામાં વીણા વર્લ્ડ સફળ રહી છે. બધા માટેની ફેમિલી ટુર્સ તો હાલ રોજ ચાલુ છે પણ મહિલાઓ માટેની લેહ લડાખની ત્રણ સહેલગાહમાંથી એક હાલમાં સમર વેકેશનમાં જઈ આવી, બીજી 19 જુલાઈએ આપણા જવાનોની સાક્ષીમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા માટે નીકળી રહી છે અને ત્રીજી આપણો સ્વાતંત્ર્ય દિવસ સમારંભ લેહ લડાખમાં પાર પાડનારી 12 ઓગસ્ટની વુમન્સ સ્પેશિયલ છે.
આ સમયે મને જણાયેલો ફરક એટલે લેહની ઈન્ટરનેટની કનેક્ટિવિટી બહુ સુધરી ગઈ છે. ગયા વર્ષે ગઈ હતી ત્યારે આઠ દિવસ ઈન્ટરનેટ કનેકશન ઠપ હતું. ફોન બંધ, વ્હોટ્સએપ બંધ, ઈ-મેઈલ બંધ, મેઈલ ડાઉનલોડ થવા માટે અમુક સેકંડોનો સમય લાગ્યો છતાં પેનિક થનારા અમારા અનુભવી મનને આ રીતે સંપર્ક તૂટવો એટલે આકાશ તૂટી પડવા જેવી અવસ્થા હતી. પ્રથમ તો બેચેન થઈ પણ પછી પરિસ્થિતિનું ભાન થવા સુધી મારી બુદ્ધિ સ્થિર થઈ. અહીંના લોકો ‘ઈન્ટરનેટ ચાલુ થયું તો દિવાળી, નહિતર જે છે તેમાં જ ખુશી’ માને છે અને આપણે આપણી જરૂરતો અને તેને લીધે આવનારી અસ્વસ્થતા કેટલી વધારી દીધી છે? અહીં લેહમાં ઈન્ટરનેટ જ નહીં પણ જીવન છ મહિના બંધ હોય છે. આ લોકો છ મહિના તેમનું લડાખી જીવન જીવે છે અને ઠંડીના છ મહિના પોતાને ઘરમાં બંધિસ્ત કરી રાખે છે અથવા રીતસર બીજા સ્થળે ધામો નાખે છે. જીવન જરૂરી ચીજોનો પુરવઠો પણ વચ્ચે વચ્ચે બંધ થઈ જાય છે. આ પછી સંગ્રહ કરેલી સૂકવેલી શાકભાજીઓ પર નિભાવવું પડે છે. ક્યારેક ભેખડ ધસી પડવાથી રસ્તાઓ બંધ થાય છે, પરંતુ આક્રોશ નહીં કે નારાજી નહીં, કોઈ પણ પરિસ્થિતિ સાથે ભળી જવાનું, તેમાં સમાઈ જવાનું. આ સહેલગાહ મને કાયમ જમીન પર લાવે છે. મસ્તીભરી મુસાફરી કરનારા અને અનેક મહિલાઓને તે કરાવતા મારા મનને રિયાલિટીનું ભાન કરી આપે છે. ‘લેહ લડાખ’ની સહેલગાહ. આલીશાન હોટેલ્સ, સરસ રસ્તાઓ, રૂઆબદાર લક્ઝરી કોચીસ આ બધી સંપૂર્ણ વિરૂદ્ધ લેહ આકારમાં વિહાર કરનારી મને એકદમ વાસ્તવમાં લાવી દે છે.
લેહ લડાખ આમ જોવા જઈએ તો કાયમની પ્લેઝર ટુરનું ડેસ્ટિનેશન નથી, પરંતુ આમ છતાં હું જ્યારે પહેલી વાર લડાખમાં ગઈ ત્યારે મારી સ્થિતિ ‘આઈ વેન્ટ, આઈ સો એન્ડ આઈ ફેલ ઈન લવ’ જેવી થઈ. તે સમયે જ નક્કી કર્યું કે આવાં અદ્વિતીય સ્થળે અમારી વુમન્સ સ્પેશિયલની ગેન્ગ આવવી જ જોઈએ અને છેલ્લાં પાંચ વર્ષમાં વીણા વર્લ્ડ સંગાથે મહિલાઓએ અને અમારા બધા જ પર્યટકોએ લેહ લડાખમાં ધમધમાટી બોલાવી દીધી છે. આજે અહીં વીણા વર્લ્ડની 15-20 સહેલગાહ ચાલે છે તેનો મને ગર્વ છે. હજારો પર્યટકોને લેહમાં લઈ જઈ લાવવાને લીધે લેહ વિશે પર્યટકોના મનમાં રહેલો ડર રીતસર કાઢી નાખવામાં વીણા વર્લ્ડની છેલ્લાં પાંચ વર્ષની મહેનત સાર્થક નીવડી છે એવું મને લાગે છે.
મે થી નવેમ્બર સુધી લેહ લડાખની અલગ અલગ સહેલગાહ ચાલુ રહેશે. તેમાં સાત દિવસની લેહ લડાખ મોસ્ટ પોપ્યુલર સહેલગાહ છે. જેમની પાસે વધુ દિવસો છે તેમના માટે દસ દિવસની પેંગોંગ-નુબ્રા-કારગિલમાં મુકામ કરનારી મુંબઈ-લેહ-મુંબઈ સહેલગાહ પણ છે અને સિંગલ્સ સ્પેશિયલ સહેલગાહની સફળતા પછી અમે 20-35 વયજૂથના સિંગલ ટ્રાવેલર્સને 14 ઓગસ્ટે લેહ લડાખમાં લઈ જઈ રહ્યાં છીએ.
લડાખની મુલાકાતમાં બધાને પેંગોંગ લેક જોવાનું ભારે ઘેલું હોય છે. ‘પેંગોંગ ત્સો’નો તિબેટી ભાષામાં અર્થ ‘લાંબો, છીછરો, જાદુઈ તળાવ’ એવો થાય છે. આ તળાવનો જાદુ તેના કાંઠે ઊભા રહ્યા પછી દરેકના મન પર છવાઈ જાય છે. નીલમણિનો રસ હોય તેમ ભૂરા પાણીનો આ તળાવ અને સૂર્યકિરણને લીધે વારંવાર બદલાતી તેની રંગછટા આપણને મોહિત કરી નાખે છે. 14,000 ફૂટ પર આ પેંગોંગ લેકની પળે પળે બદલાતી ભુરાઈની છટા, એક બાજુ માથા પર બરફનો મુગટ અને પગથિયે રેતીના ડુંગર સંભાળતા ઊંચા ઊંચા પહાડ, વળાંકે વળાંકે રંગ બદલતા, ક્યારેક જાંબુડી તો ક્યારેક સોનેરી, ક્યારેક લીલા તો ક્યારેક તપકીરી રંગછટાથી શોભતા ડુંગર, વચ્ચે દેખાતી ભવ્ય બુદ્ધ મૂર્તિ અને ઓમ મણિ પદ્મ હુમની યાદ આપતી પ્રાચીન મોનેસ્ટ્રીઝ એમ લડાખની લેન્ડસ્કેપનું વધુ એક અવિભાજ્ય અંગ એટલે વર્ષના કોઈ પણ સમયમાં, કોઈ પણ મોસમમાં, કોઈ પણ હવામાનમાં જરાય વિચલિત નહીં થતાં મક્કમ રીતે ઊભા રહેલા આપણા ભારતીય જવાનો છે.
લેહ લડાખની સીમા આપણા બંને સગા પાડોશીઓ ચાયના અને પાકિસ્તાનથી ભીડેલા છે. આથી સંરક્ષણની દૃષ્ટિથી આ આખો પ્રદેશ અત્યંત સંવેદનશીલ છે. સ્વાભાવિક રીતે જ અહીં કોઈક સમયે સ્થાનિક દેખાશે નહીં પણ આપણા જવાન બાજ નજર રાખીને પોસ્ટ સંભાળતા અચૂક દેખાશે. લેહ શહેરમાં હોલ ઓફ ફેમ તો દરેક પર્યટકો માટે મસ્ટ છે. ભારતીય જવાનોની વીરતાનું ચિત્રમય પ્રદર્શન કરાવતું આ સભાગૃહ છે અને ત્યાં બતાવવામાં આવતી કારગિલ યુદ્ધ પરની ડોક્યુમેન્ટરી જોયા પછી દરેકની છાતી ગર્વથી ફૂલી ગયા વિના રહેતી નથી.
દેશના ખૂણેખાંચરેથી આવેલા આપણા જવાનોને કોઈ પણ પ્રેરણા દેશની સીમાનું અને દેશવાસીઓનું રક્ષણ કરવા માટે પ્રવૃત્ત કરે છે, કોણ જાણે પણ સિચાચીનના રસ્તા પર, ખાર્દુંગલાની છાવણીઓમાં સજાગ રહેતા જવાનોને જોઈને, તેમના ત્યાં ખડતર આયુષ્યની કલ્પના કરીને થીજી જવાય છે અને તે
સાથે આપણે કેટલા આરામથી જીવીએ છીએ તેનું ભાન થાય છે.
લડાખની સહેલગાહમાં આ ભૂપ્રદેશનું વધુ એક એકદમ અલગ રૂપ નુબ્રા વેલીમાં જોવા મળે છે. આ વિસ્તારમાં રીતસર રેતીની ટેકડીઓ છે. એડવેન્ચરવાળાઓ માટે લડાખમાં આ સેન્ડ ડ્યુન્સમાં સવારી કરવા માટે ડબલ હમ્પ્ડ કેમલ્સ હોય છે. નુબ્રાના રણમાં રાત્રે ચમચમતા અગણિત તારાઓથી ભરચક આકાશ જોવું તે ખરેખર સ્વર્ગીય અનુભવ હોય છે. આપણે લકી હોઈએ તો હિમાલયના કોલ્ડ ડેઝર્ટનું કાયમ યાદગાર રહી જનારો આ અનુભવ મળે છે.
જુલે??... ‘અરે હા, ભૂલી જ ગઈ હતી, આ જુલે??... પ્રકરણ એટલે લડાખી લોકોનો ‘નમ્ર નમસ્કાર.’ જ્યારે કોઈ પણ એકબીજાને મળે છે ત્યારે એકમેકને જુલે??... કહીને ગ્રીટ કરે છે. પ્રથા પ્રમાણે જે ઉંમરમાં નાના હોય તેમણે પહેલા જુલે??... બોલવાનું રહે છે. લડાખી લોકો જાપાની લોકો જેવા સતત નમ્ર રીતે થોડું ઝૂકીને બોલનારા, શાંત અને સોબર, પેશન્સ જાણે તેમના લોહીમાં ભળી ગયેલું હોય છે. કદાચ ત્યાંના અતિ ખડતર જીવન સાથે પનારો પાડવામાં તેઓ આપોઆપ તેમાં મગ્ન થઈ જાય છે. આપણને પણ ‘પેશન્સ’ શરીરમાં વળગાડવાનો હોય તો આવા ખડતર જીવન સાથે-નિસર્ગની લહેરો સાથે ચાર હાથ કરનારા લોકોમાં જઈને થોડા દિવસ રહેવું જોઈએ. કોઈ પણ સ્પિરિચ્યુઅલ ક્લાસમાં જવાની જરૂર નહીં જણાય એવું હું ખાતરીથી કહું છું.
લેહ લડાખની સહેલગાહમાં જેમ ભારતીય જવાનોના, મિલિટરી કેમ્પના, લશ્કરી કોન્વોયનાં દર્શન ઠેકઠેકાણે થાય છે. આ જ રીતે મોનેસ્ટ્રીઝ, સ્તુપ અને ભવ્ય બુદ્ધ મૂર્તિ પણ જોવા મળે છે. 11મી સદીનાં વોલ પેઈન્ટિંગ્સથી સજેલું આલ્ચી ગોમ્પા, ડિસ્કીટ ખાતે ખુલ્લામાં 106 ફૂટ ઊંચી મૈત્રેય બુદ્ધની મૂર્તિ, લડાખમાં સૌથી મોટું હેમિસ ગોમ્પા થકી અહીંના લોકજીવનના રંગ અનુભવી શકાય છે. લડાખનું પારંપરિક લોકનૃત્ય જોતી વખતે ત્યાંના મંદ લયની હિલચાલ મોહિત કરી દે છે.
આ બંને સહેલગાહ માટે મુંબઈથી મુંબઈ અને પુણેથી પુણે વિકલ્પ ઉપલબ્ધ છે. દર વર્ષે આ સહેલગાહને જોરદાર પ્રતિસાદ મળે છે. જોકે લેહ લડાખની મર્યાદા ધ્યાનમાં લઈને મર્યાદિત બુકિંગ લેવા પડે છે, જેથી હવે મોડું કરશો નહીં, તાત્કાલિક તમારી સીટ બુક કરો. આ સહેલગાહને લીધે તમે આઝાદીનો અનુભવ કરવા સાથે આપણા આઝાદી કે રખવાલે એવા જવાનોને પણ મળી શકશો.
સો, હિમાલયના અનોખા નિસર્ગ સૌંદર્ય સાથોસાથ અનોખા અનુભવોથી ખીચોખીચ ભરચક, જવાનોનાં દર્શનથી પુનિત કરનારી આ અફલાતૂન સહેલગાહ તમને સાદ આપે છે. આજે નહીં નક્કી કરો તો એક વર્ષ વાટ જોવી પડશે. આથી હમણાં જ બેગ ભરો, નિકલ પડો! મળીશું લેહ લડાખમાં, વુમન્સ સ્પેશિયલ સહેલગાહ પર.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.