ભારત અને સાઉથ ઈસ્ટ એશિયામાં પ્રસરેલાના વિશાળ બંગાળના ઉપસાગરમાં બે અત્યંત સુંદર ટાપુ ઈતિહાસકાળથી દુનિયાનું આકર્ષણ રહ્યા છે જે રીતસર આપણા ભારતની માલિકીના છે. આંદામાન અને નિકોબાર આઈલેન્ડ્સ. તેમાં નિકાબોર હજુ પર્યટકો માટે ખુલ્લેઆમ થયું નથી, પરંતુ આંદામાન હવે આપણા ભારતીય પર્યટકોના આકર્ષણનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે.
પચ્ચીસ વર્ષ પૂર્વે આંદામાનની સહેલગાહ હું પોતે લઈ જતી હતી ત્યારે ત્યાં પર્યટન હજુ તો માંડ શેપ લઈ રહ્યું હતું અથવા ત્યાંના બે સારા રિસોર્ટસમાં જતા ‘એક્સક્લુઝિવ’ પર્યટકોની સંખ્યા વધુ હતી. ‘સમથિંગ ન્યૂ’ ‘સમથિંગ ઓફફબીટ’ ‘સમથિંગ ડિફરન્ટ’ એવા પર્યટકોની મુલાકાત અહીં થતી હતી અથવા સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના પ્રેમ ખાતર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે, સેલ્યુલર જેલની સજા દરમિયાન તેમનો મુકામ જેમાં હતો તે ઓરડો અથવા સેલ જોવા માટે અનેક પર્યટકો ખાસ જતા હતા. હવે જોકે આંદામાનમાં જતા પ્રવાસીઓમાં ભરપૂર વધારો થયો છે અને આંદામાન એક મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળ બની ગયું છે. ફાર્મિંગ-ફિશિંગ વ્યવસાય ઉદ્યોગો સાથે આંદામાનમાં ટુરીઝમ સારા પ્રમાણમાં ફૂલીફાલી રહ્યું છે અને તેના દ્વારા આ પોતાના ભારતના પર્યટનસ્થળનો વિકાસ થતો હતો ત્યારે તેમાં યોગદાન આપવું તે આપણી ફરજ છે એવું મને મન:પૂર્વક લાગે છે.
એકાંતવાસ-કાળાં પાણીની સજા એવું જેનું વર્ણન સ્વાતંત્ર્ય પૂર્વે કરાતું હતું તે ભાગ આમ તો આપણાથી ભૌગોલિક રીતે અલગ છે એવું કહી શકાય. જુઓ ને, કોલકતા-વિશાખાપટ્ટનમ-ચેન્નાઈથી આંદામાન એટલે તેના ઉત્તર બાજુનો ઉપરનો ભાગ સામાન્ય રીતે 1200 કિલોમીટર્સ (1255 કિ.મી-1200-1190) એટલે કે ભારતના મહત્ત્વના દક્ષિણી છેડાથી લગભગ સમાન અંતરે અને ઈન્ડોનેશિયાનો સુમાત્રા ટાપુ 150 અને બ્રહ્મદેશ 190 કિલોમીટર્સ પર સાઉથ બાજુમાં છે. એટલે કે, આપણો આ ભૂભાગ આપણાથી પારકા દેશોને વધુ નજીકનો છે એવું કહી શકાય. જનરલી એવું પૂછવામાં આવે છે ‘તમારી પાસે આંદામાન નિકોબારની સહેલગાહ છે?’ તો અહીં મને થોડી માહિતી આપવાનુું મન થાય છે કે આંદામાન અને નિકોબાર 572 ટાપુઓનો સમૂહ છે-દ્વીપ સમૂહ. તેમાં ફ્ક્ત 34 અથવા 36 ટાપુ પર લોકવસતિ છે. નકશામાં જોઈએ તો તમને આંદામાન સી પશ્ર્ચિમ બાજુ-દક્ષિણ બાજુ ઈન્ડિયન ઓશન અને પૂર્વ બાજુ બંગાળનો ઉપસાગર દેખાશે અને આ ત્રણ સમુદ્રોમાં એક એવો પટ્ટો છે જેની લંબાઈ સામાન્ય રીતે 700 કિલોમીટર્સ છે અથવા તેના કરતાં વધુ છે જેમાં આંદામાન નિકોબાર સમાયેલું છે. ઉપરનો, એટલે કે, ઉત્તર બાજુનો જે પટ્ટો છે તેને આંદામાન કહેવાય છે. આ પછી વચ્ચે સમુદ્ર છે અને તેમાં એક નાનો ટાપુ છે તેને ‘લિટલ આંદામાન’ કહેવાય છે. તેની નીચે વધુ એક ભાગ છે તેને નિકોબાર કહેવાય છે. આંદામાન અને નિકોબારમાં 150 કિલોમીટર્સનું અંતર છે, એટલે કે, વચ્ચે સમુદ્ર છે. આંદામાનની રાજધાની પોર્ટ બ્લેર છે, જ્યારે નિકોબારની રાજધાની કાર નિકોબાર છે. નિકોબારના સૌથી દક્ષિણના છેડે ઈન્ડોનેશિયા પાસે ગ્રેટ નિકોબાર નામ આપણને ક્યારેક ક્યારેક સાંભળવામાં આવે છે. આંદામાન અને નિકોબારમાં આપણે સામાન્ય રીતે ભારતીય પર્યટકો ફક્ત આંદામાનની જ મુલાકાત લઈ શકીએ છીએ, જ્યારે ફોરેનર્સને આંદામાનમાં આવતી વખતે પરમિટ લેવી પડે છે. નિકોબારમાં આપણે જઈ નહીં શકીએ, નિકોબારમાં ફક્ત સંશોધક સ્પેશિયલ પરમિટ લઈને અથવા અમુક સ્પેશિયલ ટુરિસ્ટ સ્પેશિયલ પરમિટની મદદથી જઈ શકે છે. આથી સહેલગાહ આ આંદામાનમાં જાય છે અને આપણે પર્યટકો આંદામાનના ભૂભાગની મુલાકાત લઈએ છીએ. આંદામાન નિકોબારની લોકસંખ્યા સામાન્ય રીતે 4 લાખ છે. તેમાંથી ફક્ત 10% લોકસંખ્યા નિકોબાર ટાપુ પર છે, જ્યારે 90% લોકો આંદામાનના અલગ અલગ ભૂભાગમાં રહે છે. ઉષ્ણ કટિબંધવાળા આંદામાનની હવા ઉષ્ણ, એટલે કે, તાપમાન લઘુતમ 21 અને મહત્તમ 31 સેન્ટિગ્રેડ દરમિયાન હોય છે, પરંતુ હ્યુમિડિટી- ભેજ વધુ હોય છે, જે 70થી 90% જેટલું હોય છે. અર્થાત પવન ભરપૂર હોવાથી શરીરમાં ચિકાશ મહેસૂસ થતી નથી. આ જ રીતે અહીં નવેમ્બર-ડિસેમ્બરમાં વરસાદ પણ પડતો હોવાથી ક્યારેક ક્યારેક ઉષ્ણતા વધે એટલે વરસાદ પડવાનું શરૂ થાય છે અને આપણને ત્રાસ થતો નથી. અમે તેને ‘નેચરલી એર કંડિશન્ડ’ એવું કહીએ છીએ. આંદામાનને નિસર્ગ દ્વારા 2 વરસાદ બહાલ કરવામાં આવ્યા છે. મેથી સપ્ટેમ્બરમાં ‘સાઉથ વેસ્ટ મોન્સૂન,’ એટલે કે, આપણે કહીએ ને આપણે ત્યાં વરસાદ પ્રથમ આવીને પછી આંદામાનમાં પહોંચે છે તે જ આ સાઉથ વેસ્ટ મોન્સૂન છે અને તેનો બીજો વરસાદ ‘નોર્થ ઈસ્ટ મોન્સૂન’ નવેમ્બર ડિસેમ્બરમાં થાય છે, જે આપણને કેરળમાં જોવા મળે છે. હવે બે વરસાદનું વરદાન લાભેલું આંદામાન લીલુંછમ્મ નહીં હોય તો જ નવાઈ. રેઈનફોરેસ્ટની આંદામાનમાં સમૃદ્ધિ છે. અનેક પ્રકારનાં અલગ અલગ જંગલો આપણને આંદામાનમાં જોવા મળે છે. લીલીછમ્મ વનરાજી-સફેદ સમુદ્રકિનારા-સ્વચ્છ ભૂરા આકાશનું પ્રતિબિંબ પડેલા સમુદ્રની સફેદ રેતીના તળ બતાવતું નિર્મળ પાણી અને આકાશનું પ્રતિબિંબ પડીને તે પાણીને મળેલી ઝળહળાટી... ટુરિસ્ટને આથી વિશેષ શું જોઈએ. જીવનમાં એકેય વાર પાણીમાં નહીં ગયેલા અથવા તરવાનું શું છે એ ખબર નહીં હોય તેવી કોઈ પણ વ્યક્તિને મોહિત કરે એવો આંદામાનનો દ્વીપ સમૂહ ‘બંગાળના ઉપસાગરનો પાચુનો ટાપુ’ નામે રુઆબ ધરાવવા સાથે મને કહેવાનું મન થાય છે કે તે પર્યટકોના આકર્ષણનું ‘નીલમણિ’ બની ગયું છે.
સ્વાતંત્ર્ય પૂર્વેના સમયગાળામાં કાળાં પાણી એવી આંદામાનની ભીતિજનક ઓળખ હોવા છતાં વાસ્તવમાં આ દ્વીપસમૂહને અપ્રતિમ નિસર્ગ સૌંદર્યનું દૈવી વરદાન મળ્યું છે. આ આરસપહાણી સૌંદર્ય મન ભરીને આસ્વાદ લઈ શકાય તે માટે જ આપણી સહેલગાહમાં આપણે આંદામાનના હેવલોક આઈલેન્ડ પર બે રાત અને નીલ આઈલેન્ડ પર એક રાત નિવાસ કરીએ છીએ. આ બંને આઈલેન્ડ્સ આપણને દરિયાનાં નિર્મળ ભૂરાં પાણીનું રીતસર ઘેલું લગાવે છે. સ્નોર્કેલિંગની ખુશી અહીં ઘણા બધા પર્યટકો લઈ શકે છે અને પાણીની નીચેના કોરલ્સની રંગબેરંગી દુનિયા આંખો ભરીને જોઈ શકે છે. રાધાનગર બીચ, એલિફન્ટ બીચ, ભરતપુર બીચ, સેલ્યુલર સેલ, રોસ આઈલેન્ડ, સો મિલ એમ અલગ અલગ આકર્ષણોથી આ સહેલગાહ સજેલી છે અને હવે ઓક્ટોબરથી માર્ચ સુધી ફેમિલી ગ્રુપ ટુર્સ, વુમન્સ સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલ, સિંગલ સ્પેશિયલ, સ્ટુડન્ટ્સ સ્પેશિયલ, હનીમૂન સ્પેશિયલની ભરપૂર સહેલગાહ છે. 50,000થી 60,000 રૂપિયામાં તમને મુંબઈથી મુંબઈ વિમાન પ્રવાસ સાથે આ સહેલગાહ સર્વસમાવિષ્ટ મળી રહે છે. તો ચાલો, બેગ ભરો, નીકલ પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.