ચાયના વિશે અમને પર્યટકો પૂછે છે, ચાયનામાં ગમે તે ખાય છે, અમને ખાવા મળશે? અમે સંપૂર્ણ શાકાહારી છીએ. આર્થિક રીતે દુનિયા પર વર્ચસ્વ સ્થાપિત કરનાર આ દેશ ટુરીઝમ તરફ દુર્લક્ષ કઈ રીતે કરી શકે?
ચીન અને ભારતની જનસંખ્યા દુનિયા માટે વરદાન નીવડી છે. 100 કરોડથી વધુ જનસંખ્યા યુરોપ, અમેરિકા, એશિયાના સૌના માટે મોટી બજાર બની ચૂકી છે. ભદ્ર વર્ગ સમજતા અને પોતાની જીતમાં મશગૂલ રહેતા પશ્ર્ચિમી દેશો, થર્ડ વર્લ્ડ અને ડેવલપિંગ નેશન્સ જોતજોતાંમાં દુનિયાની આર્થિક મહાસત્તા બનવા નીકળેલા ચાયનાનું મહત્ત્વ માનવા લાગ્યા. આપણે ઈન્ડિયા - ચાયનાનું ચિન્ડિયા અથવા બંનેની થતી સરખામણીમાં ધન્યતા માનતા રહ્યા. ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ કહેતાં કહેતાં ચીન બધી બાબતમાં આપણા કરતાં અનેક વર્ષ આગળ નીકળી ગયો અથવા આપણી તેમની સાથે તુલના કે સરખામણી થઈ જ નહીં શકે એ વાસ્તવિકતા સમજવા અથવા સમજી લેવાની હિંમત આપણું મન કરતું નથી. ભારતની જનસંખ્યાનું મહત્ત્વ આપણી પહેલાં ચાયનાએ પારખી લીધું. તેમણે તેમની જનસંખ્યાનો ઉપયોગ ઉત્પાદન વધારવામાં કર્યો. દુનિયાની અને ખાસ કરીને ભારતની- ભારતીયોની નાની નાની જરૂરિયાતો ઊંડાણથી અભ્યાસ કરીને આટલા મોટા પ્રમાણમાં પ્રોડકશન શરૂ કર્યું અને તે અવિશ્ર્વસનીય લાગે એટલી કિંમતમાં આપણને આપવાનું શરૂ કર્યું કે આપણે ત્યાંનાં કારખાનાંઓએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં. આપણે ત્યાં દિવાળીમાં મીણબત્તી અને આકાશકંડીલ ચાયનામેડ આવવા ભાગ્યા અથવા હાલમાં જ યોજાયેલા ‘યોગા ડે’ની જરૂર ધ્યાનમાં રાખીને યોગા મેટ્સનું ઉત્પાદન ચાયનામાં થવું તે બાબતો આપણી નિત્યક્રમની નાની જરૂરતો પર ચાયનાએ કરેલા આક્રમણની હલકી ઝાંખી આપણને આપે છે. જો હવે આપણે આપણી માનસિકતા અને ધોરણોમાં વ્યાપક ફેરફાર નહીં કર્યા અને ઝડપથી મહત્ત્વ સમજવામાં નહીં આવે તો આ ચાયનીઝ ડ્રેગનની ભીંસમાંથી બહાર આવવાનું અશક્ય તો ઠીક પણ નેક્સ્ટ ટુ ઈમ્પોસિબલ બની જવાનું છે. આ નિરાશાવાદ નથી પરંતુ વાસ્તવિકતા છે.આપણે એટલા વ્યસનને આધીન અને ચાયનાને આધીન થઈ ગયા છીએ કે આપણને ધ્યાનમાં પણ નહીં આવે અથવા આંખો પર પટ્ટી બાંધવાને લીધે અથવા આપણે જ નિર્માણ કરેલા આભાસમાં મશગૂલ રહેવાને લીધે આ દિવસો જોવા પડી રહ્યા છે.
તમે કહેશો, "વીણા આ જે તે દેશોનો મામલો છે, તારો અહીં શો સંબંધ છે?, તું ટુરીઝમ પર લખતી રહે ને. કરેક્ટ! પણ મારું વેપાર સાહસિક મન શાંત બેસતું નથી. દેશ ચલાવવો મારા માટે કંપની ચલાવવા જેવું લાગે છે, તેની વ્યાપ્તિ મોટી હોય છે એટલો જફરક છે. ચાયનાએ દુનિયાની બજારને પોતાની તરફ વાળતી વખતે અથવા તેની પર કબ્જો જમાવતી વખતે બધા બિઝનેસ પ્રિન્સિપલ્સનો ઉપયોગ કર્યો છે કે પછી સફળતા મેળવવા માટે અથવા જીત છીનવી લેવા માટે ગમે તે અથવા કોઈ પણ સ્તરે જવાનો ચાયનીઝ દષ્ટિકોણ છોડતાં અથવા તે આત્મસાત ન કરતાં જે અન્ય અનેક બાબતો ચાયનાએ કરી છે. તેનો અભ્યાસ કરવાનું દરેક નાના- મોટા ઉદ્યોગોની દષ્ટિએ બહુ મહત્ત્વનું છે અથવા ઉદ્યોગોના સિલેબસમાં તે હોવા જ જોઈએ. શત્રુ હોય કે મિત્ર, સારી બાબતો કોઈની પાસેથી પણ આત્મસાત કરવાની આદત આપણે દરેકે કેળવી લેવી જોઈએ.
ચાયના વિશે આટલી પ્રસ્તાવના કર્યા પછી હવે હું ટુરીઝમ તરફ આવી રહી છું. અર્થાત, ‘વ્હોટ્સ ફોર મી’ એ ક્યારેય ભૂલવાનું નહીં. ચાયનાએ આપણા દેશ પર આક્રમણ કરીને આપણને, દેશને પાંગળા બનાવીને ઉત્પાદનની લડાઈમાં પાછળ મૂકી દીધા છે. તે જ રીતે ચાયનાએ ટુરીઝમની બાબતમાં પણ કર્યું છે. આથી જ ચાયનાની પર્યટન નીતિ અમારે માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ પર્યટન સ્થળે પહોંચો, આપણને અગાઉ ત્યાં ટોળાબંધ ચાયનીઝ પર્યટકો દેખાશે. તો આપણે સૌપ્રથમ દુનિયાભરમાં હરતાફરતા રહેતા ચાયનીઝ પર્યટકો વિશે વાત કરીએ. આ પછી ચાયનામાં પર્યટન વિશે અને ચાયના-ભારતના પર્યટન ક્ષેત્રની તુલના સંબંધે વાતો કરીશું.
બે વર્ષ પૂર્વે થાઈલેન્ડ પાયમાલ થઈ ગયો હતો, કારણ કે ચાયના ગવર્નમેન્ટે વટહુકમ જારી કર્યો હતો કે ચાયનીઝ પર્યટકો થાઈલેન્ડમાં જઈ નહીં શકે. બે દેશ વચ્ચે ટુરીઝમ સંબંધમાં રાજકીય બગાડને કારણે આવું બન્યું હતું. હવે ચાયનાએ થાઈલેન્ડમાં ટુરિસ્ટ મોકલાવવાના બંધ કરી દીધા હતા, જેને લીધે થાઈલેન્ડનો ટુરીઝમમાં મહત્ત્વનો ઉદ્યોગ પડી ભાંગ્યો. થાઈલેન્ડે આ બાબતમાં ચાયના સામે રીતસર નમવું પડ્યું અને ચાયનાથી થાઈલેન્ડમાં આવતા પર્યટકોને આકર્ષવા માટે જહેમત ઉઠાવવી પડી. થાઈલેન્ડે ચાયના સામે આટલું ઝૂકવાનું કારણ "જેમની પાસેથી વધુ બિઝનેસ મળે છે તેમની પાસે વધુ ધ્યાન,’ આ સ્વાભાવિક માનસિકતા છે. ટુરીઝમમાં આંકડાવારી અનુસાર થાઈલેન્ડમાં જતો એક ભારતીય સરેરાશ ત્રણસો ડોલર્સ ખર્ચે છે, જ્યારે ચાયનામાંથી આવનારો એક પર્યટક માથા દીઠ તેરસો ડોલર્સ ખર્ચે છે. પ્રતિ પર્યટક થાઈલેન્ડની ઈકોનોમીમાં અંદાજે 900થી 1000 ડોલર્સનો ઉમેરો કરનારા ચાયનીઝ પર્યટકોનું સ્વાગત વધુ નહીં થાય તો જ નવાઈ. આ ફક્ત થાઈલેન્ડમાં જ નહીં પણ બધા જ દેશોમાં તમને દેખાશે. આ રીતે ચાયનીઝ માણસો દુનિયાની ટુરીઝમ ઈન્ડસ્ટ્રી ચલાવવામાં મહત્ત્વના¡ રોલ ભજવતા હોય છે. તેનું આગમન બંધ થવું તે કોઈ પણ ટુરીઝમ દેશને પરવડનારું નથી. ચાયનામાંથી વિદેશમાં જનારા અને દુનિયા ફરનારા ચાયનીઝ પર્યટકોની સંખ્યા દસ કરોડ છે. હવે તમે જ કહો કે દુનિયા આ પર્યટકો તરફ દુર્લક્ષ કઈ રીતે કરી શકે છે.
ચાયના એક ભવ્ય દેશ છે, વિવિધતાથી સજેલો દેશ છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિથી સબળ છે છતાં ચાયનામાં વિદેશી પર્યટકો માટે પર્યટન ઈ સ. 1970 ના દાયકામાં શરૂ થયું. તે અગાઉ ચાયનાએ દુનિયાથી પોેતાને અલિપ્ત કર્યો હતો. જોકે આ રીતે પોતાને અલિપ્ત રાખવાથી પ્રગતિ નહીં થાય, પરંતુ દુનિયા સાથે ચાલીને જ દુનિયાની આગળ રહી શકાય એ આ દૃઢ લોકોએ પારખ્યું અને દુનિયા માટે ચાયનાનાં દ્વાર ખોલી નાખ્યાં. જોકે આ કરતી વખતે ટુરીઝમની બાબતમાં તેમણે સંપૂર્ણ ચીન પર્યટકો માટે ખોલી નાખવા સાથે જ્યાં વધુમાં વધુ પર્યટનલક્ષી સ્થળો છે ત્યાં ઈતિહાસ, ભૂગોળ, ભવિષ્યનું ઉત્તમ ચિત્ર પર્યટકોને દેખાશે એવાં બીજિંગ શિયાન, શાંઘાય જેવાં મહત્ત્વનાં શહેરો એકદમ ચોખ્ખાચણક બનાવી દીધાં છે. આખો ચાયના ટુરીઝમની દષ્ટિથી ડેવલપ કરવાનું શક્ય બન્યું ન હોત. ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવો ઘાટ નહીં થાય તે માટે જ આ સ્ટેપ બાય સ્ટેપ અપ્રોચ તેમણે અંગીકાર કર્યો હોવો જોઈએ અને તે 100 ટકા સક્સેસફુલ સ્ટ્રેટેજી નીવડી છે એવું કહી શકાય. ચાયનામાં હું પહેલી વાર ગઈ ત્યારે મારી પણ આંખો ચમકી ઊઠી હતી. અદ્ભુત, ભવ્ય, દિવ્ય, અલ્ટ્રામોડર્ન આર્ટ, સાયન્સ, સંસ્કૃતિ, પરંપરાનું એટલું ઉત્કૃષ્ટ ચિત્ર જોવા મળ્યું કે આપણે હજુ તેમની પાસેથી ઘણું બધું શીખવાનું બાકી છે એવું લાગે છે. કટ્ટર દેશપ્રેમ તો જ્યાં ત્યાં જોવા મળે છે.દુનિયામાં બધે જ ફરતી વખતે તેની જાણ થાય છે. શક્યત: ચાયનીઝ માણસ અન્યો સામે ચાયનાની બદનામી કરતો નહીં જોવા મળશે. આવા આ અનોેખા દેશમાં વર્ષમાં કેટલા વિદેશી પર્યટકો આવતા હશે ખબર છે? લગભગ છ કરોડ. આથી ટોટલ એમ્પ્લોઇમેન્ટ જનરેશન સાત કરોડ છે.આપણા વિવિધરંગી ભારતમાં આવતા પર્યટકોની સંખ્યા ફક્ત એંશી લાખ છે. આ પરથી આપણને ખ્યાલ આવશે.
તો હાલમાં અમારી પૈસા વસૂલ સહેલગાહમાં ઓસ્ટ્રેલિયા દોઢ લાખમાં, અમેરિકા દોઢ લાખમાં, જાપાન સવા લાખમાં, રશિયા એક લાખમાં અને ‘ચાયના પણ એક લાખમાં લાવ્યા છીએ,’ જેમાં બીજિંગ, શિયાન, શાંઘાઈનો સમાવેશ કર્યો છે. તેની પહેલી સહેલગાહ 18 સપ્ટેમ્બરે છેે. 11 નવેમ્બર સુધી બુકિંગ ચાલુ છે. આ લાખ મોલના ડ્રેગનની મુલાકાત લેવી હોય તેઓ ચાલો અને હા, ચાયનામાં જમવાના, ભાષાના પ્રોબ્લેમ્સ તમે વાંચ્યા હશે તો ચિંતા શેની. તમને અમે ભારતીય ભોજન આપીશું. મોટા ભાગે બધાં જ સ્થળે અને સંગાથે એક્સપર્ટ ટુર મેનેજર મુંબઈથી મુંબઈ છે અને ત્યાંના દુભાષી લોકલ ગાઈડ્સ પણ જોડે રહે શે. સો નોટ ટુ વરી!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.