સહેલગાહમાં પરિપૂર્ણ સ્થળદર્શન હોય, જે જે મહત્ત્વનું છે તે બધું સમાવિષ્ટ હોય, સહેલગાહ પરથી પાછા આવ્યા બાદ કોઈએ એવું નહીં કહેવું જોઈએ કે, ‘શું વાત કરો છો? ત્યાં જઈને તમે આ જોયું નહીં?’ ટૂંકમાં પર્યટકોએ ભરેલાં નાણાંનું પૂરેપૂરું વળતર આપવાની વીણા વર્લ્ડની રીત છે અને તે કન્ટિન્યુ રહેશે, કારણ કે અમારા પર્યટકોને તે ગમે છે. પણ...
‘છસાત આઠ’ અથવા ‘સાત આઠ નવ’ અથવા ‘આઠ નવ દસ’ એ મેજિક નંબર્સ છે. આ મેજિક નંબર્સ પર સહેલગાહના દરેક દિવસના કાર્યક્રમ વ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવે છે. ‘છ સાત આઠ’ મેજિક નંબર્સનો અર્થ છે ‘સવારે છવાગ્યે જાગવાનું, સાત વાગ્યે બ્રેકફાસ્ટ પર આવવાનું અને આઠ વાગ્યે સ્થળદર્શન માટે પ્રસ્થાન કરવાનું.’ સહેલગાહ એટલે તે જનરલી છ સાત આઠ અથવા સાત આઠ નવ એવી જ લગભગ હોય છે. કારણો અનેક છે. હાલમાં વીણા વર્લ્ડનો વિચાર કરાય તો મારી પોતાની ઈચ્છા એવી હોય છે કે પર્યટકો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમણે વધુમાં વધુ જોવું. પાછા આવ્યા બાદ કોઈએ તેમને એમ નહીં પૂછવું જોઈએ, ‘અરે, તમે આ જોયું જ નહીં?’ ખરેખર તો આ બધું જ જોવા માટે એક જીવન પણ ઓછું પડી શકે છે. હવે તો પર્યટકોમાં ‘તમે કેટલા દેશ જોયા અને મેં કેટલા જોયા?’ આ બાબતે રીતસર રેસ લાગી છે. અમારા ટુર મેનેજર્સે પચાસ દેશ જોઈ લીધા છે અને આ ટુર મેનેજર્સના મેનેજર વિવેક કોચરેકરે મને લાગે છે કે ૭૮ દેશ અને અર્થાત સાતેય ખંડ પૂરા કર્યા છે. હવે ૧૧ ઓગસ્ટે અમારા પર્યટકોને લઈ આઈસલેન્ડ જીતવા માટે વિવેક નીકળી રહ્યો છે. આથી તેના અને અમારા પર્યટકોની આંકડાવારીમાં આ નવા દેશનો ઉમેરો થવાનો છે. કહેવાનો મુદ્દો એ છે કે આપણા ભારતનાં અનેક રાજ્યો અને ભૂતળ પરના આટલા બધા દેશો જોવાના હોવાથી પર્યટકો સર્વસાધારણ રીતે એક દેશમાં અથવા એક શહેરમાં એક જ વાર જશે. આવા સમયે તેમને વધુમાં વધુ બતાવવું એક પર્યટન સંસ્થા તરીકે અમારી ફરજ છે. બધાને ફાવશે નહીં એવી અમુક એડવેન્ચર એક્ટિવિટીઝને બાદ કરીએ તો બધું જ અમારી સહેલગાહમાં સમાવિષ્ટ હશે. પર્યટકોને જોઈતું બધું જ મળશે, કારણ કે આખરે તેમની મહેનતના પૈસા છે અને અમારે તેમણે ચૂકવેલાં નાણાંનું સંપૂર્ણ વળતર આપવાનું છે. આપવું જ જોઈએ. બાર વર્ષ પૂર્વે મહિલાઓની અને સિનિયર્સની સહેલગાહની જરૂર જણાઈ. તે શરૂ કર્યા પછી આજે પણ દુનિયાભરમાં અને ભારતભરમાં મોટે પાયે ચાલી રહી છે. આ પૂર્વે હનીમૂન ટુર્સ સંકલ્પના લાવ્યાં તે પણ નવવિવાહિતોએ આજ સુધી ચાલુ રાખી છે અને ગૌરવ કર્યું છે. ચાર વર્ષ પૂર્વે યંગસ્ટર્સની, એટલે કે, વીસથી પાંત્રીસ વયજૂથની માગણી આવી સિંગલ્સ સ્પેશિયલ ટુર્સની જે પણ હવે પ્રચલિત થઈ ચૂકી છે. આ સિંગલ્સ પર્યટકો આગામી મહિને લેહ લડાખમાં નીકળી રહ્યા છે. વીકેન્ડ સ્પેશિયલ ટુર્સ, વાઈલ્ડ લાઈફ ટુર્સ, ફેસ્ટિવલ ટુર્સ, કોર્પોરેટ ટુર્સ, ઈન્ડિયા ઈનબાઉન્ડ ટુર્સ (ફોરેનર્સ માટે), કસ્ટમાઈઝ્ડ હોલીડેઝ જેવી અનેક નવી નવી સંકલ્પના સમયાંતરે અમે અમલમાં મૂકી છે. હવે ગયા અઠવાડિયે સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિઓ માટે ટુર્સ લઈને આવ્યાં છીએ. વ્યક્તિ તેટલી પ્રકૃતિ, જેથી જ્યાં જ્યાં જે જે સહેલગાહની જરૂર જણાય છે ત્યાં ત્યાં તે તે સહેલગાહની બાંધણી અમે કરતાં આવ્યાં છીએ. અને પર્યટકોના મન:પૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે આજ સુધી આ બધી નાવીન્યપૂર્ણ સંકલ્પનાઓને પ્રચંડ ટેકો આપ્યો છે.
વધુ એક સામાજિક જરૂર આ પર્યટનની બાબતમાં અમને જણાઈ અથવા મુંબઈના એક પ્રતિથયશ વ્યાવસાયિકે મારા ધ્યાનમાં લાવતાં કહ્યું, ‘વીણા, અમે એક-બે સહેલગાહમાં તમારી જોડે જઈને આવ્યા, બધું જ અમને ગમ્યું, નો ડાઉટ તમારા ટુર મેનેજર્સ અમારા માટે ઘણું બધું કરે છે, પરંતુ અમને થોડી સ્લો પેસ્ડ સહેલગાહ આપી શકાશે? અજમાયશ તો કરી જુઓ. બિઝનેસ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસથી પ્રવાસ, ફાઈવ સ્ટાર હોટેલમાં મુકામ, અડધો દિવસ અથવા ક્યારેક આખો દિવસ આવું સ્થળદર્શન, એકદમ બધું જોવુંં જ જોઈએ એવું નથી અને ત્યાંની લોકલ ફાઈન ડાઈનિંગ રેસ્ટોરેન્ટમાં જમવાનું અથવા ત્યાંના બધા અલગ એક્સપીરિયન્સ જો ઈન્ક્લુડ કરવામાં આવે તો જુઓ. અને ગ્રુપ જરા નાનો રાખો. જોકે તમારા ટુર મેનેજર અમને અચૂક જોઈએ છે!’ એક્ચ્યુઅલી તેમણે લક્ઝરી ટુરની સંપૂર્ણ સંકલ્પના મારી સામે રજૂ કરી. લાંબા સમયથી આ મનમાં હતું, પરંતુ એક યા બીજા કારણસર તે પાછળ રહી ગયું અથવા કદાચ આ સહેલાહના ગ્રાહકો મળશે કે? એવો ડર પણ મનમાં હોઈ શકે છે. હવે એવું લાગે છે કે કદાચ પાંચ-સાત વર્ષ પૂર્વે કર્યું હોત તો ‘અહેડ ઓફ ટાઈમ’ થયું હોત. જોકે ‘નાઉ ઈટ્સ ધ રાઈટ ટાઈમ ફોર લોન્ચિંગ વીણા વર્લ્ડ લક્ઝરી ટુર્સ.’ પર્યટકોના રિસ્પોન્સ પ્રમાણે એક-એક કરીને અમે આ લક્ઝરી ટુર્સનાં ડેસ્ટિનેશન્સ અને સંખ્યા વધારીશું.
હાલનું મોસ્ટ હેપનિંગ સ્થળ સિંગાપોર નીવડ્યું છે. મરિના બે સેન્ડસ, ગાર્ડન્સ બાય ધ બે, રિસોર્ટ વર્લ્ડ, યુનિવર્સલ સ્ટુડિયોઝ જેવાં નવાં નવાં આકર્ષણોને લીધે અગાઉ જઈ આવેલા પર્યટકો માટે પણ સેકંડ ટાઈમ મુલાકાત લેવા જેટલું ઉત્કૃષ્ટ ડેસ્ટિનેશન બન્યું છે અને ત્યાં જ અમે સૌપ્રથમ વીણા વર્લ્ડની લક્ઝરી ટુર લઈને જઈ રહ્યા છીએ આ દિવાળીની રજાઓમાં. બિઝનેસ ક્લાસથી મુંબઈ- સિંગાપોર-મુંબઈ પ્રવાસ, ઉત્કૃષ્ટ ફાઈવ સ્ટાર હોટેલમાં મુકામ, એક સહેલગાહમાં વધુમાં વધુ વીસ પર્યટકો, સંગાથે વીણા વર્લ્ડનો એક્સપીરિયન્સ્ડ ટુર મેનેજર, ઈન્ડિયન, ચાયનીઝ, સિંગાપોરિયન, ઈટાલિયન અને થાઈ ભોજનનો આસ્વાદ આપણા હોટેલની રેસ્ટોરેન્ટમાં તેમ જ ત્યાંથી પ્રતિથયશ રેસ્ટોરેન્ટમાંં, મરીના બે સેન્ડ્સ સ્કાય ડેક, ગાર્ડન્સ બાય ધ બે ટ્રી રેસ્ટોરેન્ટ, ક્લાર્ક કી પોપ્યુલર ઈટરીઝ જેવા અલગ અલગ અનુભવો આ સિંગાપોરની ચાર દિવસ ત્રણ રાતની સહેલગાહમાં આપવાનો અમારો પ્રયાસ છે. સહેલગાહની સંપૂર્ણ માહિતી વેબસાઈટ પરથી મળી રહેશે. આ ઉપરાંત વધુ કોઈ માહિતી જોઈતી હોય તો ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૨ ૭૯૭૯ પર સંપર્ક કરો. એક ધ્યાનમાં રાખો કે આ સહેલગાહમાં ફક્ત વીસ જ જગ્યા છે. આથી નિર્ણય જલદી લેવાનો રહેશે. શુભસ્ય શીઘ્રમ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.