થોડા દિવસ પૂર્વે અબુ ધાબી ટુરીઝમનું શિષ્ટમંડળ અમારી કોર્પોરેટ ઓફિસમાં તેમના એતિહાદ એરલાઈન્સ રિપ્રેઝેન્ટેટિવ સાથે આવી ચઢ્યું અને અબુ ધાબીનું પ્રેઝેન્ટેશન આપ્યા પછી અમારા બધાના જ મુખેથી એક પ્રશ્ન આવ્યો ‘આટલું બધું છે અબુ ધાબીમાં?’ પ્રગતિની ગતિ એટલે શું તે તેમની પાસેથી શીખવું જોઈએ.
દર અઠવાડિયે આ લેખ માટે કયો નવો વિષય લેવો? સતત એકાદ નવી સહેલગાહ માગતા અમારા પર્યટકો માટે કઈ નવી સહેલગાહ લાવવી? વર્તમાન સહેલગાહોમાં શું નવું એડિશન કરી શકાશે? એકાદ આઉટડેટેડ સ્થળદર્શન કાઢી નાખી શકાશે? સહેલગાહના કોમ્બિનેશન્સ કઈ રીતે અલગ અલગ કરી શકાશે? જેથી એક પછી એક સહેલગાહ કરતી વખતે રિપીટેશન નહીં થાય, આ માટે મારી સાથે આખી વીણા વર્લ્ડ ટીમ પણ કાયમ નવી નવી બાબતો શોધતી હોય છે. હાલની દુનિયામાં જે ગતિથી બધું બની રહ્યું છે, બદલાવ આવી રહ્યો છે. ન્યૂ અપડેટ્સ અને અપગ્રેડ્સે આપણા જીવનને ગતિ આપી છે. અર્થાત તેનો ઉપયોગ કરીને આપણાં કામોમાં-વ્યવસાયમાં આપણને ગતિ લાવતાં આવડવી જોઈએ. આ રોજ નવું નવું આપણી સામે ઊભી રહેનારી- જીવન વધુ આસાન બનાવતી અનેક બાબતોનો ઉપયોગ આપણને વિધાયક કામો માટે કરવાનું ફાવવું જોઈએ. તો જ ઈન્ટરનેટ જેવી બાબતો વરદાનરૂપ છે. અન્યથા કશું બોલવાની જરૂર નથી, આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ.
આપણે જે કરીએ તેમાં સતત રોજ નવું નવું કાંઈક કરવા માટે હવે વીણા વર્લ્ડ ટીમ સુસજ્જ બની છે. એકાદ સહેલગાહનો કાર્યક્રમ જો થોડાં વર્ષ તેમ જ હોય તો હવે અમારા ટુર મેનેજર્સ કે પ્રોડક્ટ ડિઝાઈનિંગ ટીમ આગ્રહ કરવા લાગી છે કે, ‘ચાલો હવે કાંઈક નવું લાવીએ, કાંઈક અલગ એડ કરીએ.’ કોઈ પણ સંસ્થામાં ‘પરિવર્તન’ અથવા ‘ચેન્જ’ સાકાર કરતી અને સ્વીકારનારી માનસિકતા હોય તો તે સંસ્થાની વૃદ્ધિ કોઈ રોકી શકે નહીં. વીણા વર્લ્ડ શરૂ થયા પછી અમે પહેલી વાર અમુક સૂત્રો અને ધોરણો બનાવ્યાં હતાં. તે ઉપરાંત અને સમય આવે તેમાં થોડો બદલાવ લાવીને અમે ઓગેકૂચ જારી રાખી અને આજે પાંચ વર્ષ પછી તેનાં ફળ દેખાવાં લાગ્યાં છે.
થોડા સમય પૂર્વે વીણા વર્લ્ડની કસ્ટમાઈઝ્ડ હોલીડે ડિવિઝનના એક નાવીન્યપૂર્ણ સહેલગાહ કાર્યક્રમમાં બેસ્ટ આઈટિનરી માટે ફ્રાન્સ ટુરીઝમ બોર્ડ તરફથી ‘ફ્રેન્ચ એમ્બેસેડર’ એવોર્ડ મળ્યો હતો. આ અઠવાડિયામાં પચ્ચીસ સપ્ટેમ્બરે ભારતના યુએસએ ટુરીઝમ બોર્ડના ઈન્ડિયા મિશનનું નિમિત્ત સાધીને વધુમાં વધુ પર્યટકો ઉત્કૃષ્ટ સહેલગાહ કાર્યક્રમ દ્વારા યુએસએમાં લઈ જવા બદલ વીણા વર્લ્ડને યુએસએ ટુરીઝમ તરફથી ‘ગોલ્ડ એવોર્ડ’ આપીને ગૌરવાન્વિત કરવામાં આવી. એવોર્ડ મળ્યો એટલે ભૂલી જવાનું અને નવેસરથી ફરીથી જોશભેર કામે લાગી જવું એ વીણા વર્લ્ડની રીત છે. આથી એવોર્ડનો રૂઆબ છાંટવાનો નહીં પણ સારી નાવીન્યપૂર્ણ આઈટિનરીઝ જે તે દેશોના સંબંધિત શિષ્ટમંડળ પાસેથી શાબાશી મેળવી રહી છે તે ઉત્સાહવર્ધક બાબત છે, જે બદલાવની માનસિકતા સ્વીકારનારી અમારી આખી ટીમ માટે તેમણે કરેલાં સારાં કામોની પહોંચ હોવાથી તે મહત્ત્વપૂર્ણ છે.
અમેરિકા માટે અમારી પાસે બહુ ઓછા સહેલગાહ કાર્યક્રમ હતા, પરંતુ આ વર્ષે સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા મળીને કુલ ૧૯ અલગ અલગ પદ્ધતિની સહેલગાહ અમે પર્યટકો માટે લાવ્યા છીએ. સાઉથ અમેરિકા- બ્રાઝિલ-આર્જેન્ટિનાથી વેસ્ટ ઈન્ડીઝ, કેરેબિયન આઈલેન્ડ્સ, મેક્સિકો, હવાઈ, અલાસ્કા, કેનેડા અને યુએસએ સુધી એકથી એક સહેલગાહનો ખજાનો નિર્માણ થયો તે બદલાવ ઘડવાનો અને કરવાનો ઉત્સાહ ધરાવતી માનસિકતાને લીધે છે. યુએસએ કાયમ આઈટિનરીઝમાં પણ યેલોસ્ટોન નેશનલ પાર્ક અને માઉન્ટ રશમોર અમારી મુખ્ય સહેલગાહોમાં લીધી, જ્યારે યુએસએ બાય રોડની વધુ એક નાવીન્યપૂર્ણ સહેલગાહ પણ લાવ્યાં. અમુક સહેલગાહોમાં ટૂંક સમયમાં જ હાઉસફુલનાં બોર્ડ લાગી ગયાં છે અને હા, આગામી વર્ષની સમર સીઝનની વાત હું કરી રહી છું.
‘યુરોપમાં તો અલીબાબાની ગુફા જ છે,’ એવું કહી શકાય તેટલા કોમ્બિનેશન્સ છે. વેસ્ટર્ન યુરોપની ત્રેવીસ દિવસથી પાંચ દિવસની સહેલગાહ છે. ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, જર્મની, લક્ઝેમ્બર્ગ, ફ્રાન્સ, સ્વિટઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, લિશ્ટનસ્ટાઈન, ઈટાલી, મોનેકો, સ્પેન, વેટિકનના મોસ્ટ ડિમાન્ડના દેશોની સહેલગાહના આ કોમ્બિનેશન્સ આપણી પસંદગી અને સુવિધા અનુસાર અને બજેટ અનુસાર પર્યટકો પસંદ કરતા હોય છે. તે પછી સામાન્ય રીતે પર્યટકો સ્કેન્ડિનેવિયા રશિયાની સહેલગાહ કરે છે. આજકાલ ત્રીજા નંબર પર સેન્ટ્રલ અને વેસ્ટર્ન યુરોપ આવે છે, જેમાં પોલેન્ડ, જર્મનીનો ઈસ્ટર્ન ભાગ, એટલે કે, બર્લિન, ઝેક, સ્લોવાકિયા, સ્લોવેનિયા, ક્રોએશિયા, હંગેરી, મોન્ટેનિગ્રો દેશો પાસે પર્યટકો વધુ ઝુકાવ ધરાવતા હોવાનું દેખાયું છે. ચોથા નંબર પર સ્કોટલેન્ડ આયર્લેન્ડ વેલ્સ, સ્પેન પોર્ટુગલ મોરોક્કો અથવા ઈજિપ્ત ગ્રીસ ટર્કી પર પર્યટકો પસંદગી ઉતારે છે. નવી બાલ્ટિક- બાલ્કન અને યુરેશિયન યુરોપની સહેલગાહનો પણ ઉમેરો થયો છે. ગ્રુપ ટુર્સ માટે વીણા વર્લ્ડ પાસે યુરોપ ખંડ માટે પંચોત્તેર પ્રકારની સહેલગાહ છે. આથી યુરોપ પ્રેમીઓને ખુશ થવામાં વાંધો નથી. જોકે ધ્યાનમાં રાખો કે યુરો વધી રહ્યો છે પણ હજુ અમે ભારતીય રૂપિયામાં સહેલગાહની સંપૂર્ણ રકમ ભરવાની સુવિધા પાછળ ખેંચી નથી. આથી શુભસ્ય શીઘ્રમ.
આજે એશિયામાં સિંગાપોર વધુમાં વધુ ભારતીયોને આકર્ષિત કરી રહ્યું છે પણ તેના આ વર્ચસને ટક્કર મારવા માટે દુબઈ સુસજ્જ છે. રીતસર રણમાંથી દુબઈની સુવર્ણનગરી ‘એક અદ્વિતીય પર્યટન નગરી’ તરીકે ફક્ત દસ વર્ષમાં ઊભી થઈ ગઈ છે. સિંગાપોર-મલેશિયા સ્પર્ધાની જેમ જ અબુ ધાબી-દુબઈની બાબતમાં પણ બની રહ્યું છે. થોડા દિવસ પૂર્વે અબુ ધાબી ટુરીઝમનું શિષ્ટમંડળ અમારી કોર્પોરેટ ઓફિસમાં તેમના એતિહાદ એરલાઈન્સ રિપ્રેઝેન્ટેટિવ સાથે આવી ચઢ્યું અને અબુ ધાબીનું પ્રેઝેન્ટેશન આપ્યા પછી અમારા બધાના જ મુખેથી એક પ્રશ્ન આવ્યો ‘આટલું બધું છે અબુ ધાબીમાં?’ પ્રગતિની ગતિ એટલે શું તે તેમની પાસેથી શીખવું જોઈએ. લુવ્ર મ્યુઝિયમ, શેખ ઝાયેદ મોસ્ક, એમિરેટ્સ પેલેસ, એતિહાદ ટવર, કેપિટલ ગેટ, વોર્નર બ્રધર્સનું મુવી વર્લ્ડ, ફેરારી વર્લ્ડ આ બધું અબુ ધાબીમાં છે. તમે પણ છક્ક થઈ ગયા ને! દિવાળીની રજાઓમાં અને ક્રિસમસની રજાઓમાં તેથી જ અમે ફક્ત અબુ ધાબીની સહેલગાહ શરૂ કરી રહ્યાં છીએ. ફુલ્લ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ પેકેજ.
બદલાવની માનસિકતા અને તેને લીધે ઘડાતા રોજ નવા નવા બદલાવ પ્રગતિ પથ પર લઈ જાય છે તેના દાખલા આપણી સામે રૂઆબથી ઊભા છે. આપણી આશાઓ વધારી રહ્યા છે. આપણા ઘરમાં આચારવિચારમાં સતત નવું નવું સારું હકારાત્મક કાંઈક લાવતા રહીએ તો કોણ આપણી સફળતાની સીડી પર ચઢવાથી આપણને રોકી શકશે? લેટ્સ ચેન્જ ફોર ધ ગૂડ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.