હવે ભારતમાં અને વિદેશમાં પર્યટકો મોટી સંખ્યામાં સહેલગાહ કરી રહ્યા છે. આપણા ભારતીયોની ઉનાળાની રજા એટલે બધાં જ પર્યટનસ્થળની સુપરપીક સીઝન. આમ છતાં હજુપણ ભારતમાંથી એક ટકા જ પર્યટકો પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રમાણ દસ ટક્કા અથવા વીસ ટક્કા સુધી થાય તો? તેના પર ઉપાય છે ફ્લેક્સી સમર વેકેશન...
હાલમાં અમારે ત્યાં વીણા વર્લ્ડમાં ‘ફ્લેક્સી ઓફિસ ટાઈમ’ વિષય પર ચર્ચા, સુસંવાદ, વિસંવાદ, ટૂંકમાં તૂ તૂ મૈ મૈ ચાલી રહ્યું છે. બન્યું એમ કે માર્ચ પૂરો થાય એટલે દિવસ મોટા થવા લાગે છે અને તેને લીધે દસથી છ ઓફિસ ટાઈમિંગ બહુ મોડો મોડો છે એવું લાગવા માંડે છે. દસ વાગ્યે ઓફિસમાં જવાનું એટલે જાણે અડધો દિવસ વેડફાઈ ગયા જેવું ઘણા લોકોને લાગે છે, એટલે કે, સવારે કામ કરવાનો જે ઉત્સાહ હોય છે તે મોટે ભાગે ઓસરી ગયા પછી કામની શરૂઆત થાય છે એવો એક સૂર છે. તે એક્ચ્યુઅલી ખરૂં પણ છે, કારણ કે આપણે અન્ય દેશોની જેમ દિવસ વહેલો ઊગવાનો, સૂર્યોદય વહેલો થવાનો ફાયદો લેતા નથી. માર્ચથી ઓગસ્ટનો સમયગાળો જો આપણે આખા ભારતનું ઘડિયાળ, એટલે કે, ટાઈમ જો એક કલાક આગળ કરીએ તો બધાનો ઉત્સાહી એક કલાક ભારતના ઉદ્યોગ-ધંધામાંની એફિશિયન્સી અને ઈફેક્ટિવનેસ વધારી શકે છે. તેને ‘ડે લાઈટ સેવિંગ ટાઈમ’ કહેવાય છે તે સૌકોઈ જાણે છે. ફરી સપ્ટેમ્બરમાં આ ઘડિયાળ એક કલાક પાછળ કરવાનું, ઓરિજિનલ ટાઈમ લાવી રાખવાનું. જોકે દેશનું ઘડિયાળ બદલવાનું એ વાત આપણા હાથોમાં નથી, પરંતુ જો આપણે આપણા કામમાં, ઉદ્યોગમાં આ વહેલા ઊગતા દિવસનો ફાયદો લઈ શકીએ તો નથિંગ લાઈક ઈટ. અને બીજી વાત એવી છે કે અમારી કોર્પોરેટ ઓફિસ અથવા બેક ઓફિસમાં અમે પાંચસો સાડાપાંચસો લોકો કામ કરીએ છીએ તેમાં કોઈ વહેલા ઊઠનારા છે તો કોઈ મોડેથી ઊઠનારા છે. કોઈને વહેલા કામની શરૂઆત કરવાની ઈચ્છા હોય છો તો કોઈને રાત્રે મોડે સુધી કામ કરવાનું ગમે છે. અમારો દુનિયા સાથે બંધાયેલો સંબંધ પણ એવો છે કે અમારી ટીમને ઓસ્ટ્રેલિયામાં કામ કરવાનું હોય ત્યારે તે ટીમ માટે કામનો આ સવારે વધારેલો એક કલાક અગાઉના દેશો સાથે કોમ્યુનિકેશન કરવા માટે ઉપયોગી થશે, જ્યારે સાંજે મોડેથી કામ કરવાનું ગમે તેમના માટે યુરોપ અમેરિકા માટે સારું રહેશે. પૂર્વ બાજુના દેશ આપણા કરતાં સાડાપાંચ છ કલાક આગળ હોય છે, જ્યારે પશ્ચિમ બાજુના દેશ છ કલાકથી બાર-તેર કલાક સુધી પાછળ છે. આના કારણે ફ્લેક્સી ટાઈમ કર્યા પછી અન્ય દેશો સાથે ડીલ કરવાનું પણ આસાન બનશે. આમ તો સેલ્સ ઓફિસીસ દસથી સાત ચાલુ હોય છે ત્યારે નિયમ અનુસાર આઠ કલાક કામ કરવાની પદ્ધતિ પ્રમાણે ઓલરેડી દસથી છ અને અગિયારથી સાત આ સમય ફ્લેક્સી કર્યાનો જ છે. હવે કોર્પોરેટ ઓફિસ માટે પણ ફ્લેક્સી ટાઈમ લાવવા માટે અમારો વિચાર ચાલી રહ્યો છે. અને જનરલી અર્લી રાઈઝર્સ માટે અથવા સાંજે જેમને વહેલા જવું હોય અને તેમનાં કામો દસથી છ ને બદલે નવથી પાંચમાં થઈ શકે તો તેમને આ પહેલી શિફ્ટ આપવાની. જેમને સવાર સાંજ કોઈ ફરક પડતો નથી તેમને રેગ્યુલર દસથી છ ની શિફ્ટ આપવાની અને જેમને સવારનો સમય જોઈએ, કોઈને ક્લાસીસ કરવાના હોય, કોઈને બાળકોને સ્કૂલમાં મૂકવા જવાનું હોય તેમને માટે અગિયારથી સાત આ એક બેચ લાવવાનો વિચાર છે. આને કારણે ગરદીના સમયે અમુકને ટાળી શકાશે. વર્ક લાઈફ બેલેન્સ જાળવવામાં મદદ થશે અને થોડા પ્રમાણમાં જેમને જેવો જોઈએ તેવો ટાઈમિંગ મળશે. અર્થાત અગિયારથી પાંચ આ સમયમાં જ આખી ટીમ ઓફિસમાં હશે, કારણ કે બધા લોકો અને ડિપાર્ટમેન્ટ્સ ઈન્ટર રિલેટેડ છે અને સેલ્સ ઓફિસીસ શરૂ હોય ત્યારે બધાની જ જરૂર પડે છે. આ જ રીતે દરેક ડિપાર્ટમેન્ટનું આ ત્રણ શિફ્ટનું વર્ગીકરણ પણ સમાન થવું જોઈએ. હાલમાં અમે આ બાબતમાં દરેક ડિપાર્ટમેન્ટનું પોલિંગ લઈ રહ્યા છીએ, પરંતુ એવું જણાય છે કે સર્વસાધારણ
રીતે આગામી જૂન જુલાઈથી અમે આ ફ્લેક્સી ટાઈમિંગનો અમલ કરીશું.
એકસાથે બધી ઓફિસીસ શરૂ થવાની, તેને લીધે ગરદીનાં મહાપૂરનો સામનો કરવાની, દોડધામ કરવાની એક સામાજિક સમસ્યા મુંબઈ-પુણે-દિલ્હી-બેંગલોર જેવાં મોટાં શહેરોને સતાવી રહી છે અને ઘણી સંસ્થાઓ તેના પર ઉકેલ લાવવા માટે ફ્લેક્સી ટાઈમિંગનો અથવા સમય બદલવાનો વિચાર કરી રહી છે અથવા આચરણમાં લાવી ચૂકી છે.
આ જ રીતે મને અમારા પર્યટન ક્ષેત્ર સાથે સંબંધિત સમસ્યાઓ ઉનાળાની રજાઓમાં, દિવાળીની રજાઓમાં અથવા ક્રિસમસની રજાઓમાં દેખાય છે. એકસાથે જ્યારે પ્રચંડ સંખ્યામાં લોકો સહેલગાહ પર નીકળે છે ત્યારે એકંદરે બધા દેશોના, શહેરોનાં, એરપોર્ટના, ટ્રેન્સના, હોટેલ્સના, એરલાઈન્સના પ્રશાસન પર તેનો બોજ આવે છે. કિંમતો પણ અનેકગણી વધે છે. હવે મે મહિનામાં લેહ લડાખ જવાનું કહીએ તો વિમાનનું ભાડું પચાસ હજારથી વધુ થઈ ગયું છે. ભૂતાનનું આઠ હજાર છે, જ્યારે યુરોપનું એક લાખ સુધી છે. તેવી જ સ્થિતિ હોટેલ્સની છે. એવરીથિંગ ઈઝ ઓન ધ રાઈઝ અને પછી પ્રશ્ન એવો થાય છે કે ચોક્કસ આટલા વધુ પૈસા ગણવા જોઈએ? અથવા પર્યટન સ્થળે ફૂટી નીકળતી ગિરદી વિશે તો કશું નહીં બોલીએ તે જ સારું છે. આયફેલ ટાવરનો જ દાખલો લો. ત્રણ-ત્રણ, ચાર-ચાર કલાક લાગે છે. આના કારણે હું કાયમ કહું છું કે શક્ય હોય તેમણે રજાઓ છોડીને શાંતિથી અને નિશ્ચિંત બનીને સહેલગાહ કરવી અને જેમને રજાઓમાં જવું પડે છે તેમણે આ બધી સમસ્યાઓની માનસિક તૈયારીઓ રાખવી જોઈએ, જેથી અગાઉથી તૈયારી રાખતાં ત્રાસ થતો નથી. આજે ભારતની લોક સંખ્યાના ફક્ત એક ટકા અને ચાયનાની લોકસંખ્યાના ફક્ત દસ ટકા લોકો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે આ સ્થિતિ છે. આપણા દસ ટકા થાય અને ચાયનાના વીસ ટકા થાય તો શું થશે તેની જરા કલ્પના કરો. સામાન્ય રીતે એપ્રિલથી ઓગસ્ટ સુધી દુનિયાભરની સમર વેકેશન પ્રસરેલી છે. જો બે મહિનાની ક્લિયર કટ રજાઓ લેવી હોય તો એપ્રિલ-મે, મે-જૂન, જૂન- જુલાઈ અને જુલાઈ-ઓગસ્ટ આ રીતે જો આપણે કાંઈક કરી શકીએ તો પર્યટન સ્થળોની ગરદી પર ઉત્તમ ઉપાય થઈ શકે છે. મુંબઈમાં ઉનાળો એપ્રિલ-મે માં ત્રસ્ત કરે છે, જ્યારે દિલ્હીમાં જૂન- જુલાઈમાં, એક તો રજાઓ એ રીતે ડિસ્ટ્રિબ્યુટ કરવી જોઈએ અથવા સ્કૂલોના સિલેબસની જેમ કરવી જોઈએ. બહુ વિચાર કરવો પડશે, ઘણા પરમ્યુટેશન્સ કોમ્બિનેશન્સ કરવા પડશે, પરંતુ ભવિષ્યમાં આ સમસ્યા સતાવવાની હોય અને પાંચ અથવા દસ વર્ષે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાની હોય તો તેના પર ઉપાયયોજનાની શરૂઆત આજે જ કરવી પડશે. કોઈ પણ ફેરફાર આસાનીથી ઝટપટ થઈ શકતો નથી. આ બાબતમાં હોંગકોંગનો દાખલ સારો છે. હોંગકોંગ ચાયનાના અધિકારક્ષેત્ર હેઠળ આવતું હોવા છતાં ચાયનાના લોકોને હોંગકોંગમાં આવવા માટે પરમિટ લેવુ પડે છે. હોંગકોંગની લોકપ્રિયતા જોતાં ચાયનામાંથી મોટી સંખ્યામાં ટુરિસ્ટ હોંગકોંગમાં આવે છે. જોકે હોંગકોંગમાં જ્યારે પણ વર્લ્ડ ઈવેન્ટ્સ હોય છે, આખું હોંગકોંગ ચોકો બ્લોક થવાનાં ચિહ્નો દેખાય છે ત્યારે ચાયનીઝ ટુરિસ્ટોને પરમિટ રિસ્ટ્રિક્ટેડ સ્વરૂપમાં આપવામાં આવે છે અથવા તે માટે વધુ ફી આકારવામાં આવે છે. આના કારણે ઓટોમેટિકલી ટુરિસ્ટ ફ્લો ઓછો થાય છે અને આખી દુનિયામાંથી આવેલા પર્યટકોને અને આમંત્રિતોને ગરદીનો ત્રાસ થતો નથી. મારું તો દરેક દેશના કોન્સ્યુલેટને, એરલાઈન્સને એવું કહેવું છે કે જ્યારે તમારી પાસે લો ટુરિસ્ટ ટ્રાફિક છે ત્યારે વિઝા ફીમાં અને એરફેરમાં છૂટ આપો. નિશ્ચિત જ ટુરિસ્ટ ફ્લો વધશે અને જેમને શક્ય છે તેઓ આવા સમયે પ્રવાસ કરશે. દેશને ફાયદો થશે, એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી અધરવાઈઝ કાયમ લોસમાં હોય છે તેને ફાયદો થશે, હોટેલ્સ ખાલી નહીં રહેશે. સંપૂર્ણ વિન-વિન સિચ્યુએશન અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે કોન્સ્યુલેટ પર આવનારો લોડ ઓછો કરી શકાશે. સમર વેકેશનમાં જે વિઝા અધરવાઈઝ આઠ દિવસમાં મળે છે તે વિઝા મળવા મહિનો લાગે છે. આથી જ તો અમે આઠ-આઠ મહિના અગાઉ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયાના બુકિંગ ઓપન કરીએ છીએ, જેથી વિઝાના ડોક્યુમેન્ટ્સની તૈયારી કરવાનું આસાન બને છે અને જ્યાં જ્યાં કોન્સ્યુલેટ સ્વીકારે ત્યાં ત્યાં પીક સીઝન શરૂ થવા પૂર્વે વિઝા કરી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. અર્થાત અમુક કોન્સ્યુલેટ્સ એક અથવા બે મહિના અગાઉથી વિઝા એપ્લિકેશન લે છે અથવા અમુક તમારી ટ્રાવેલિંગ ડેટ પ્રમાણે વિઝા આપે છે. આ વાત આપણા કોઈના કંટ્રોલમાં નથી છતાં ત્રાસ તો થાય જ છે અને તેનો ઉપાય ડિફર્ડ સમર વેકેશન છે. ક્રાઉડ મેનેજમેન્ટ ફ્રોમ એન્ગલ્સ. ભવિષ્યની દૃષ્ટિથી રૂટ કોઝ શોધીને તેનાં ફ્યુચરિસ્ટિક સોલ્યુશન્સ કાઢવા તે સમયની જરૂર છે.
તો પર્યટકો, હવે તમે બધા દેશમાં અથવા વિદેશમાં પર્યટન કરવાની તૈયારીમાં હશો. તમને મન:પૂર્વક શુભેચ્છા! હેપ્પી જર્ની, બોન વોયાજ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.