‘વ્હોટ ઈઝ યોર ગોલ ઈન લાઈફ?’ એવો કોઈ પ્રશ્ર્ન પૂછે તો આજના મલ્ટીટાસ્કિંગના જમાનામાં મૂંઝવણ થાય છે. ફેમિલી, એજ્યુકેશન, હેલ્થ, કરિયર, વેલ્થ, સોશિયલ, રિટાયરમેન્ટ અને અનેક સ્તર પર અલગ અલગ લક્ષ્યો હોય છે. આ મહત્ત્વનાં ‘લક્ષ્ય’ પૂર્ણ કરતી વખતે તેમાં વધુ એક ‘લક્ષ્ય’નો ઉમેરો થયો અને તે છે ‘પર્યટન.’ અને તેમાંથી એક લક્ષ્ય અમે અમારી મહિલાઓ માટે- વુમન્સ સ્પેશિયલ માટે સામે રાખ્યું છે...
મલ્ટીપલ હોય કે સિંગલ, દરેકના જીવનમાં, જીવનના દરેક દાયકામાં, દાયકાના દરેક વર્ષમાં, વર્ષના દરેક મહિનામાં, મહિનાના દરેક સપ્તાહમાં, સપ્તાહના દરેક દિવસમાં અને દિવસના દરેક કલાકમાં કોઈક ને કોઈક લક્ષ્ય સામે હોય, તે વિશે કાંઈક કરવાનો જોશ મનમાં હોય, તેના પર કૃતિ અથવા કામ કરવા માટે હાથ અધીરા થઈ ગયા હોય તો આપણા જેવા ભાગ્યવાન આપણે જ. ધેર શુલ્ડ ઓલ્વેઝ બી સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ! નહીં હોય તો તે પહેલાં નિર્માણ કરવું જોઈએ. અમારા ટ્રેનિંગ સેશન્સમાં આ એક મહત્ત્વનો સંવાદ હોય છે અને તે છે, ‘આપણે જીવંત છીએ, પગથી માથા સુધી હેમખેમ છીએ, આપણા હાથમાં કામ છે, જે આપણું મનગમતું છે તો પછી મુશ્કેલી ક્યાં છે? લેટ્સ ડુ અવર બેસ્ટ, લેટ્સ ડુ સમથિંગ બેટર- બિગર- ફાસ્ટર.’
કુટુંબ, શિક્ષણ, તબિયત (સર સલામત તો પગડી પચાસ), કરિયર, સંપત્તિ, સમાજ, નિવૃત્તિ નિયોજન જેવા અનેક સ્તરો પર અલગ અલગ લક્ષ્યો નક્કી થયેલાં હોય છે. બધાં જ મહત્ત્વનાં છે, તેમાંથી દરેકને સમયાનુસાર અગ્રતા છે. આ દરેક લક્ષ્ય પ્રત્યે મન:પૂર્વક યોગદાન આપવાનું જરૂરી છે. અર્થાત, આ બધું લખતી વખતે જેટલું સહેલું લાગે છે તેટલું નથી તે આપણે બધા જ જાણીએ છીએ. આજના ફેશનેબલ યુગમાં તેને સ્ટ્રેસફુલ કહેવાય છે. તણાવપૂર્ણ- તાણ તણાવ મિશ્રિત. ખરેખર તો આપણે સ્ટ્રેસ નિર્માણ કરી રહ્યા છીએ અને પછી તે ઓછો કરવા માટે ઉતારો શોધી રહ્યા છે એવી પરિસ્થિતિ છે. અને આ ઉતારો અથવા ઉપાય જે છે તેમાં અમે આવીએ છીએ. ‘જસ્ટ લિવ ધ પ્લેસ! ટેક અ બ્રેક! ગો સમવ્હેર! ફ્રીકઆઉટ! રિજ્યુવિનેટ! રિફ્રેશ! રિવાઈવ! એન્જોય’ યાદ આવે છે આ બધા શબ્દો? તમારા પરિચિત આ શબ્દો અમારી માલિકીના છે. અને તેના પર પ્રથમ અધિકાર જો કોઈનો હોય તો તે ઘર-કુટુંબ-સંસાર-સંતાનો-પરીક્ષા- કરિયર વગેરે બધી જવાબદારીઓ આબાદ પાર પાડનારી મહિલાઓનો-છોકરીઓનો. ‘ટેક અ બ્રેક’ની જરૂર તેમને સૌથી વધુ છે અને તેથી જ સો દેશ જોવાનાં સપનાં મારી સાથે મેં મહિલાઓ સામે રાખ્યાં છે.
આપણે સેન્ચુરી મારવાની છે અને તે પણ પચાસની અંદર. હવે મેં પચાસ પાર કર્યા છે, પરંતુ કહેવાય છે ને કે ‘એજ ઈઝ મિયર અ નંબર’ મારા ઉત્સાહ સાથે અને મારી આશાઓ સાથે તેનો કોઈ સંબંધ નથી. અને જ્યાં સુધી મારી દેશોની સેન્ચુરી નહીં થાય ત્યાં સુધી હું પચાસની અંદર જ રહીશ, ફોરેવર યંગ. પછી મારી ઉંમર ટેકનિકલી સાઈઠ હોય કે સિત્તેર હોય. મને આ લખતી વખતે બહુ સારું લાગી રહ્યું છે. મનની ઘડામણ જ જો આ રીતે થાય તો દુનિયા અડધી જીતી લીધી સમજો. તો બહેનપણીઓ ‘લેટ્સ ટેક અ ચેલેન્જ, લેટ્સ કમ્પ્લીટ હન્ડ્રેડ ક્ધટ્રીઝ!’ હા, આ દીવાસ્વપ્ન નથી, આ સાચું સપનું છે, તે સાકાર થવા જેવું છે. પ્રતિમા ફડકે નામે અમારી ટુર મેનેજર છે તેણે ચાળીસની અંદર પચાસ દેશ પૂરા કર્યા છે. અમારા અનેક ટુર મેનેજર્સે પાંત્રીસની અંદર પચાસ દેશ પૂરા કરીને હવે પંચોત્તેર તરફ કૂચ કરી રહ્યા છે. આ વર્ષે ટુર મેનેજર્સના મેનેજર વિવેક કોચરેકર સો દેશ પૂરા કરશે તે પણ ચાળીસની અંદર. વીણા વર્લ્ડ હેઝ સો મેની સચ ઈન્સ્પાયરિંગ સ્ટોરીઝ. તેમણે સપનાં જોયાં, ઉત્તમ પરફોર્મન્સ આપ્યો અને તેમની ઈચ્છા પૂરી થઈ. અમને આ બધા વિશે અભિમાન થાય છે. મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે સપનાં જોઈએ, તે સાકાર કરવા માટે પ્લાન કરીએ, તે અનુસાર આગેકૂચ કરીએ અને સપનાં સાકાર થવાની ખાતરી રાખીએ. આ જીવનના દરેક મહત્ત્વના લક્ષ્યની બાબતમાં પણ તેટલું જ સાચું છે.
‘સપનાં જોવાનાં પણ આટલા સો દેશ જોવાનો સમય અને પૈસાનું નિયોજન કઈ રીતે કરવું?’ આ પ્રશ્ર્ન તમારી સામે સૌપ્રથમ ઊભો રહે છે. અન્ય પણ મહત્ત્વની પ્રાયોરિટીઝ છે, તે બધુ છોડીને જિપ્સી થોડું જ આપણને બનવું છે? અથવા, પૈસા પણ બધી પ્રાથમિક- પ્રાપંચિક જરૂરતો પૂરી થયા પછી જ પર્યટન માટે વાળવાના છે. આ બધું કઈ રીતે શક્ય થશે? અમારી પુણે ઓફિસની ઋ જુતા નાતૂ, તન્મયી ગોખલે, શ્રેયા અષ્ટેકર અને હાલમાં ન્યૂઝીલેન્ડમાં છે તે નીરજા કુલકર્ણી, આ ચારેયે સો દેશ જોવાની ચેલેન્જ સ્વીકારી છે અને રીતસર નકામો ખર્ચ નહીં કરીને પર્યટન માટે તે પૈસાની બચત કરી રહી છે અને દેશવિદેશ ઊથલાવી રહી છે અને તે પણ કરિયર અને પરફોર્મન્સ સંભાળીને. ‘કશું જ અશક્ય નથી’ એવું જાણે તે, વીણા વર્લ્ડની બધી છોકરીઓને દાખલા સાથે જણાવી રહી છે. ‘પૈસાનું નિયોજન કરીને પર્યટન’ કરવાનું ઉત્તમ ઉદાહરણ અમારા પર્યટનપ્રેમી પર્યટક બાબા ભાતંબ્રેકરે રાખ્યું છે. અનેક વાર મેં તેમનો ઉલ્લેખ કર્યો છે અને આજે પણ કરી રહી છું, કારણ કે તેમણે અશક્યને શક્ય કરી બતાવ્યું તેમના ઉદાહરણથી. ‘બાબા’ મહારાષ્ટ્ર ના લાતુર જિલ્લાની સ્કૂલના એક સાદા શિક્ષક છે. આખી દુનિયા જોવાની તેમની ઈચ્છા હતી. તેમણે પહેલા પગારથી જ જગપ્રદક્ષિણા કરવા માટે બચત કરવાનું નક્કી કર્યું. પોતાના પગારમાંથી સાઈઠ ટકા રકમ ઘરખર્ચ માટે, ત્રીસ ટકા રકમ પર્યટન માટે અને દસ ટકા રકમ દવા-પાણી માટે એવું નિયોજન કર્યું અને તેમની શૈક્ષણિક કારકિર્દીમાં તેનું સખતાઈથી પાલન કર્યું. સારી આદતો- ચાલવું- કસરત કરવી- સુવિચાર દ્વારા તબિયત ઉત્તમ રાખી, જેને લીધે દસ ટકા દવા- પાણીનું સેવિંગ અડચણોમાં કામે આવ્યું. જીવનભરના આ ત્રીસ ટકા રકમની સેવિંગ્સમાંથી તેમણે સપ્તખંડ ઊથલાવ્યું. હું તેમની જોડે એન્ટાર્કટિકા, અમેરિકા, સેન્ટ્રલ અમેરિકા એમ અમુક સહેલગાહમાં હતી અને દરેક વખતે તેમની આ ‘60- 30 - 10’ની સ્ટ્રેટેજી મારા સો દેશ પૂરા કરવાની ઈચ્છાને શક્તિ આપી ગઈ. સપનાં વાસ્તવમાં આ રીતે સાકાર કરી શકાય છે.
પૈસાનો પ્રશ્ર્ન ઉકેલી શકાય છે તેની ખાતરી થયા પછી બીજો પ્રશ્ર્ન સમયનો ઊભો રહે છે. સો દેશ જોવા કેટલો સમય જોઈએ તે પ્રથમ પ્રશ્ર્ન છે. અભિમાનની વાત એ છે કે બેન્ની પ્રસાદ નામે ભારતીય ગિટારિસ્ટે ફક્ત છ વર્ષ, છ મહિના અને બાવીસ દિવસમાં બધા દેશોની મુલાકાત લઈને વર્લ્ડ રેકોર્ડ કર્યો. તે સમયે ‘ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ’ એવી ઉપમા પણ તેમના નામની આગળ લાગી. મહિલાઓમાં ક્વીન એલિઝાબેથ અને હિલેરી ક્લિન્ટનને નામે અનુક્રમે 120 અને 112 દેશ જોયાની નોંધ છે. એટલે કે, નિયોજન કરવામાં આવે તો રાણીની બરોબરી આપણે કરી શકીએ છીએ, પરંતુ કનેક્ટિકટની કેસી પેકોલે સત્તાવીસમા વર્ષે દુનિયાના દરેક દેશ સૌથી ઓછા સમયમાં જોવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. 24 જુલાઈ, 2015થી 2 ફેબ્રુઆરી, 2017ના સમયગાળામાં તેણે સ્વયંઘોષિત ચેલેન્જ પૂરી કરી. ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ. હવે દુનિયામાં કેટલા દેશ છે તે વાદવિવાદનો મુદ્દો છે. કોઈ દેશ પોતાને સ્વતંત્ર કહે છે તો કોઈ તેની પર માલિકીનો દાવો કરે છે. આમ છતાં ઞગ અનુસાર આજની તારીખે કુલ 195 દેશ દુનિયામાં છે. તો આ વાત છોડો. આપણે હાલ સોની જ ચેલેન્જ લીધી છે, કારણ કે આપણે સ્ટ્રેસ ફ્રી પર્યટન પર નીકળ્યાં છીએ, જેથી જે દેશ પર્યટનને અનુકૂળ છે, જેમના વિઝા વ્યવસ્થિત મળી શકે એવા જ દેશોનો આપણે વિચાર કરી રહ્યાં છીએ. અને તે દેશોની સંખ્યા પણ ઘણી છે, એટલે કે, સો દેશોની ચેલેન્જ લેવાની અને પર્યટન સુલભ દેશોની સંખ્યા જ જો તેટલી ભરાય નહીં તો શું કરવાનું એવો પ્રશ્ર્ન ઉપસ્થિત થશે. જોકે તેવું નથી. આથી આપણે આ ચેલેન્જ લઈ શકીએ. કોઈને સો દેશ પૂરા કરવા માટે બે વર્ષ લાગ્યાં છે તો કોઈને દસ, પરંતુ આ પર્યટકો અલગ છે. તેમના ઘણાનો દષ્ટિકોણ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનો હતો, જેથી ઘણી વાર દેશો પર ટિક માર્કિંગ થયું, પાસપોર્ટ પર ઈમિગ્રેશનનો સ્ટેમ્પ લાગ્યો એટલે તેમનો હેતુ સર થાય છે. આપણું તેવું નથી. દુનિયા જોવી, સ્થળદર્શન કરવાં, અલગ અલગ સ્થળોની કળા-પરંપરા-ખાદ્ય સંસ્કૃતિ સાથે પણ પરિચિત થવા સાથે જીવનની બધી મહત્ત્વની જવાબદારીઓ સંભાળીને આપણને પર્યટન કરવાનું છે. આથી આપણો સમયગાળો પાંચ- દસ નહીં પણ પચ્ચીસ વર્ષનો રાખ્યો છે. હવે તરત પચીસ વર્ષમાં સો એટલે વર્ષના ચાર એવું ગણિત નથી કરવાનું. ક્યારેક એકાદ વર્ષે એક જ દેશ થશે તો ક્યારેક એકાદ વર્ષે દસ- બાર દેશ પણ થઈ શકે છે. આથી અન્ય બધા પ્લાનિંગ સાથે તે પણ મહત્ત્વનું છે.
જનરલી સ્કૂલ, કોલેજ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન આ સમયગાળામાં આજકાલ પર્યટનની પસંદગી સર્વત્ર વધી હોવાથી સામાન્ય રીતે પંદરથી વીસ દેશ જોઈ લીધેલા હોય છે. આ પછી એંશી દેશ બચેલા હોય છે, જે પચીસથી પચાસની ઉંમરમાં કરવાના છે. દસ વર્ષ ગ્રેસ એટલે સાઈઠ સુધી. આ પછી તબિયતને લીધે ઘણા રિસ્ટ્રિકશન્સ આવી શકે છે, જેથી આરામદાયક સ્થળો સાઈઠ પછી રાખવાનાં, શાંતિપૂર્વક. એક વર્ષે વેસ્ટર્ન યુરોપની સહેલગાહ કરીએ તો એકઝટકે દસ દેશ થઈ જાય છે અને બીજા વર્ષે સેન્ટ્રલ ઈસ્ટર્ન યુરોપ કરીએ તો આઠેક દેશ આપણા ખાતામાં જમા થઈ જાય છે. સ્કેન્ડિનેવિયા રશિયા ટોલેન એટલે છ દેશ, સાઉથ અમેરિકા એટલે પાંચ દેશ, સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા હોંગ કોંગ મકાઉ એક વર્ષમાં પાંચ દેશ થઈ જાય. આ બધી સહેલગાહ ટિક માર્કિંગવાળી નથી, પરંતુ મહત્ત્વનાં સ્થળદર્શનથી ખીચોખીચ ભરેલી છે. આથી દેશોની સંખ્યા વધારવા સાથે અનુભવ વિશ્ર્વમાં પણ વધારો થાય છે, દષ્ટિકોણ વ્યાપક બને છે તે વધારાનો લાભ હોય છે. આથી નિયોજન કરીને સમય કાઢવો પડશે અને તે અનેકોએ શક્ય કરી બતાવ્યું છે તો આપણે કેમ નહીં?
હવે આમાંથી સો કદાચ બધા પાર નહીં કરી શકે. પરંતુ મારી એક દેશની ભ્રમંતી જ્યારે મને દેશ જોયાનો આનંદ આપે છે ત્યારે હું મનથી આગામી દસ વર્ષમાં સો પૂરાં કરીશ. એકાદ વાત શક્ય નહીં બને, પૂર્ણ નહીં થઈ શકે તો ખોટુ લગાવવાનું કોઈ કારણ નથી. આપણે નક્કી કરીએ એક અને બને છે અલગ, તે જ તો જીવન છે. તે ‘અલગ કાંઈક’ પણ તેટલી જ ખુશીથી આપણે સ્વીકારીએ છીએ ત્યારે જીવનની લડાઈ લડવા માટે હું સુસજ્જ છું એવું કહી શકાય. પછી ભલે, મારા સો પચીસ દેશોના અથવા પચાસ અથવા પંચોતેરના કેમ નહીં હોય.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.