‘બીટ્વીન દ લાઈન્સ’ શુ કહે છે આ પત્ર? ‘સહેલગાહ સારી થઈ,’ ‘ઈટ વોઝ ઓકે!,’ ‘ઈટ વોઝ સુપર્બ!’ ‘ફેન્ટાસ્ટિક એક્સપીરિયન્સ!...’ અમારા પર્યટકોના કોઈ પણ પત્રમાથી તેમણે શુ લખ્યુ તેના કરતા તે પત્ર શુ બોલે છે આપણી સાથે તે જાણવાની આદત પડી ગઈ છે. પ્રોમિસ કર્યા પ્રમાણે પર્યટકોને બધુ મળ્યુ કે? તે જોવાની જરૂર હોતી નથી, કારણ કે તે આપવાનુ નિશ્ચિત છે. જો કે તેમને મજા આવી કે? તેઓ મન:પૂર્વક ખુશ થયા કે? આ પ્રશ્ન હોય છે.
પહલે કા નામોનિશાન મિટા દો! કહીએ તો આ થોડી નકારાત્મકતા બાજુ ઝૂકતી લાઈન છે. એટલે કે કાયમના સવાદમા, ‘કિસી કો મિટાને કે બજાય આપ ખુદ ઊંચે ઉઠો સબસે!’ એવુ કહેવુ તે સસ્કૃતિ છે અથવા તે બધાની બાબતમા હોવુ જોઈએ. આમ છતા આ વાક્ય મારુ મનગમતુ વાક્ય છે અમારા ટુર મેનેજર્સના ટ્રેનિંગ સેશનમાનુ. અને આ નકારાત્મક વાક્ય બહુ સકારાત્મક પરિણામ કરી જાય છે તેથી તે અમે મુખ્ય સૂત્ર બનાવ્યુ છે. આપણી દરેક સહેલગાહ ઉત્તમ થવી જોઈએ. પર્યટકોને તેમની અગાઉની સહેલગાહ કરતા વધુ આનદ તેમા મળવો જોઈએ. સહેલગાહ કાર્યક્રમ અનુસાર નક્કી થયેલી સર્વિસીસ આપવી તે વીણા વર્લ્ડનુ કામ છે. તેમા કોઈ પણ ભૂલ નહીં થાય તે માટે પ્રોડક્ટ ટીમ, એર રિઝર્વેશન ટીમ, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ ટીમ, વિઝા ટીમ અને લોજિસ્ટિક ટીમ સતત કાર્યરત હોય છે. આથી નક્કી થયેલો કાર્યક્રમ પાર પડે છે. ઓપેરા હાઉસ કહો, નાયગરા ફોલ્સ કહો, આયફેલ ટાવર કહો કે રાજસ્થાન ચિત્તોડગઢ કહો, મનાલીનુ હિડિંબા ટેમ્પલ અથવા સિંગાપોરનુ મર્લાયન આ બધુ પર્યટકોને અમે અથવા અન્ય કોઈ સહેલગાહ કપનીએ બતાવ્યુ છે, તે તેવુ જ દેખાવાનુ છે, ત્યાની એક્ટિવિટીઝ તેવી જ હશે, વીણા વર્લ્ડ તરીકે અમે તેમા કોઈ ફેરફાર કરી નહીં શકીએ. સહેલગાહના કાર્યક્રમ અનુસાર સહેલગાહ પાર પાડવી તેમા અલગ કશુ નથી, પરતુ પાચ વર્ષમા વીણા વર્લ્ડ પાસે ભારતની સૌથી વધુ પર્યટક ગ્રુપ ટુર્સ દ્વારા પર્યટન કરતી વખતે દુનિયાના દરેક પર્યટન સ્થળે શા માટે દેખાય છે? આ પ્રશ્ન છે.
હવે તે માટે સસ્થા, સસ્કૃતિ, નૈતિક મૂલ્ય, પ્રામાણિકતા, પારદર્શકતા, પર્યટન ક્ષેત્ર એ જ અતિમ ધ્યેય માનનારી ટીમ, દરેક બાબત માટે ફોકસ્ડ ડિપાર્ટમેન્ટ્સ અને પર્યટક સર્વશ્રે: ભાવનાનુ જતન કરનારુ આસપાસ એ બાબત છે જ. જોકે આમ છતા તે મને ટેક્નિકલ લાગે છે, કારણ કે આજના વૈશ્વિકીકરણમા ટકી રહેવાનુ હોય તો આ બાબતો બેસિક છે. કોઈ પણ કપની માટે-પ્રગતિ માટે તે અત્યાવશ્યક છે. પછી ચોક્કસ તે કયુ ડિફ્રન્શિયેટિંગ ફેક્ટર છે જે વીણા વર્લ્ડને પર્યટકોમા મોસ્ટ પોપ્યુલર બનાવવામા સિંહફાળો આપે છે? તો તે છે ‘વીણા વર્લ્ડ ટુર મેનેજર.’ તે અમારી ટીમની મજબૂત શક્તિ છે. ચારસો પચાસ જણની દે ધનાધન ટીમ દેશવિદેશમા, સાત સમુદ્ર પાર, એકદમ સપ્તખડ પર પણ વીણા વર્લ્ડનો ઝડો લહેરાવે છે. આ ટુર મેનેજર્સની ટીમ અમારી પોતાની છે, ફુલ્લી હોમ ગ્રોન, કલ્ચર્ડ, ટોટલી કમિટેડ અને અનુભવી. હવે ચારસો પચાસ જણની ટીમ હોવાથી તેમની પાછળ નેચરલી એક અદૃશ્ય એવી સ્પર્ધા છે. તે હેલ્ધી કોમ્પીટિશન તરીકે રહેવી જોઈએ તે તરફ અમારો અને તેમનો, એટલે કે, સપૂર્ણ ટુર મેનેજર્સ ટીમનો જ પ્રયાસ હોય છે. ‘એકબીજાની મદદત કરી ચાલો’ એ માર્ગ તેઓ બધા જ અપનાવે છે. આમ છતા મને ટુર મેનેજર તરીકે મારી ટીમના ચારસો પચાસ કરતા વધુ ઉત્તમ બનવાનુ છે એવુ મારુ ‘ટુર મેનેજર’ તરીકે ‘મિશન’ છે. હુ મારા કર્તૃત્વથી, લગનથી, બોલચાલથી, વર્તણૂકથી, સેવા આપીને, પર્યટકોને તેમની સહેલગાહનુ સપૂર્ણ આનદિત વળતર આપીને બધા કરતા ઉત્તમ નીવડીશ એવી આકાક્ષા અને સ્પર્ધા હોવી જ જોઈએ અને તેને હુ પણ પ્રોત્સાહન આપુ છુ, કારણ કે અતે પ્રશ્ન પર્યટકોનો છે, તેમના આનદનો છે, ખુશીનો છે. આજકાલ પર્યટકો વર્ષમા ત્રણથી ચાર સહેલગાહ કરે છે નાની-મોટી, દેશમા અથવા વિદેશમા. દરેક વખતે અમારા ટુર મેનેજર્સ ટીમમાના અલગ ટુર મેનેજર પર્યટકોની સગાથે હોય છે. આવા સમયે પર્યટકો અગાઉના ટુર મેનેજરના વખાણ કરીને આ ટુર મેનેજરનુ સ્વાગત કરે છે. પહેલી મુલાકાતથી જ તેમની અગાઉના વીણા વર્લ્ડ ટુર મેનેજર્સ અને આજની સહેલગાહના ટુર મેનેજર એવી તુલના ચાલુ રહે છે મનમા ને મનમા અથવા ખુલ્લેઆમ પણ. આવા સમયે સત્વપરીક્ષા હોય છે, પ્રેશર પણ હોય છે કે જો હુ અપેક્ષામા પાર નહીં પડુ અથવા પૂરી નહીં પડુ તો શુ થશે? કારણ અલ્ટિમેટ ધ્યેય પર્યટકોને તેમની અગાઉની બધી સહેલગાહ કરતા વધુ ખુશી આપવાનુ કામ મારી પર આવેલુ હોય છે. હુ, સુધીર, સુનિલા, નીલ મળી અમે બધા ટુર મેનેજર્સ હતા ને બધાએ જ આ પ્રેશર અનુભવ્યુ છે. હવે અમારી જગ્યા અમારા વિવેક અને ટીમ ટુર મેનેજર્સે લીધી છે. તેમની પરનુ પ્રેશર હુ સમજી શકુ છુ પણ તેથી જ પૂર્વતૈયારી સાથે પોતાના અનુભવ અને ક્ષમતા પર વિશ્વાસ રાખીને પ્રયાસોની પરાકા:ા કરીને આ સહેલગાહ એટલે પર્યટકોના જીવનનો એક બેસુમાર આનદનો સમયગાળો હશે એવી દરેક ટુર મેનેજર્સની માનસિકતા દરેક સહેલગાહ વખતે હોવી જોઈએ અને અગાઉના ટુર મેનેજર્સને તેઓ ભૂલી જાય તેટલી જ આ સહેલગાહ ઉત્તમ થવી જોઈએ એવો દરેક સહેલગાહનો અતિમ ગોલ હોવો જોઈએ અને તેથી જ હુ કાયમ, ટ્રેનિંગ સેશન્સ વખતે કહુ છુ, ‘પહલે કા નામોનિશાન મિટા દો!’ માહોલ જો હકારાત્મક હોય તો નકારાત્મક વાક્ય પણ એક મજબૂત પિલર છે, જેની પર વીણા વર્લ્ડ ઊભુ છે.
અમારા દરેક ટુર મેનેજર વીણા વર્લ્ડનો એક મજબૂત પિલર છે, જેમની પર વીણા વર્લ્ડ ઊભુ છે. અગાઉ ભારતની સહેલગાહમા અસિસ્ટન્ટ ટુર મેનેજર તરીકે આ ટીમ મેમ્બરનો વીણા વર્લ્ડમા પ્રવેશ થાય છે. તે પછી પહેલા સિનિયર મોસ્ટ અને મોસ્ટ પોપ્યુલર એવા ટુર મેનેજર્સ પાસેથી અને અમારી પાસેથી તેમને ક્લાસરૂમ ટ્રેનિગ આપવામા આવે છે. ભારતમા કાશ્મીર કુલુ-મનાલીથી નોર્થ ઈસ્ટ આસામ ભૂતાન નેપાળ સુધી તેમ જ ગુજરાત રાજસ્થાનથી કેરળ આદામાન સુધી ત્યાની સહેલગાહમા રહેતા ટુર મેનેજર્સ સાથે આ અસિસ્ટન્ટ ટુર મેનેજરને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામા આવે છે. અનેક સહેલગાહમા આવા અસિસ્ટન્ટ ટુર મેનેજર તરીકે પર્યટકોની વાહવાહ મેળવે પછી તેમને થોડા ઈઝી સેક્ટર જોઈને ટુર મેનેજર તરીકે જવાબદારી સોંપવામા આવે છે. ટુર મેનેજર તરીકે આ પરીક્ષા તેઓ પાસ થાય એટલે પછી ભારતની અલગ અલગ સહેલગાહમા ટુર મેનેજર તરીકે તેમની કસોટી થાય છે. એક વાર આ છોકરો અત્યત ઉત્તમ પરફોર્મન્સ આપવા લાગે એટલે તેને તેની ભાષામા કહીએ તો પ્રમોશન મળે છે ઈન્ટરનેશનલ ટુર પર. સાઉથ ઈસ્ટ એશિયા, મોરિશિયસ, ચાયના, દુબઈ થયા પછી જાપાન, ઓસ્ટ્રેલિયા અને તે પછી યુરોપ, અમેરિકા, સાઉથ અમેરિકાના દ્વાર તેમા માટે ખૂલી જાય છે. અર્થાત, તેમા અમે હુ ઈન્ડિયન ટુર મેનેજર, તુ ઈન્ટરનેશનલ ટુર મેનેજર એવી ઊંચ-નીચતા રાખી નથી. યુરોપમા જનારો ટુર મેનેજર અષ્ટવિનાયક ટુર પણ કરે છે અથવા અમેરિકામા જનારો ભૂતાનમા પણ જાય છે. અનુભવ અનુસાર સહેલગાહના એલોટમેન્ટ થાય છે. બધા એક લેવલ પર ‘ટુગેધર વી ગ્રો’ને બધાયેલા હોય છે. કામ એ કામ છે. તેમા નાનુ-મોટુ એવુ કશુ નથી. હુ પણ ક્યારેક જુનિયર હતી ત્યારે મને પણ કોઈકે ઉપર લાવવામા મદદ કરી છે એ વાત ભૂલી નહીં જવી જોઈએ. અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે મારુ શિક્ષણ ભારતની માટીમા જ થયુ છે, આજે હુ યુરોપ, અમેરિકા કરુ છુ છતા મારી માટીને-મારા દેશને મારે ભૂલી નહીં જવો જોઈએ અને દુનિયામા ગમે તેટલા મોટા દેશમા હુ ફરવા જાઉં છતા મને મારો દેશ ક્યારેય નાનો નહીં લાગવો જોઈએ, મારી પાસેથી ભૂલમા પણ ક્યારેય ભારત વિશે અપશબ્દ અથવા કોઈ પણ નકારાત્મક તુલના નહીં થવી જોઈએ તેનુ સખતાઈથી પાલન કરવાના આ અમુક મૂલ્યો છે, જે પહેલા શિસ્ત તરીકે દરેકમા કેળવણી કરવામા આવે છે અને પછી તે તેમના આચારવિચારનો ભાગ બની જાય છે. દર વર્ષે બે થી ત્રણ ટ્રેનિંગ-રિફ્રેશિંગ સેશન્સ આ માટે લેવામા આવે છે. વીણા વર્લ્ડ ટુર મેનેજર અથવા ટીમ મેમ્બરનો સિક્કો માથે લાગ્યા પછી તે સસ્કૃતિને-નીતિમત્તાને- પારદર્શકતાને કેળવવા જ પડે છે. અમારા ટુર મેનેજર્સ આ ટ્રેનિંગ સેશનને ‘શાળા’ કહે છે. નાઈલાજ છે. પર્યટકો તેમના મહેનતના પૈસા ચૂકવીને સહેલગાહ પર આવે છે, જેથી તેમને તેમની અપેક્ષા કરતા વધુ આનદ આપવો તે અમારા, એટલે કે, ટુર મેનેજર્સનુ કામ છે, બાય એન્ડ લાર્જ તે પાર પાડવામા આવે છે, પરતુ ક્યાક જો કોઈ ડિરેલ થાય તો તેને તાત્કાલિક લાઈન પર લાવવુ તે અમારૂ કામ છે. શિસ્તને વિકલ્પ નથી. અર્થાત આવી પરિસ્થિતિ અમારી પર ભાગ્યે જ આવે છે, જે અમારૂ સદ્ભાગ્ય છે.
તો વીણા વર્લ્ડના ટુર મેનેજર્સ પર્યટકો માટે ચોક્કસ શુ કરે છે? આ પ્રશ્ન પર્યટન ક્ષેત્રની કપનીઓને અચૂક થાય છે. તો તે મુબઈ થી મુબઈ અને સહેલગાહના બધા સ્થળે તમારી સગાથે હોય છે. તમે ક્યાય અટક્યા-મૂઝવણમા મુકાયા તો તમારૂ માર્ગદર્શન કરે છે. કોઈને ઈંગ્લિશ આવડતુ નહીં હોય, કોઈનો પહેલો વિમાન પ્રવાસ હોય, કોઈ પહેલી વાર ભારતની બહાર જવા માટે નીકળ્યા હોય, મનમા થોડો ડર હોય તેવા સમયે મન:પૂર્વક તમને સાથ આપવા માટે તમારી સગાથે તે રહે છે. ડિઝનીલેન્ડ પાર્ક હોય કે બોલીવૂડ પાર્ક, યુનિવર્સલ સ્ટુડિયોઝ હોય કે એમ્સ્ટરડેમનુ ટ્યુલિપ ગાર્ડન્સ હોય, તે પાર્કની અદર પણ તમારા માર્ગદર્શન માટે તમારી સગાથે હોય છે. આખા દિવસનો કાર્યક્રમ વ્યવસ્થિત પાર પાડવા માટે જે ટાઈમ મેનેજમેન્ટ જોઈએ તેમા તે એક્સપર્ટનો રોલ ભજવતો હોય છે. ટૂકમા તમને કોઈ પણ અડચણ નહીં આવે, તમારી દોડદામ નહીં થાય તે માટે દિવસરાત મહેનત હોય છે. અને તેની સગાથે અમે બધા દિવસના ચોવીસ કલાક અને વર્ષના બારેય મહિને હોઈએ છીએ. ગયા વર્ષે ‘કાહે દિયા પરદેસ’ ટીવી સિરિયલમા વીણા વર્લ્ડ ટુર મેનેજરનુ નામ હતુ ‘મૈ હુ ના!’ તે જ ‘મૈ હુ ના!’ હવે તમને તમારી દરેક ટુર પર સાથ આપશે. હેપ્પી જર્ની!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.