શાંત મનથી લીધેલો નિર્ણય વિજય તરફ અથવા સફળતાના શિખર તરફ લઈ જાય છે તે જગજાહેર છે. શાંત મન આમ જોવા જઈએ તો ઈશ્વરી દેણ હોય છે એવું કહેવામાં વાંધો નથી. જેમને તે વારસામાં મળ્યું છે તેઓ નસીબદાર છે, પરંતુ જેમને તે મળ્યું નથી તેમને તે માટે પોતાને જ શીખવવું પડશે. હું પેનિક થાઉં છું કે? હું સીન ક્રિયેટ કરું છું કે? હું મનથી શાંત છું કે? આ વિશે આપણે સતત સતર્ક રહેવું જોઈએ, કારણ કે તો જ આપણે વધુ કામ કરી શકીશું, જે આજની ગળાકાપ સ્પર્ધાના યુગમાં અત્યંત જરૂરી છે.
સવારે ઊઠતાંવેંત બે મેસેજીસ ફોન પર દેખાયા, ‘ઈટ્સ વેરી અર્જન્ટ.’ મેસેજ મારી બહેનપણીનો હતો. થોડી ચિંતા સાથે મેં તાત્કાલિક ફોન કર્યો. તેણે કહ્યું, ‘અરે, મારો ભાણેજ કામ નિમિત્તે સિંગાપોરમાં ગયો હતો, હમણાં સવારની ફ્લાઈટ હતી, ચેક-ઈન સિક્યુરિટી બધું જ કરીને તે બોર્ડિંગ લાઉન્જમાં ખૂણામાં બેઠેલો હતો અને તેને ઊંઘ ક્યારે આવી તેનું તેને જ ભાન નહીં રહ્યું, ફ્લાઈટ નીકળી ગઈ છે અને હવે તેની બેગેજ પણ તે ફ્લાઈટ સાથે ગઈ છે. તે એરલાઈન્સ સાથે લડી રહ્યો છે કે તેમણે ‘એનાઉન્સમેન્ટ શા માટે નહીં કરી તેમ જ તેમણે પ્રવાસીઓની લિસ્ટ ચેક કેમ નહીં કરી?’ મને કહે હવે તેનો બધો સામાન આ ફ્લાઈટ સાથે ગયો છે અને બીજી ફ્લાઈટ સાંજે છે. એરલાઈન્સવાળા કહે છે કે આ ટિકિટ નકામી થઈ ગઈ છે. હવે તેને રૂ. 30,000ની નવી ટિકિટ લેવા માટે કહી રહ્યા છે. નથિંગ કેન બી ડન! આ એરલાઈન્સમાં તારું કોઈ ઓળખાણમાં છે ખરું?
મારી આંખો સામે પરિસ્થિતિ જેમની તેમ આવીને ઊભી રહી અને તેનાં પરિણામ પણ દેખાવા લાગ્યાં. એક તો સિંગાપોર જેવો દેશ, શિસ્ત-સ્વચ્છતા-નિયમ વગેરેનું પિયર, તેમાં દિવાળી પછીની, એટલે કે, ટુરિસ્ટની ગરદીની એકદમ જેમપેક્ડ સીઝન, ફ્લાઈટ્સ ખીચોખીચ ભરાયેલી હતી. વેટિંગ લિસ્ટમાં પણ લાંબી યાદી. આવા સમયે ચેક-ઈન સિક્યુરિટી બધું કર્યા પછી એકાદ પ્રવાસીએ ફ્લાઈટમાં નહીં બેસવું એટલે તે સીટ નકામી થવી, એરલાઈન્સની દૃષ્ટિથી તે સીટ પરનો પેસેન્જર ‘નો શો’માં ગણતરી કરવામાં આવે છે. તેને કોઈ પણ કન્સિડરેશન મળવું અશક્ય જ હતું. અને સીઝન હોવાથી તેને તે બીજી ફ્લાઈટમાં જગ્યા આપતા હતા તે નસીબ છે. પછી તે માટે પૈસા ભરવા પડે તે સ્વાભાવિક હતું.આ એરલાઈન્સ પણ એકદમ કડક તરીકે જાણીતી છે. અમારી ગમે તેટલી ઓળખાણ હોય, એરલાઈન્સ સાથે સારા સંબંધો હોય તો પણ આજે કશું થઈ નહીં શકે, એરલાઈન્સની દૃષ્ટિથી આ એક નાની અને નિયમિત બનતી બાબત હતી, ઈટ્સ રૂટીન ફોર ધેમ. અને તે સ્પષ્ટ રીતે સ્વાતિને કહેવું તે મારું કામ હતું. ‘કશું થઈ શકે કે હું જોઉં છું?’ એવું હું સ્વાતિને સારું લાગવા માટે કહી શકી હોત, પરંતુ અમસ્તા જ તેને આવું કહેવું એ મને યોગ્ય લાગ્યું નહીં. મેં કહ્યું, સ્વાતિ તારો ભાણેજ ઉંમરમાં કાંઈ બહુ મોટો નહીં હોય, બીજું, તે એરલાઈન્સ સાથે ઝઘડો કરી રહ્યો છે એવું તેં કહ્યું તે પરથી એવું જણાય છે કે તે હજુ વિશ્વપ્રવાસ માટે અને વિમાનપ્રવાસ માટે પણ સ્થિર થઈ રહ્યો છે, કામ નિમિત્તે સિંગાપોરમાં ગયો એટલે હોશિયાર છે, કરિયરિસ્ટ હશે જ અને હવે પછીના જીવનમાં આવો વિમાનપ્રવાસ તેના માટે નિત્યક્રમનો ભાગ બનશે તેથી તેને કહો, ‘એરલાઈન્સ સાથે ઝઘડો નહીં કર, આપણને ઊંઘ આવી તેમાં એરલાઈન્સનો કોઈ દોષ નથી. તે આપણી ભૂલ છે. અને ભૂલ આપણી હોય ત્યારે ઝઘડો કરવાનો શો અર્થ છે? દુનિયાભરમાં કોઈ પણ એરપોર્ટ પર બિઝનેસ લાઉન્જમાં સુદ્ધા એન્ટ્રી કરતી વખતે આપણને કહેવામાં આવે છે કે તમારી ફ્લાઈટની કોઈ પણ એનાઉન્સમેન્ટ કરાશે નહીં. આથી ફર્સ્ટ ઓફ ઓલ તેને કહે ‘નો આર્ગ્યુમેન્ટ્સ વિથ એરલાઈન્સ.’ બીજી સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેને કહે એરલાઈન્સમાં પૈસા ભરી દે! આજે આ પૈસા તેને વધુ લાગશે, પોતાના પર, એરલાઈન્સ પર, પરિસ્થિતિ પર ગુસ્સો આવશે પરંતુ શાંત થા, ‘પે ધ ફાઈન એન્ડ રિમેમ્બર ઈટ ફોરેવર.’ આમાંથી તેને બોધ મળશે અથવા તે જે શીખશે તેનો જીવનભર તેને ઉપયોગ થવાનો છે, જેનું મૂલ્ય રૂ. 30,000 કરતાં વધુ છે, પૈસા તો આમ પણ તે કમાણી કરી લેશે. કમ ઓન લેટ્સ ફેસ ઈટ એન્ડ ફર્ગેટ ઈટ!’.
સ્વાતિએ કહ્યું હશે, ‘અરે વીણાબહેન સવારસવારે ફરીથી ઉપદેશ નહીં આપ, મદદ કરી શકાતી હોય તો કર, અન્યથા શટઅપ!’ પરંતુ અમારું એવું છે કે તક મળતાં જ ઉપદેશ આપો. આદત સે મજબૂર બીજું શું. આમ છતાં હું ખાતરીપૂર્વક કહું છું કે જે સમયે આ સ્વાતિનો ભાણેજ તે બધી પેનિક સિચ્યુએશનમાંથી બહાર આવ્યો હશે, શાંત થયો હશે, ચોક્કસ શું અને કઈ રીતે બન્યું તેનો વિચાર કરશે અથવા સમયાંતરે તે ફ્રિકવન્ટ ટ્રાવેલર બનશે ત્યારે તેને ચોક્કસ ધ્યાનમાં આવશે અથવા તો પોતાની પર જ હસશે અને કહેશે, ‘તે સમયે હું કેટલો મૂરખ હતો. હું અમસ્તા જ એરલાઈન્સ સાથે શા માટે બોલાચાલી કરતો રહ્યો. મને ઊંઘ આવી તે મારી ભૂલ હતી. ભૂલ થઈ ગઈ, ફ્લાઈટ પાછી આવવાની નહોતી અને હું કાંઈ એરલાઈન્સનો જમાઈ નહોતો કે તેઓ મારી ભૂલને માફ કરીને મને આગામી ફ્લાઈટથી કોઈ પણ પૈસા ચૂકવ્યા વિના સન્માનભેર મોકલે, તો પછી મેં ઝઘડો શા માટે કર્યો? મેં આટલો બધો સીન શા માટે ક્રિયેટ કર્યો? કેટલાય માણસો તે સમયે મારી પાસે અલગ અલગ નજરથી જોતા હતા. છી! વ્હોટ અ ફૂલ આઈ વોઝ! આવું સમજી લેવામાં પણ ખરી સમજ છે.
આજના મારા લખાણની શરૂઆત વિમાનપ્રવાસથી થઈ, જે વિશે હવે થોડું કહું છું. હાલમાં વિમાનપ્રવાસ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. ‘ઓનલાઈન પ્રાઈસ વોર’ને લીધે ક્યારેક ક્યારેક રેલવેપ્રવાસ કરતાં પણ સસ્તા ખર્ચમાં આપણને વિમાનપ્રવાસની ટિકિટ ઉપલબ્ધ થાય છે. જોકે ટ્રાફિકજામ જેવી અડચણ ધ્યાનમાં લેતાં સમયસર એરપોર્ટ પર પહોંચવું, એરલાઈન્સની બેગેજ વિશે સૂચના-કસ્ટમ્સની સૂચના- ઈમિગ્રેશનના નિયમો-સિક્યુરિટી અને સેફ્ટી સંબંધની સૂચનાઓ વિશે આપણા તરફથી કોઈ પણ બેદરકારી નહીં થાય તેની કાળજી લેવાની આપણી ફરજ છે. વિમાનની ટિકિટ્સ બુક કરતી વખતે બધી બાબતો વાંચીને પછી જ બુકિંગ કરવું સારું, કારણ કે કિંમત ઓછી દેખાય તેથી કોઈ પણ વિચાર નહીં કરતાં ટિકિટ્સ બુક કરવામાં આવે અને પછી જઈ નહીં શકાય તો બધા પૈસા નકામા જાય છે, કારણ કે આજકાલ મોટા ભાગની વિમાન કંપનીઓ આ સ્પેશિયલ ફેર્સ આપતી વખતે નીચે ‘નોન રિફંડેબલ’ આ શબ્દ તમારી પાસેથી ‘આય એગ્રી’માં માન્ય કરાવીને જ લે છે. આંકડાવારી કહે છે કે વિમાન કંપનીઓ આજકાલ કેન્સલેશન અને નોન રિફંડેબલ પોલિસી અંતર્ગત પૈસાની કમાણી કરી રહી છે. આથી સાવધાન, સંપૂર્ણ વિચાર કરીને જ બુકિંગ કરો.
આય વિશ યુ હેપ્પી જર્ની વ્હેર એવર યુ ગો! હેવ અ ગ્રેટ સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.