વ્યક્તિ તેટલી પ્રકૃતિ... , આપણા ઘરમા જો એક નજર ફેરવવામા આવે તો પણ અલગ અલગ પ્રકાર દેખાશે, ડિફરન્સીસ હશે, કોઈને બધી બાબતો એકદમ વેલપ્લાન્ડ પદ્ધતિથી કરવાનુ ગમે છે તો કોઈને પ્લાનિંગ બાબત સાથે સ્નાનસૂતકનોય સબધ હોતો નથી. ‘જો હોગા સો દેખા જાયેગા’ અથવા ‘લેટ્સ મીટ દ સરપ્રાઈઝીસ’ એવી તેમની ધારણા હોય છે. આપણા પર્યટકો ચોક્કસ કયા કયા પ્રકારમાં આવે છે તેના પર વિચાર કર્યો ત્યારે ઉદય થયો એક સકલ્પનાનો...
‘એકતા મેં વિવિધતા’ આપણા ભારત વિશે અનેક સુવાક્યમાંથી આ એક મને બહુ ગમે છે. દેશ માટે, રાજ્ય માટે, સમાજ માટે, કુટુંબ માટે અને પોતાનો માટે પણ આ વિવિધતા, અનોખાપણું, અલગપણું જો આપણે જતન કરી શકીએ તો બધાનો આનંદિત સુખશાંતિનો માર્ગ હજુ સુખદ બનશે. હું તારા કરતા અલગ છું અને તુ મારા કરતા અલગ છે પણ આપણા બનેની તે જ શક્તિ છે તેનુ ભાન થાય ત્યારે ડિફરન્સીસ સિનર્જીમા બદલાઈ જાય છે. પડકારો ઝીલવા માટે વધુ ઊર્જા મળે છે. લખતા લખતા મને અલગ જ વિષય મળ્યો છે આ, મનગમતો, જેની પર ફરી ક્યારેક લખીશ જ પરંતુ આજનો વિષય મુખ્યત્વે અમારા પર્યટકોનો છે. પર્યટકોમા અલગ અલગ પાસા જ્યારે અભ્યાસમાં લીધા ત્યારે એક્ચ્યુઅલી વ્યવસાય વધવા લાગ્યો. પર્યટક એટલે અમારા ગ્રાહક-ક્નઝયુમર્સ. આ શબ્દ મને ગમતો નથી. તેમા ઘણુ બધુ સૂકાપણુ છે. વ્યવસ્થાપનની ભાષામાં ઠીક છે પણ વીણા વર્લ્ડ અને પર્યટકનો સબંધ એ ગ્રાહક સંકલ્પનાની પાર હોવા જોઈએ, તેમા આગવાપણાની છાટ હોવી જોઈએ તે માટે અમારી ખટપટ હોય છે, અહોરાત્ર પ્રયાસ અને તે જ અમારૂ લક્ષ્ય છે. તે પાર કરવા હજુ ઘણો સમય છે અથવા તે સો ટકા ક્યારેય પહોંચી શકાશે, કારણ કે એક વાર નિર્માણ કરીને રાખીએ એટલે થઈ ગયુ તેવી આ બાબત નથી. રોજ પળે પળે તે માટે પ્રયાસોની સ્પષ્ટ કરતા રહેવુ જોઈએ. તે રીતની મન:સ્થિતિ અને સંસ્કૃતિ ઘડવાનું કામ ચાલુ છે અને મહત્ત્વની વાત એ છે કે તેમા સાતત્યતા રાખવાથી લક્ષ્યો તરફ લઈ જનારા માર્ગ પર અમે તેજ ગતિથી આગેકૂચ કરી રહ્યા છીએ તે સંતોષની વાત છે.
પર્યટકોના ઘરમા જ અમને એટલી ‘એકતામા વિવિધતા’ જોવા મળે છે કે પૂછો જ નહીં. ભારતીય કુટુંબ સસ્થાનું એક આદર્શ ચિત્ર આખોની સામે લાવવામા આવે તો તેમા બન્નેે બાજુના બા-બાપુજી, એટલે કે, નાના-નાની, દાદા-દાદી, પુત્ર-પુત્રવધૂ અથવા પુત્રી-જમાઈ, પૌત્રોનો સમાવેશ હોય છે. એક્સટેન્ડેડ ફેમિલીઝમાં મામા-મામી, કાકા-કાકી, મામિયાઈ- કાકાઈ ભાઈઓનો સમાવેશ થાય છે. આપણા ભારતમા સબંધોનો પાયો હજુ પણ એકદમ મજબૂત છે. આ બધાની આપણને જરૂર હોય છે અને તે જ આપણી શક્તિ છે. આ જ કુટુંબ પર વીણા વર્લ્ડ જીવી રહ્યું છે, તે કુટુંબની વૈવિધ્યતાને લીધે વીણા વર્લ્ડ વધી રહ્યું છે. પંદર વર્ષ પૂર્વેથી આ કુટુંબ ચિત્રનો અભ્યાસ શરૂ ક્યો અને એક પછી એક ઘણુ બધુ નવુ નિર્માણ કરી શકાયુ. સતત ઉત્સાહી રહી શક્યા. ઘરના વરિષ્ઠોને સંવાદ અને સહવાસ જોઈતો હોય છે, જેમાથી નિર્માણ થઈ સિનિયર્સ સ્પેશિયલ. ઘરની છોકરીઓને જોઈએ એક પોતાનુ મોકળુ આકાશ, તે માટે નિર્માણ થઈ વુમન્સ સ્પેશિયલ. યંગ ફેમિલીઝને જોઈતો હોય છે એક બ્રેક તેમના જેવી જ ફેમિલીઝ સાથે, બાળકોને બાળકો જોઈતા હોય છે, ખાસ કરીને પરીક્ષા પછીની ધમ્માલ માટે, તેમને માટે ફોરેવર સ્ટ્રોગં ફેમિલી ટુર્સ છે જ. બદલાતી જીવનશૈલીમાં સ્વતત્ર વિચાર પ્રવૃત્તિ વધીને ‘સિંગલ્સ’નુ અલગ જ જૂથ નિર્માણ થયુ અને તેમને માટે આવી સિંગલ્સ સ્પેશિયલ. મોટા કુટુંબ કાળપ્રવાહમાં નાના થવા લાગ્યા પછી બધા સબંધીઓએ વર્ષ-બે વર્ષમાં એકત્ર આવીને એકત્રિત સહેલગાહ પર જવાનુ પ્રમાણ વધવા લાગ્યુ અને અમે આવા પારિવારિક ગ્રુપ્સ માટે અલગ સહેલગાહ આપવાની શરૂઆત કરી. ‘યુ નેમ ઈટ, વી હેવ ઈટ’ એ સંસ્થાની માનસિકતાને લીધે ‘પર્યટનમાં તમને શુ જોઈએ તે કહો, અમે આપીએ’ એવુ વીણા વર્લ્ડનુ ચિત્ર નિર્માણ થયું. આથી જ તો કસ્ટમાઈઝ્ડ હોલીડેઝ, માઈસ ટુર્સ, ડેસ્ટિનેશન વેડિંગમા પણ અમે સફળ થયા છીએ.
પસંદગી પ્રમાણે સહેલગાહ એક ભાગ બન્યો પણ આદત પ્રમાણે પદ્ધતિ પર વીણા વર્લ્ડ થયા પછી વધુ વિચારમંથન કર્યુ. કદાચ તે ત્યારની જરૂર હતી. આપણે ત્યા પર્યટક કઈ રીતે આવશે એ મોટો પ્રશ્ન હતો. ‘ઓછામા ઓછા પૈસામાં વધુમાં વધુ સારી સહેલગાહ’ એ સૂત્ર બન્યુ અને સપ્તખંડની સહેલગાહ માટે એફોર્ડેંબલ ટુરીઝમ દ્વારા વીણા વર્લ્ડનું નામ વધ્યું. સહેલગાહ કાર્યક્રમ, કિંમતો, સર્વિસની બાબતમાં વીણા વર્લ્ડ બેન્ચમાર્ક બન્યુ સપૂર્ણ ભારતીય પર્યટન ક્ષેત્રમા અને કિંમતો પર પણ નિયંત્રણ લાવ્યા તે પર્યટકોની દૃષ્ટિથી સારી બાબત બની. પર્યટકોમાં સહેલગાહ પૂર્વે ચોક્કસ શુ ઘડાય છે તે વિચારમંથનમા એવુ દેખાયુ કે અમુક પર્યટકોને પર્યટનમાં જરા પણ રસ હોતો નથી. કપલમા એક જણ આવો હોય તો બીજા પર્યટન પ્રેમીની ઈચ્છા આપોઆપ દબાઈ જાય છે. અર્થાત, સિંગલ્સ, સિનિયર્સ અથવા વુમન્સ સ્પેશિયલને લીધે તેમની વ્યવસ્થા થઈ ગઈ છે તે અલગ વાત છે. અમુક પર્યટકોની બાબતમા પર્યટન અન્ન વસ્ત્ર છત અને શિક્ષણની પાર તેટલો જ મહત્ત્વનો ભાગ હોય છે. આ પર્યટનપ્રેમીઓ પોતાના મહત્ત્વના સપના સાથે જગભ્રમતી કરવાના, અમુક એક દેશ જોવાના સપના સેવે છે. તેમનુ એક ઈચ્છાચિત્ર મન:પટલ પર કોરી રાખે છે. તે પ્રમાણે પૈસાનુ નિયોજન કરે છે. આ લોકો વ્યવસ્થાપન કુશળ પ્રકારના હોય છે. બધુ જ સમયસર નક્કી કરીને પાર પાડવાનુ તેમને ગમે છે. વેલ પ્લાન્ડ-મોસ્ટ ઓર્ગેનાઈઝ્ડ એવા આ લોકો હોય છે. તેમની તે વેલ પ્લાન્ડ બાબતને અમે ‘સેવિંગ્સ’ની દિશા આપી અને જમ્બો ડિસ્કાઉન્ટ પ્રકાર લાવ્યા. જેટલું વહેલુ બુકિંગ કરશો તેટલા પૈસાની બચત અને અમુક બેનિફિટ્સના તેઓ હકદાર બને છે. આ બાબતને પર્યટકોએ ઉપાડી લીધી અને છેલ્લા પાચ વર્ષ જમ્બો ડિસ્કાઉન્ટની લોકપ્રિયતા સતત વધી રહી છે. અમને એડવાન્સમાં અમુક એક બિઝનેસની ગેરન્ટી મળે છે, એરલાઈન્સ-ટ્રાન્સપોર્ટર્સ-હોટેલિયર્સ સાથે નેગોસિયેશન્સ કરવા માટે શક્તિ મળે છે. તે અમારા એસોસિયેટ્સને પણ ખાતરી થયા પછી તેમનુ આગળનુ કામ આસાન બને છે. એકંદરે જમ્બો ડિસ્કાઉન્ટ ટ્રિપલ વિન ફોર્મ્યુલા ત્રણેય માટે નીવડ્યો છે, પર્યટક-વીણા વર્લ્ડ-એસોસિયેટ્સ માટે, વિન-વિન-વિન સિચ્યુએશન.
વીણા વર્લ્ડ પાચ વર્ષની થયા પછી અમે જ્યારે પાછળ વળીને જોયુ ત્યારે ધ્યાનમાં આવ્યુ કે કંપની બ્રેક-ઈવનની નજીક વહેલી પહોંચશે, પણ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે તેમા વીણા વર્લ્ડને પર્યટકોએ ખુશીથી સ્વીકાર્યુ હતુ. ‘આ બ્રાન્ડ પર આપણે વિશ્વાસ રાખી શકીએ’ એવી છાપ વીણા વર્લ્ડેં પર્યટકોના મનમા ઊભી કરી. આ બધુ સાકાર થવા માટે ટીમની જરૂર પડે છે, જે વીણા વર્લ્ડ ટીમ અને ભારતમા દુનિયાભરના જોડાયેલા એસોસિયેટ્સનુ નેટવર્ક વીણા વર્લ્ડની પડખે રહ્યુ અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે શૂન્ય ડેટાબેઝ પરથી વીણા વર્લ્ડ પાસે ચાર લાખ પર્યટકોનો ડેટાબેઝ તૈયાર થયો હતો. ડેટા ઈઝ વેલ્થ, ડેટા ઈઝ પાવરના આ જમાનામાં આ ડેટાબેઝને અનન્ય સાધારણ મહત્ત્વ છે. અનેક ટ્રેન્ડ્સ આ ડેટાના એનાલિસિસમાંથી અમને અભ્યાસમાં મળ્યા. પર્યટક ક્યારે બુકિંગ કરે છે તે અમારા મનની ઉપરછલ્લી કલ્પનાને હવે સંખ્યાશાસ્ત્રનો આદાર મળ્યો હતો અને બાબતો વધુ સ્પષ્ટ થતી હતી. તે રીતે અમારી સ્ટ્રેટેજીમાં ફેરફાર થતા હતા. યુરોપ અમેરિકાના બુકિંગ પર્યટકો નવ-દસ મહિના પૂર્વે કરવા તૈયાર હોય છે, જ્યારે ઓસ્ટ્રેલિયા જાપાન ચાયના માટે આ સમયગાળો પાચ-છ મહિના અગાઉનો હોય છે. સાઉથ ઈસ્ટ એશિયા અને ભારત માટે આ સમયગાળો બેથી ત્રણ મહિના અગાઉનો હોય છે. આથી જ તો જાન્યુવારીની સમર ઓફરનો અમારો ભાર એશિયાની - ભારતની સહેલગાહ પર વધુ હોય છે. વધુ એક બાબત અમને ખાસ જણાઈ કે બહુ અગાઉથી બુકિંગ કરનારા પર્યટકોની સંખ્યા ત્રીસ ટકા છે. વ્યવસ્થિત, એટલે કે, બહુ અગાઉથી નહીં અને મોડેથી પણ નહીં એવા પર્યટકોની સંખ્યા પચાસ ટકા છે, એક-દોઢ મહિના પૂર્વે એટલે કે વિઝા વગેરે કરવાના હોય તો દોડધામ થાય છે પણ સહેલગાહમાં જવા મળે છે એવી રજા મળવાની અડચણ ધરાવનારા અથવા રજા મોડેથી સેન્કશન થાય છે એવા પર્યટકો ીંદર ટકા છે અને આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા પાચ વર્ષમાં દર વર્ષે અડધા ટકાથી વધતી એક નવી પર્યટનપ્રેમી પેઢી તૈયાર થઈ રહેલી જોવા મળે છે, જે આજ-અભી-ઈસી વક્તવાળી પેઢી છે. અમને હમણા જ જવુ છે, ક્યા લઈ જાઓ છો બોલો એવી પેઢી. વીણા વર્લ્ડની ટેગલાઈન ખરા અર્થમા આ પેઢી જ જીવી રહી છે, ‘ચલો, બેગ ભરો, નિકલ પડો!’ આ જનરેશન અને તેમનુ પ્રમાણ પાચ ટકા છે. ‘ઈન્સ્ટન્ટ’વાળી મન:સ્થિતિ અને ‘નો લીવ્ઝ’વાળી પરિસ્થિતિ એવી ચલો, બેગ ભરો, નિકલ પડો! જનરેશન વધી રહી છે.
અમારા મનગમતા ગુણી કલાકાર જિતેન્દ્ર જોશીએ એક કિસ્સો મને કહ્યો તે યાદ આવ્યો. તે કહે છે, ‘હુ ક્યારેય નક્કી કરીને સહેલગાહ પર નીકળતો નથી. સમય મળે એટલે સીધો જ એરપોર્ટ પર જાઉં છુ, મળે તે વિમાન પકડુ છુ, તે વિમાન જ્યા લઈ જાય ત્યા જાઉં છુ અને ઊતર્યા પછી મળે તે દિશામા, જેમ જોઈએ તેમ મન મૂકીને ભટકુ છુ. થાકીને લોથપોથ થાઉં છુ પણ મનથી ટોટલી રિફ્રેશ થાઉં છુ અને ઘરે પાછો આવુ છુ.’ ‘વાહ! ક્યા બાત હૈ.’ આપણે બધાએ આ રીતે જ ભટકવુ જોઈએ. જિતુ જોશીનુ ભટકવુ અને આ‘ચલો, બેગ ભરો, નિકલ પડો!’ જનરેશનમા મને એકસમાનતા દેખાઈ. દર વર્ષે અડધો ટકાથી વધતી આ જનરેશન દુર્લક્ષિત કરી શકાય એમ નથી. હવે પાચ ટકા, એટલે કે, હાલની પરિસ્થિતિમા અમારા વર્ષના પાચ હજાર પર્યટકો છે. આ લાસ્ટ મિનિટ જનરેશન માટે અમે લઈ આવ્યા છીએ, ‘લાસ્ટ મિનિટ વીણા વર્લ્ડ’ તેમના માટે વિન-વિન સિચ્યુએશન. વીણા વર્લ્ડની સહેલગાહ બહુ અગાઉથી હાઉસફુલ થાય છે તે વાસ્તવિકતા છે અને તે પર્યટકોનો પ્રેમ છે. હમણા પણ સમરમા યુરોપ અમેરિકાની સોથી વધુ સહેલગાહ પૂરી ભરાઈ ગઈ છે. જોકે અમારી પાસે પણ ક્યારેક અમુક સહેલગાહમા થોડી સીટ્સ ખાલી જાય છે. ત્યા ઘણુ નુકસાન થાય છે. જે સહેલગાહમા શક્ય છે ત્યા આવી બેથી ચાર સીટ્સ આવા ‘લાસ્ટ મિનિટ’વાળા અમારા ‘ચલો, બેગ ભરો, નિકલ પડો!’ પર્યટકો માટે થોડા ડિસ્કાઉન્ટના દરે આપવાનુ અમે નક્કી કર્યુ છે. અમારૂ નુકસાન ટળશે અને જે પર્યટકને લીધે ટળ્યુ તેને ઓછી કિંમતમા સહેલગાહ મળશે. વિન-વિન સિચ્યુએશન સતત નિર્માણ કરતા રહેવુ અમારૂ કામ છે. તો પર્યટકો, આવી જે સીટ્સ રહી જાય તો અમે તે સહેલગાહના એક અઠવાડિયા પૂર્વે પર્યટકો માટે ખુલ્લી કરીશુ. હવે બેગ ભરીને જ રાખો. કોને ખબર, ક્યારેક તમારા મનની એકાદ સહેલગાહ ‘સ્ટીલ દ ડીલ’મા તમને મળી પણ શકે છે. આ માટે veenaworld.com પર તમે ચેક કરતા રહેવુ જોઈએ. હેવ અ હેપ્પી સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.