એઝ અ લીડર અન્યોના ગુણદોષ ઓળખીને તેમાંના દોષોને દુલર્ક્ષિત કરીને તેમના ગુણોને અગ્રતા આપીને તેમાં છુપાયેલો હીરો શોધવાનું કામ મને ફાવશે? આ સ્વ:પરીક્ષા પણ લેતા આવડવી જોઈએ પોતે જ પોતાની પરીક્ષણ લેવાનું એ મહત્ત્વનું અસ્ત્ર અમે અમારે માટે ઉપયોગ કરી રહ્યા છીએ, જે અત્યંત પ્રભાવશાળી છે. હવે તો પાંચ વર્ષ થયાં છે. પહેલીમાં પ્રવેશ મેળવવા અમે પાત્ર બન્યા છીએ કદાચ...
‘સાદી રહેણીકરણી અને ઉચ્ચ વિચારસરણી’ આ સર્વસાધારણ રીતે બધાને મનગમતો સુવિચાર અથવા જીવનશૈલી છે. આમાંથી ‘ઉચ્ચ’ શબ્દને કાઢીને તેના બદલે ‘ઉત્તમ’ વિચારસરણી જે સૌને ગમશે ફાવશે એવી રજૂઆત અમે અમારા માટે કરી છે. દરેક જણ સંત મહાત્મા બની નહીં શકે પણ એક સારી વ્યક્તિ- ‘અ ગૂડ હ્યુમન બીઈંગ બનવાનું શક્ય છે. સીધુંસાદું આસાન ગૂંચ વિનાનું જીવન જીવતાં આવડવું જોઈએ. અને તે માટે વીણા વર્લ્ડમાં દરેકને કમસેકમ તેમની પ્રોફેશનલ લાઈફમાં આપણે તેવું પ્લેટફોર્મ તૈયાર કરી આપી રહ્યા છીએ? આ વિચાર મનમાં ઘૂંટાતો હોય છે. આમ જોવા જઈએ તો વીણા વર્લ્ડ યંગ એન્ડ ફ્રેશ એવી ઓર્ગેનાઈઝેશન છે. પાંચ વર્ષમાં ઘણું બધું કર્યું અથવા પાંચ વર્ષમાં હજુ ઘણું બધું કરતાં આવડ્યું હોત એવી સંમિશ્ર ભાવના, હાલની દુનિયાની એકંદર ગતિ જોઉં છું ત્યારે ઉદ્ભવે છે. વ્યવસાય કહીએ એટલે તેની વૃદ્ધિ થવી જ જોઈએ, તેની સાથે સંલગ્ન ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ વ્યક્તિઓની પ્રગતિ, સંલગ્ન ઉદ્યોગોની વૃદ્ધિ, ગ્રાહકોની ખુશી આ બાબતો બેગણી થવી જોઈએ. કામથી, અનુભવથી, જવાબદારીથી જે કાંઈ એક-બે સ્તરની રજૂઆત કરવી પડે તેટલું જ, અન્યથા બધાની સાથે સીધો સંવાદ થાય છે. આથી મેનેજર્સ અથવા ઈનચાર્જ એટલે જે માણસો નવાઓને ઘડવાના છે તે અમે બધા આ અઠવાડિયે મળી રહ્યાં છીએ. જે આદતો, નીતિમૂલ્યો, નિયમ, સિદ્ધાંત આ બધાના બળ પર અમે માર્ગક્રમણ કર્યું, જે મોટે ભાગે સફળ નીવડ્યું તે બધાનું વિચારમંથન કરીને ફરી એક વાર બધાને એક સમાન ટ્રેક પર આવવું બધાના માટે મહત્ત્વનું છે. એક દિશા, એક ભાષા, એક ગોલની પકડ વધુ મજબૂત બનાવવી અને બધાને સમાન દોરામાં પરોવતી વખતે દરેકની ઈન્ડિવિજ્યુઆલિટીનું જતન, તેમની કલ્પકતાને અવકાશ આપવો, ઉત્સાહને અખંડ વહેવા દેવો આ બાબતોનું ભાન પણ રાખવાનું. શારીરિક, માનસિક, વૈચારિક સ્પેર પાર્ટસ ફિટ કરવાના અને આગળ વધવાનું, કારણ કે માણસો વ્યવસ્થિત હોય, વિચારોની દિશા પાક્કી હોય તેને પ્રામાણિક આ ચારની સાથ હોય તો આંકડા, પ્રગતિ, પૈસા, પ્રસિદ્ધિ આ બાબતો આપોઆપ મળતાં જાય છે, તેમની પાછળ જવું પડતું નથી તે આપણે રોજબરોબજના જીવનમાં અનુભવીએ છીએ.
વ્યવસાયની વૃદ્ધિ કરતી વખતે તેના પર વિચારમંથન કરવામાં આવે છે. ‘ઓલ્ડ પ્રોડક્ટ-ઓલ્ડ માર્કેટ, ઓલ્ડ પ્રોડક્ટ-ન્યૂ માર્કેટ, ન્યૂ પ્રોડક્ટ-ઓલ્ડ માર્કેટ અને ન્યૂ પ્રોડક્ટ-ન્યૂ માર્કેટ’ એવો બધી બાજુથી વિચાર કરીને પછી જ સ્ટ્રેટેજી આંકવામાં આવે છે. વ્યવસાય જેમ આગળ વધે છે તેમ માણસો તેની સાથે જોડાતા જાય છે, સંસ્થા જોડાતી જાય છે, નાના વ્યાવસાયિકો જોડાતા જાય છે અને દરેકની ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી સંપૂર્ણ અથવા આંશિક આપણા પર આવે છે. સો આવી મહેનત લેનારી જે અમારા સહિત સર્વ મેનેજર્સ અને ઈનચાર્જીસની ટીમ છે તે પહેલીવાર અમે ફિટ એન્ડ ફાઈન કરી રહ્યાં છીએ. અંતે માણસો જ જો બદલાવ ઘડવાના હોય તો આપણે દરેકે પોતાને આ મેટ્રિક્સની જેમ ચેક કરવામાં શું વાંધો છે? તો આ મેટ્રિક્સ છે, ‘લૂક ઓલ્ડ-ફીલ યંગ, લૂક યંગ ફીલ ઓલ્ડ, લૂક ઓલ્ડ-ફીલ ઓલ્ડ અને લૂક યંગ-ફીલ યંગ,’ છે કે નહીં એકદમ ઈન્ટરેસ્ટિંગ? લેહ લડાખ જેવી સહેલગાહ પર ક્યારેક યુવાનોને હું થાકતી વખતે જોઉં છું ત્યારે પંચોતેર વર્ષનાં દાદીમા એકદમ ઉત્સાહી દેખાય છે. ઉત્સાહ નૈસર્ગિક રીતે શરીરમાં કેળવવા માટે જીવનને-આદતોને વિચારોને ચેનલાઈઝ કરતાં આવડવું જોઈએ, તે માટે અમે જે મહત્ત્વની બાબતો શીખી રહ્યા છે તે છે, ‘સમયસર આવવાનું અને સમયસર ઘરે જવાનું, સમયસર કામો પૂરાં કરીને.’ અગાઉ હું પોતે અને ઘણા બધા અમારા મેનેજર્સ સવાર સવાર સુધી કામો કરતાં. જોકે તેમાં અમે બહુ જ ઘસડાઈ ગયાં. તે જ કામ ફોકસ્ડ અને ઓર્ગેનાઈઝ્ડ પદ્ધતિથી સમયસર કરી શકાતું હતું, પરંતુ ‘મિડનાઈટ ઓઈલ બર્ન કર્યા વિના કામો થઈ જ નહીં શકે’ આ ઙ્કકડ આખી પેઢી પર એટલી જબરદસ્ત બેસી ગઈ હતી કે આજે પણ સમયસર ઘરે જવાનું કહીએ એટલે આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને એવું થોડું ગિલ્ટી ફીલિંગ આવે છે. જોકે છેલ્લાં ‘ચાર-પાંચ’ વર્ષમાં બધાએ મળીને ઝડપભેર જે કામો કર્યાં છે તેને લીધે હવે આત્મવિશ્વાસ વધ્યો છે, કારણ કે આ ચાર વર્ષમાં અમે મોટે ભાગે સમયસર ઘેર જતાં હતાં, સમયસર સૂતાં હતાં, જેને લીધે ખરા અર્થમાં દિવસમાં જાગતાં રહેતાં હતાં, ઉત્સાહમાં કામ કરતાં હતાં, ઘણાં બધાં કામો તેને લીધે સમય પૂર્વે પૂર્ણ થતાં હતાં. એટલે કે, ઉત્સાહ સફળતાની ચાવી છે અને તે ઉત્સાહ મોટી-નાની ટીમ્સમાં, એટલે કે આખી ઓર્ગેનાઈઝેશનમાં સળસળતો રહેવો જોઈએ. એક વાર આ ઉત્સાહનો ફુવારો આપણા અંતરમનમાં અને શરીરમાં કેળવાતો જાય એટલે મન મજબૂત બનવામાં અને કોઈ પણ પ્રોબ્લેમ્સ અને ચેલેન્જીસને ફેસ કરવા આપણે તૈયાર રહીએ છીએ અને પછી બાબતો આપણને જોઈએ તે રીતે ઘડવા લાગે છે. ફ્રેશ, યંગ અને એનર્જેટિક હોવાથી અમારી માનસિક સ્થિતિ જ એટલી મસ્ત હોય છે કે આજે દિવસમાં પચ્ચીસ પ્રોબ્લેમ્સ આવે તો પણ હસતાં હસતાં તેનો ઉકેલ લાવવાની અમારી તૈયારી હોય છે અને પછી પચ્ચીસને બદલે પંદર જ આવે તો અમે વધુ ખુશ થઈએ છીએ.’ અમારા ટેન કમાન્ડમેન્ટ્સમાં ‘એમ આય પોપ્યુલર?’ એવો એક પ્રશ્ન છે, જે આપણે પોતાને પૂછીને પોતાનું મૂલ્યમાપન કરવા માટે છે. આ જ રીતે એઝ અ લીડર અન્યોના ગુણદોષ ઓળખીને તેમાંના દોષોને દુલર્ક્ષિત કરીને તેમના ગુણોને અગ્રતા આપીને તેમાં છુપાયેલો હીરો શોધવાનું કામ મને ફાવશે? આ સ્વ:પરીક્ષા પણ લેતા આવડવી જોઈએ. પોતે જ પોતાની પરીક્ષણ લેવાનું એ મહત્ત્વનું અસ્ત્ર અમે અમારે માટે ઉપયોગ કરી રહ્યા છીએ, જે અત્યંત પ્રભાવશાળી છે. હવે તો પાંચ વર્ષ થયાં છે. પહેલીમાં પ્રવેશ મેળવવા અમે પાત્ર બન્યા છીએ કદાચ. અસલ શિક્ષણ તો હવે મળવાનું છે. આથી આ શાળા પ્રવાસ માટે તમારી શુભેચ્છા હકથી માગી રહી છું. હેવ અ ગ્રેટ સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.