‘બેટર-બિગર-ફાસ્ટર-ચીપર-ડિફરન્ટ-ન્યૂ-અનકોમન-હટકે-કૂલ’... આ નિત્યક્રમના શબ્દો બની ગયા છે. અમે ફેસબુક પર એક્ટિવ થવા પૂર્વે જ યુવાનો માટે તે ‘ઓલ્ડ ફેશન્ડ’ થઈ ગયા છે... ઈન્સ્ટાગ્રામ પર નહીં, પણ ઈન્સ્ટા પર નહીં હોવું એટલે ‘યુ આર આઉટડેટેડ’નો સિક્કો અમારા ભાવિ જનરેશને અમારી પર બહાલ કર્યો છે. અગાઉ વિદેશ પ્રવાસ એટલે ઘરમાં એક પ્રકારનો ઉત્સવ હતો. વિઝા કરવા, કપડાંલતાની તૈયારી, પાડોશીઓનાં, આપ્તજનો-નિકટવર્તીઓનાં સૂચનો-સલાહ એમ હળતુંમળતું વાતાવરણ ખીલી ઊઠતું હતું. વિદેશ પ્રવાસ એટલે કમસેકમ પંદર દિવસ એવું ગણિત હતું, પરંતુ હવે...
ગયા મહિનામાં ‘ગો એર’ સાથે મિટિંગ હતી. આ એરલાઈન્સ વિશે અમારા મનમાં કાયમ કૃતજ્ઞતાની ભાવના હોય છે, કારણ કે પાંચ વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ શૂન્ય હતું ત્યારે આ એરલાઈન્સે આગળ આવીને ‘વી આર ધેર ફોર યુ’ એવો મન:પૂર્વક ટેકો આપ્યો હતો તે અમારા માટે બહુ મહત્ત્વનો હતો, પ્રેરણાદાયી હતો અને તે અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. વ્યવસાય કરતી વખતે પારદર્શક વ્યવહાર થકી જોડાઈ આવતા સંબંધો દીર્ઘાયુષી હોય છે, તે આપોઆપ જતન કરાય છે, ટકાવવામાં આવે છે તેવો જ સંબંધ અમારી અને ગો એર વચ્ચેનો છે. છેલ્લાં પાંચ વર્ષમાં પર્યટકોના ટેકાથી અમે પણ દેશમાં શ્રીનગર-લેહ લડાખથી ચંડીગઢ-દિલ્હી અને આંદામાન સુધી ભરીભરીને વિમાનો મોકલ્યાં અને અડચણોના સમયે, પછી તે કાશ્મીરનો પ્રશ્ન હોય કે કેરળનાં પૂર હોય... ગો એરે બુકિંગ અન્યત્ર વાળવા માટે શક્ય તેટલી મદદ કરી. સંકટના સમયે ખરી કસોટી થતી હોય છે અને આવા દરેક વખતે તેમનો સાથ મળતો રહ્યો. મન:પૂર્વક થેન્ક યુ કહેવા અને જાહેર રીતે તે પ્રગટ કરવામાં અમને સંકોચ થતો નથી તેનું કારણ અમારી વચ્ચેના ગાઢ બનેલા સંબંધો છે. ગો એરના વિશાલ લગડ અને આદિત્ય દેવધર આવ્યા હતા અને તે મિટિંગનો વિષય હતો, ગો એરે શરૂ કરેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ. પહેલી ફેરીમાં તેમણે સવારી કરી હતી માલદીવ્ઝ અને ફુકેત-થાઈલેન્ડમાં. તેમની છલાંગ સરાહનીય છે, પર્યટનને ગતિ આપનારી છે. આમ જોવા જઈએ તો આ નજીકનાં પર્યટન સ્થળો અથવા દેશ છે, પણ ત્યાં આજ સુધી ડાયરેક્ટ ફ્લાઈટસ નહીં હોવાથી વાયા-વાયા પ્રવાસ કરવો પડતો. નેચરલી ભારતીય પર્યટકોને ખાસ કરીને મહારાષ્ટ્ર-ગુજરાતનાં સૌથી વધુ પર્યટકો ધરાવતાં રાજ્યોમાંથી જનારા પર્યટકોનું પ્રમાણ આ બંને સ્થળે તુલનામાં ઓછું હતું, જે હવે વધશે. વિશાલને મેં કહ્યું, "તમે યોગ્ય સમયે યોગ્ય સ્થળે કૂચ કરી છે, કારણ કે અમને પણ ફોરેન ટુર્સ માટે વીકએન્ડ ડેસ્ટિનેશન્સ જોઈતાં હતાં. અમારી મિટિંગ આગળ ચાલુ રહી અને તેમાંથી ફુકેત અને માલદીવ્ઝની વીકએન્ડ સ્પેશિયલ ફોરેન ટુર્સ જાહેર થઈ.
વીકએન્ડ સ્પેશિયલ એટલે ત્રણથી ચાર દિવસની નાની ટુર્સ. રોજની દોડધામમાંથી સંપૂર્ણ છુટકારો અને આવી ટુર્સ માટે અમને શક્ય હોય ત્યાં સુધી ડાયરેક્ટ ફ્લાઈટ્સની જરૂર પડે છે. ઓછા સમયમાં વધુ ખુશી આપનારી આ સહેલગાહમાં હમણાં સુધી સિંગાપોર, બેંગકોક-પટાયા, દુબઈ, હોંગ કોંગ-મકાવ, બાલી એમ શોર્ટ એન્ડ સ્વીટ ફોરેન ટુર્સનો સમાવેશ થતો હતો. હવે તેમાં માલદીવ્ઝના ત્રણ દિવસની અને ફુકેત ક્રાબીના ચાર દિવસની ટુર દાખલ થઈ છે. આ જ રીતે આ ડાયરેક્ટ ફ્લાઈટને લીધે પર્યટકો ફુકેત અથવા માલદીવ્ઝ માટે જોઈએ તેવી કસ્ટમાઈઝ્ડ હોલીડે પણ વીણા વર્લ્ડ પાસેથી બનાવડાવી લઈ શકશે. માઈસ એટલે મિટિંગ્સ, ઈન્સેન્ટિવ્ઝ, ઈવેન્ટ્સ, કોન્ફરન્સીસ એવોર્ડ ફંકશન્સ વગેરે માટે વીણા વર્લ્ડ તરફથી જતી કોર્પોરેટ ટુર્સ માટે આ ડાયરેક્ટ ફ્લાઈટ્સનો ઉપયોગ થશે. ‘યુ નેમ ઈટ એન્ડ વી હેવ ઈટ’ આ કેટેગરીઝમાં ફુકેત અને માલદીવ્ઝ માટે ગ્રુપ ટુર્સ, કસ્ટમાઈઝ્ડ હોલીડે, કોર્પોરેટ ટુર્સ આ બધા પ્રકાર ઉપલબ્ધ થયા છે અને તે પણ એફોર્ડેબલ કિંમતમાં. અંતે ‘મેકિંગ ધ વર્લ્ડ એફોર્ડેબલ’ એ જ તો વીણા વર્લ્ડનો ધ્યેય છે.
અમારા સ્નેહી અને શુભચિંતક આર્કિટેક્ટ શ્રી રમેશ એડવણકર અને રત્ના એડવણકર પણ કટ્ટર પર્યટનપ્રેમી છે. સો દેશ પૂરા કરવાનું તેમનું લક્ષ્ય હશે. નાનાં હતાં ત્યારથી દુનિયાનો પ્રવાસ અમે જોતાં આવ્યાં છીએ. પર્યટન વ્યવસાયમાં આવવા પૂર્વે તેમનાં ગપ્પાંમાંથી અમે દુનિયા ઓળખી હતી એવું કહેવામાં કોઈ વાંધો નથી. તેમનું એક વાક્ય મને આજે પણ યાદ આવે છે, ‘વીણા, વિદેશ પ્રવાસે નીકળવાનું, વિમાનની ટિકિટ, વિઝા, બુકિંગ્સ આ બધું પાર પાડવાનું, પછી તે બધાને ન્યાય આપવા માટે કમસેકમ પંદર દિવસ તો ફોરેન ટુર હોવી જોઈએ એવો અમારો વિચાર છે.’ રમેશકાકા અને તેમના મિત્રો આ ટ્રેન્ડ આજ સુધી પાલન કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે. અમારી પાસે તેવીસ દિવસની યુરોપની એક સહેલગાહ છે, ‘યુરોપિયન ડ્રીમ’ તરીકે, જેમાંથી એક ગુજરાતી પર્યટક મને સ્વિટ્ઝર્લેન્ડમાં મળ્યા. પર્યટકોના સંવાદમાં મને કાયમ ફીડબેક લેવાનું ગમે છે. પચાસની આસપાસનું તે યુગલ હતું, ચોક્કસ નામ યાદ નથી, તેમને પૂછ્યું, "આટલા બધા ત્રેવીસ દિવસની સહેલગાહ તમે કરી રહ્યાં છો તેના પાછળ શું કારણ છે? તેમણે જવાબ આપ્યો, "વીણાબેન, અમે વ્યાવસાયિક છીએ, વારંવાર બહાર નીકળવાનું ફાવતું નથી, પરંતુ વર્ષમાં ત્રીસ દિવસ બાજુમાં રાખીએ છીએ. તેમાં દેશની એક નાની સહેલગાહ કરીએ છીએ અથવા દેવદર્શને જઈએ છીએ અને બીજી મોટી સહેલગાહ વિદેશની હોય છે. વીસ-પચ્ચીસ દિવસ તો અમારી સહેલગાહ અચૂક હોય છે. અમને બ્રેક મળે છે, દુનિયા જોઈ શકાય છે અને અહીં અમારી ભાવિ પેઢીને અમારી ગેરહાજરીમાં વ્યવસાય સંભાળવા મળે છે, તેમનું પણ ટ્રેનિંગ થઈ જાય છે. બોલો, છે ને બમણા ફાયદા? મને અલગ ટ્રેન્ડ સમજાયો, કારણ કે ક્યારેક ક્યારેક અમારી ચર્ચામાં એવો પણ એક મુદ્દો હોય છે કે હાલમાં લોન્ગ ટુર્સનો ટ્રેન્ડ છે કે શોર્ટ ડ્યુરેશનવાળી ટુર્સનો. ભરપૂર વિચારમંથન પછી અમે મહિનાભરની સહેલગાહ પણ જોઈએ અને પાંચ દિવસમાં યુરોપના પાંચ દેશ બતાવનારી સહેલગાહ પણ જોઈએ એ નિર્ણય પર એકમત થયાં અને આ ચર્ચાસત્ર વર્ષમાં કમસેકમ બે વાર થાય છે અને આ જ રીતે પૂર્ણાહુતિ થાય છે.
મને પણ અગાઉ એવું લાગતું કે વિદેશ પ્રવાસ દસ-પંદર દિવસનો, એકસાથે ઘણા બધા દેશોની મુલાકાત લેનારો હોવો જોઈએ, પરંતુ છેલ્લાં પંદર વર્ષમાં એટલા બધા બદલાતા પ્રવાહ જોયા છે કે તે અનુસાર અમારી સ્ટ્રેટેજીમાં, સહેલગાહમાં ઘણા બધા ફેરફાર કરવા પડ્યા છે. વર્ષમાં યુરોપની પાંચ સહેલગાહ રહેતી હતી, તે હવે વીણા વર્લ્ડમાં પંચોતેર થઈ ગઈ છે. કસ્ટમાઈઝ્ડ હોલીડે તરફથી તો યુરોપનાં દરેક પ્રકારનાં સેંકડો હોલીડે પેકેજીસ છે. અગાઉ યુરોપ એક જ વાર થતું, હવે યુરોપમાં પર્યટકો સાતથી આઠ વખત જવા લાગ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં બીજી વાર જનારા પર્યટકોની માગણી અનુસાર આ વર્ષે અમે સ્વિટ્ઝર્લેન્ડનો સંપૂર્ણ નવો કાર્યક્રમ લઈને આવ્યા છીએ. આઠ-દસ દેશોની મુલાકાત લેતી લંડનથી ઈટાલી સુધીની પંદર-વીસ દિવસની સહેલગાહ મોસ્ટ ડિમાન્ડમાં રહેલી, પહેલી વાર યુરોપમાં જનારા પર્યટકોની પ્રથમ પસંદગી છે. આ પછી યુરોપ અપ્રતિમ અને અદ્વિતીય હોવાથી યુરોપનો રીતસર નશો ચઢે છે. ક્યારેક નોર્ધર્ન યુરોપ તો ક્યારેક સધર્ન યુરોપ, ક્યારેક મેડિટરેનિયન યુરોપ તો ક્યારેક સ્કેન્ડિનેવિયન યુરોપ, ક્યારેક ઈસ્ટર્ન યુરોપ તો ક્યારેક સેન્ટ્રલ યુરોપ, ક્યારેક ફક્ત ઈટાલી તો ક્યારેક ફક્ત ક્રોએશિયા, ક્યારેક સ્વીસ પેરિસ તો ક્યારેક સ્કોટલેન્ડ આયર્લેન્ડ, ક્યારેક સ્કેન્ડિનેવિયન મિડનાઈટ તો ક્યારેક આઈસલેન્ડ નોર્ધર્ન લાઈટ્સ. યુરોપ પર્યટનની લિસ્ટ પૂરી જ થતી નથી. ખરેખર તો યુરોપ આકારમાં નાનો ખંડ છે પણ દુનિયાભરમાંથી આવતા પર્યટકોનાં ટોળાં યુરોપને ટુરીઝમમાં સૌથી મોટો ખંડ બનાવી નાખે છે. યુરોપમાં અનેક દેશ તો ફક્ત ટુરીઝમ પર જીવે છે. ઐતિહાસિક વારસો, ભૌગોલિક અનુકૂળતા, લોકપરંપરા, ખાદ્ય સંસ્કૃતિ આ બધાનો ટુરીઝમ માટે સૌથી ઉત્તમ ઉપયોગ કોઈએ કર્યો હોય તો તે યુરોપ છે. ‘ક્યારેય તુલના કરવી નહીં ’ એવું કહેતી વખતે આ એક બાબતમાં જોકે મન તુલના કરે જ છે અને માઠું પણ લાગે છે, કારણ કે યુરોપમાં જ શું પણ દુનિયામાં જે જે છે તે બધું આપણા ભારતમાં પણ છે. અહીં પણ ‘યુ નેમ ઈટ એન્ડ વી હેવ ઈટ.’ હિમાચ્છાદિત પર્વતમાળાથી માઈલોના માઈલો સુધી ફેલાયેલા રણ સુધી, સેંકડો માઈલ ફેલાયેલા સમુદ્રકિનારાથી સહ્યાદ્રિ-નીલગિરિની ખીણો સુધી, પાંચ હજાર વર્ષના ઐતિહાસિક વારસાથી અસંખ્ય લોકકળા, પરંપરા અને સંસ્કૃતિથી સજેલા આપણા દેશમાં હમણાં સુધી પર્યટનનો વિકાસ કેમ થઈ શક્યો નથી તેનાં જખમ મનના ખૂણામાં સતત ખૂંચતા રહે છે. અર્થાત, હાલમાં સરકાર દરેક પ્રયાસ કરતી દેખાઈ રહી છે. આપણે આશાવાદી રહીને આપણો ભારત વહેલામાં વહેલી તકે યુરોપની જેમ પર્યટક આપણી બાજુ આકર્ષી શકશે તે માટે પ્રાર્થના કરવાનું વધુ સારું રહેશે.
થોડાં વર્ષ પૂર્વે ડોંબિવલીના એક ડોક્ટરે સત્તર દિવસની યુરોપ ટુરમાંથી ફક્ત ચાર દિવસની અને ત્રણ રાતની સ્વિટ્ઝર્લેન્ડની પાર્ટ ટુર લીધી હતી, તે સમયે મને બહુ આશ્ચર્ય થયું હતું. મેં ડોક્ટરને પૂછ્યું, ‘તમે આઠ કલાકનો પ્રવાસ કરશો, વિઝા માટે આટલો સમય આપશો તો પછી કમસેકમ આઠ દિવસ તો જાઓ.’ તેમણે જવાબ આપ્યો, "વીણા, અમે હોસ્પિટલ આટલા બધા દિવસો બંધ રાખી નહીં શકીએ, પરંતુ આવું કરીને અમે આજ સુધી ક્યાંય જઈ શક્યાં નથી. હોસ્પિટલ પણ મહત્ત્વનુ છે, કારણ કે લોકોના જીવનનો પ્રશ્ન છે. ઈમરજન્સી ગમે ત્યારે આવી શકે જે સમયે અમારે અહીં હોવું જરૂરી હોય છે. હવે ચાર દિવસ બહાર જઈને આવ્યા પછી અમે એક્ચ્યુઅલી અમને અને હોસ્પિટલને પણ ડિટેચમેન્ટની આદત પાડવાનું શરૂ કરી રહ્યાં છીએ, જે સમયે અમને ખ્યાલ આવ્યો કે ફોરેન ટુર કરવા પૂર્વે મોટે ભાગે ટેવાઈ જવું પડે છે. આના કારણે ફક્ત ત્રણ-ચાર દિવસ જવું તે આમ તો યોગ્ય નથી, પરંતુ તે જરૂર છે અથવા જરૂર બની રહી છે. દિવસના ચોવીસ કલાક, મહિનાના ત્રીસ દિવસ, વર્ષના બાર મહિના અગાઉ પણ હતા અને હમણાં પણ છે, પરંતુ દુનિયા નજીક આવી રહી છે અને ઝડપથી બદલાઈ પણ રહી છે. વૈશ્વિક સ્પર્ધા આસપાસમાં જ છે ત્યારે વર્ષનું કામ મહિનામાં, મહિનાનું કામ દિવસમાં અને દિવસનું કામ કલાકમાં પૂરું કરવાનો સમય આવી ગયો છે. જીવનનું ચક્ર એટલું ગતિમાન થયું છે કે થાકી જવાય છે. આ થાક પર એક ઉતારો એટલે પર્યટન છે. જોકે તે કરવા અગાઉ હતો તેવો સમય હવે યુવાનો પાસે નથી અને તેમને માટે એક દિવસથી ચાર દિવસ સુધી દેશવિદેશની સહેલગાહ આયોજિત કરવાની અમારી એક પર્યટન સંસ્થા તરીકે ફરજ છે.
સમય પ્રમાણે અને પ્રવાહ પ્રમાણે બદલાતા રહેવું તે દરેક વ્યવસાયમાં અને વ્યાવસાયિક માટે અનિવાર્ય છે. જેઓ બદલાતા નથી તેઓ ઝુંડમાં ઘસડાઈ જવાના નાના-મોટા દાખલા આપણને આપણી આસપાસ અને દેશવિદેશમાં જોવા મળે છે. તેમાંથી આપણે દરેકે બોધ લેવો જોઈએ. "અટક્યા તો ખતમ થઈ ગયા એ ક્યારેય નહીં તેટલું હવે સત્ય છે અને ઝડપથી તેવું બની રહ્યું છે. અમારા પર્યટન વ્યવસાયમાં બદલાતા ટ્રેન્ડ પ્રમાણે અમે અમારી અંદર સતત પરિવર્તન લાવતાં રહીએ છીએ. પરિવર્તન અનિવાર્ય છે પણ તે સ્વાગતને પાત્ર છે. સતત પરિવર્તન, સતત નવીનતા આપણને જીવંત રાખે છે અને ખુશી પણ આપે છે. અમે પોતાના અને સંસ્થાના રોમેરોમમાં પરિવર્તનની માનસિકતા નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને મને લાગે છે કે વીણા વર્લ્ડના પ્રવાસનો તે એક મહત્ત્વપૂર્ણ તબક્કો છે. ‘ચેન્જ નથિંગ એન્ડ નથિંગ ચેન્જીસ’ એ સત્ય છે. આ કમ્ફર્ટ ઝોન છોડીને કશું પણ ચેન્જ કરવું-કોઈ પણ પરિવર્તન લાવવું ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ તે સતત કરવાની કવાયત અને સ્વભાવ બનાવવાનું અશક્ય નથી. લેટ્સ લૂક ફોર્વર્ડ ટુ ધ ચેન્જ એવરી ડે એન્ડ ઓલ્વેઝ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.