હાલની વૈશ્ર્વિક સ્પર્ધામાં ટકી રહેવાનું હોય તો ‘સ્પીડ ઈનોવેશન કલ્ચર’ એમ ત્રણ મહત્ત્વપૂર્ણ બાબતો છે. આ ત્રણેય બાબતો ઈન્ડિગો એરલાઈન્સના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. તેના પર આધારિત ભાષણ મનને સ્પર્શી ગયું. ભાષણ આટલું જ નાનું હોવું જોઈએ, મુદ્દાસર હોવું જોઈએ અને ખરું હોવું જોઈએ. તો તે સામેના લોકો સુધી અચૂક પહોંચે છે.
ગયા અઠવાડિયામાં ઈન્ડિગો એરલાઈન્સની ટોપ પરફોર્મન્સ મીટ હતી. ક્યાંય પ્રવાસે ગઈ નહોતી, વેન્યુ અમારી ઓફિસથી નજીક હતો, જેથી નહીં જવાનું કોઈ કારણ નહોતું અને ઈન્ડિગો અમારી રોલ મોડેલની એરલાઈન્સ છે. આપણા વ્યક્તિગત અથવા ઓર્ગેનાઈઝેશનલ રોલ મોડેલ્સ હોય છે અને તે એક નહીં અનેક હોઈ શકે છે. એટલે કે, વિશ્ર્વાસ માટે ટાટા, સ્પીડ માટે રિલાયન્સ, રિસ્ક ટેકિંગ એબિલિટી માટે વર્જિન એટલાન્ટિક, ઈનોવેશન માટે ઈન્ડિગો. દુનિયા નજીક આવી છે, જેને લીધે જ્યાં જે સારું છે તે લેવું જોઈએ એવો મારો મત છે. વ્યક્તિગત રોલ મોડેલ્સ શક્યત: જીવિત નહીં હોય તેવી વ્યક્તિ હોવી જોઈએ એવું ક્યાંક વાંચ્યું હતું, કારણ કે એકાદ વ્યક્તિને આપણા રોલ મોડેલ બનાવાય તો આવતીકાલે તે વ્યક્તિની બાબતમાં અલગ જ કાંઈક સાંભળવામાં આવે છે અથવા ધ્યાનમાં આવે છે. આથી જ રોલ મોડેલ તરીકે શિવાજી મહારાજનું એક અટળ સ્થાન લાખ્ખો કરોડોના મનમાં અખંડ છે અને તેને શેહ આપનારી પર્સનાલિટી હજુ પણ દેખાતી નથી. બિઝનેસ લેંગ્વેજમાં ‘બ્રેન્ડ શિવાજી’ એકદમ સ્ટ્રોંગ છે, અનબિટેબલ.
તો હાલના યુગમાં વ્યવસાય વધારવાનો હોય, સતત આગળ રહેવાનું હોય, પ્રયાસોમાં સતત સફળ થવું હોય તો આપણા જેવા જ સામ્યતા ધરાવતા પણ અલગ અલગ ક્ષેત્રના વ્યવસાયોનો અને તે સંસ્થાઓનો આપણે બધાં અભ્યાસ કરતાં હોઈએ છીએ અને તે કરવું વ્યવસાયનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. મને કાયમ એવું લાગે છે કે આપણે જો બિઝનેસમાં હોઈએ તો તે વધવો જ જોઈએ. અને તે વધારવો હોય તો તે માટે આપણા કરતાં મોટા બિઝનેસ સાથે કાયમ આપણે પોતાની તુલના કરવી જોઈએ. આ જ કારણસર ઈન્ડિગોની મિટિંગમાં મન:પૂર્વક આવી હતી. સાડાઅગિયાર વર્ષમાં ઈન્ડિગોએ જે ગગનભેદી છલાંગ લગાવી છે, બધી એરલાઈન્સ જ્યારે ખાસ્સી નુકસાનીમાં ચાલી રહી છે ત્યારે આ સારો નફો પ્રેરણાદાયક છે. અમારી પાસે સતત આ એરલાઈન્સની કેસ સ્ટડી અભ્યાસમાં સમાવાય છે. આથી આ બધું કરવામાં મુખ્ય સહભાગી ઈન્ડિગોના પ્રેસિડેન્ટ અને હોલ-ટાઈમ ડાયરેક્ટર શ્રી આદિત્ય ઘોષનું 20 મિનિટનું ભાષણ સાંભળવું તે હાઈલાઈટ હતી. ‘અમે શું કર્યું? અમે શું કરી રહ્યા છીએ? અને અમે શું કરવાના છીએ?’ આનો સંપૂર્ણ ફેક્ટ્સ એન્ડ ફિગર સાથેનો અહેવાલ જાણે તેમની સામે રાખ્યો. હાલની વૈશ્ર્વિક સ્પર્ધામાં ટકી રહેવાનું હોય તો ‘સ્પીડ ઈનોવેશન કલ્ચર’ એમ ત્રણ મહત્ત્વપૂર્ણ બાબતો છે. આ ત્રણેય બાબતો ઈન્ડિગો એરલાઈન્સના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. તેના પર આધારિત ભાષણ મનને સ્પર્શી ગયું. ભાષણ આટલું જ નાનું હોવું જોઈએ, મુદ્દાસર હોવું જોઈએ અને ખરું હોવું જોઈએ. તો તે સામેના લોકો સુધી અચૂક પહોંચે છે. કાર્યક્રમ પછી શ્રી ઘોષને મળીને તે ઈન્સ્પાયરિંગ ભાષણ વિશે અભિનંદન આપ્યા ત્યારે તેમણે કહ્યું, ‘થેન્ક યુ, ઈટ વોઝ સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ.’
મન:પૂર્વક જે બોલવામાં આવે છે તે જ ભીતર સુધી પહોંચે છે અને તે જ અસલી ખુશી આપે છે. ‘મન:પૂર્વક અથવા ફ્રોમ ધ હાર્ટ’ કરેલી કોઈ પણ બાબત વેડફાતી નથી. તેને સફળતા મળે જ છે. ‘આપણે જે પણ કરીએ તે મન:પૂર્વક કરીશું’ એ રીતનું વાતાવરણ વીણા વર્લ્ડમાં કેળવાઈ રહ્યું છે અથવા તે કેળવવાનો અમે મન:પૂર્વક પ્રયાસ કરી રહ્યાં છીએ. ‘સ્પીડ ઈનોવેશન કલ્ચર’માં સ્પીડ અને ઈનોવેશન આ બાબત પ્રગતિના યંત્રનું બાહ્યાંગ છે, જ્યારે કલ્ચર ઓર્ગેનાઈઝેશનની અને તેમની દરેક વ્યક્તિના અંતરંગનો ભાગ છે. દરેકની બાબતમાં ટૂ પર્સનલ નહીં બનતાં કલ્ચરની-સંસ્કૃતિની કેળવણી કરવાનું કામ સહેલું નથી, પરંતુ મુશ્કેલ કામ કર્યા પછી તેની નિર્ભેળ ખુશી લેવાની ખુશીની કોઈ સીમા હોતી નથી. તે ખુશી દરેકને મળવી જોઈએ તે માટે આ બધી ખટપટ છે.
‘જે પણ કરવું તે મન:પૂર્વક કરવું’ તેની શરૂઆત અથવા મૂળ તે સ્થળે હોતું નથી, પરંતુ થોડાં વર્ષથી અથવા બહુ અગાઉ તેની શરૂઆત થયેલી હોય છે. અને તેથી જ બાળકો ટુરીઝમમાં પ્રવેશ કરે છે ત્યારે પહેલો પ્રશ્ર્ન અમે એ પૂછીએ છીએ કે, ‘તને આ ક્ષેત્ર મન:પૂર્વક ગમતું હોય તો તું અહીં આવ.’ દરેક વ્યવસાયની જેમ અહીં પણ ખૂબ મહેનત અને કષ્ટ છે અને તે કરવાની, તેમાંથી ખુશી મેળવવાની પ્રક્રિયા ત્યારે જ થાય છે જ્યારે આપણને મન:પૂર્વક તે બાબત કરવાનું ગમતું હોય. આથી જ કહેવાય છે કે જેને મનગમતું કામ મળ્યું તે સદનસીબ પણ મળેલા કામની રૂચિ નિર્માણ કરીને મન:પૂર્વક પ્રયાસ કરનારો સદનસીબ ખેંચી લાવીને તે વધુ સફળ થાય છે અને ખુશ પણ થાય છે. આજે જ અમારી પાસે વિદ્યાવિહાર કોર્પોરેટ ઓફિસમાં અસિસ્ટન્ટ ટુર મેનેજર્સના ઈન્ટરવ્યુ ચાલી રહ્યા છે. દર વર્ષે તે ચાલે છે અને સિલેક્ટ થયેલા ઉમેદવારમાંથી લગભગ 60 ટકા આગળ કન્ટિન્યૂ કરે છે. ગ્લેમર જોઈને અથવા દુનિયા ફરવાનાં સપનાં જોઈને બાળકો આવે છે પણ કોઈકનો રોંગ નંબર અચૂક લાગી જતો હોય છે. કોઈકને આટલું કષ્ટ કરવું નથી હોતું તો કોઈકને પ્રવાસ ફાવતો નથી. અને આ 60 અથવા 50 ટકા બંને દૃષ્ટિથી ‘આઈ એમ હેપ્પી’ એવું ચિત્ર દેખાય છે. આ યુવાનો આ ક્ષેત્ર મારું છે અથવા મારું નથી તેવું જેટલું ઝડપથી સમજી લે તેટલું સારું હોય છે. જીવનમાં કરિયરમાં ‘શું કરવું’ તેના ઊંડાણથી ઊતરીને એક ક્ષેત્રને યસ અથવા નો નિર્ણય થઈ જાય છે, સમય બચે છે, વર્ષ બચે છે. તેનો અથવા તેણીનો સમય બચે છે તે રીતે ઓર્ગેનાઈઝેશનનો પણ બચે છે. જનરલી બાળકોનો અને ઓર્ગેનાઈઝેશનનો સમય બગડે નહીં તે માટે અમે ‘રિક્રૂટ-રિવ્યુ-રિએશ્યોર-રિલોકેટ-રિવ્યુ-રિલીઝ’ પ્રણાલી અજમાવીએ છીએ, જેથી તે યુવાનો-યુવતીઓની ‘ક્ષમતા-પસંદગી-રસ-જ્ઞાન’નો સુમેળ સાધીને સારામાં સારું કામ તેઓ કરે. તેમાંથી પોતાનો સંતોષ મેળવશે અને તેમની ઝોળીમાં નિર્ભેળ આનંદ પડશે. વીણા વર્લ્ડ આવા આનંદિત માણસોનું કુટુંબ બની રહ્યું છે અને તે બનાવવાનું છે, કારણ કે વીણા વર્લ્ડ ટીમ આનંદિત હશે તો તે પર્યટકોને વધુ આનંદ આપી શકે છે. વિમાનમાં ‘પહેલી વાર પોતાનું ઓક્સિજન માસ્ક લગાવવું અને પછી બાજુવાળાનું લગાવવું’ તેવો જ આ ઘાટ મને જણાય છે. હું જો પોતે આનંદિત હોઈશ તો જ હું અન્યને આનંદ આપી શકીશ અને પોતાના માટે મન:પૂર્વક આનંદ મેળવવા માટે મન:પૂર્વક કષ્ટ લેવા પડે છે અને મન:પૂર્વક કષ્ટ કરવા માટે મન:પૂર્વક પસંદગીનાં કામોની શોધ કરવી પડે છે અથવા ‘હાથમાં આવ્યું પવિત્ર થયા’ પ્રમાણ મળેલાં કામોમાં મન:પૂર્વક આનંદ મેળવવા માટે પોતાને તલ્લીન કરી દેવા જોઈએ.
મન:પૂર્વક કામ કરવું, મન:પૂર્વક બોલવું, મન:પૂર્વક અન્યની પ્રશંસા કરવી, મન:પૂર્વક અન્યો વિશે લાગણીશીલ બનવું, મન:પૂર્વક હસવું અને આવનારા દરેક દિવસને, પળોને મન:પૂર્વક સ્વીકારવું તે બધું આપણી અંદર મન:પૂર્વક હોવું જોઈએ. તો જ આપણે દરેક બાબતમાં નિર્ભેળ ખુશી મેળવી શકીશું. વીણા વર્લ્ડની વુમન્સ સ્પેશિલ આવો જ નિર્ભેળ આનંદ મેળવી આપે છે, કારણ કે દરેક મહિલાને પર્યટનના માધ્યમથી આપણા ભારતની અને દુનિયાની ઓળખ કરી આપવી, તેણે પોતાને માટે સમય કાઢવો, પોતાની પર પ્રેમ કરવું... આ બધામાંથી વુમન્સ સ્પેશિયલની સંકલ્પના આવી છે અને પ્રત્યક્ષમાં ઊતરી છે. આજે 11 વર્ષ પછી પણ તેની લોકપ્રિયતા બિલકુલ ઓછી થઈ નથી અથવા તે વધી જ રહી છે તેનું કારણ આ એક પ્રામાણિક સ્તુત્ય મહિલાઓને આનંદ આપનારો ઉપક્રમ છે અને જે જ્યારે જ્યારે પૂર્ણતાએ પહોંચે છે ત્યારે ત્યારે તેમાંથી નિર્ભેળ આનંદ અમને પણ મળે છે. સિનિયર સ્પેશિયલ સહેલગાહની બાબત પણ અલગ નથી. જીવનનો ઉત્તરાર્ધ એટલે એક સુવર્ણયુગ અને તે ગોલ્ડન ડેઝ સેલિબ્રેટ કરવાનું અંશત: કામ અમે બધા સિનિયર સીટીઝન્સને દેશની-દુનિયાની ભ્રમંતી કરાવીને કરીએ છીએ. ત્યાં પણ જ્યેષ્ઠ નાગરિકોમાં આનંદ ફુલાવતી વખતે અમને પણ આનંદનો ખજાનો મળે છે. વીણા વર્લ્ડ ટીમ સતત ઉત્સાહી હોય છે તેનું કારણ પણ તે જ હશે, કારણ કે મન:પૂર્વક-ઊંડાણમાં ઊતરીને કરેલાં કામોની પહોંચ મળતી રહે છે.
આવનારી દુનિયાનો, પરિસ્થિતિનો, સ્પર્ધાનો સામનો કરવા માટે આવી નિર્ભેળ આનંદિત પ્રવૃત્તિ નિર્માણ કરવાની જવાબદારી દરેક પરિવારે, દરેક ઓર્ગેનાઈઝેશન, દરેક લીડરે લેવી જોઈએ. તો જ સંબંધિતોનું જીવન સુસહ્ય બની જશે અને તેનાથી નિશ્ર્ચિત જ સુદૃઢ સમાજ નિર્માણ થવા માટે ફૂલ નહિતર ફૂલની પાંખડી નાતે આપણું યોગદાન આપણે સમાજ પ્રત્યે અને દેશ પ્રત્યે આપી શકાશે. તે આપણી રિસ્પોન્સિબિલિટી છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.