બાળ ગંધર્વ પ્રેક્ષકોને માયબાપ કહેતા. અમારે પણ પર્યટકોને તે રીતે સંબોધવા જોઈએ અને તેઓ છે જ, કારણ કે અમારા ભવિષ્યનું શું કરવાનું તે તેમના જ હાથોમાં છે. ‘જન્મદાતા માયબાપ જીવનની એક બાજુ છે, પરંતુ આખા જીવનનો વિચાર કરીએ તો, અગાઉ કહ્યા મુજબ ટેક સેવી માયબાપ, શિક્ષણ આપનારા માયબાપ, વિચારોને યોગ્ય દિશા આપનારા માયબાપ... આવા અનેક માયબાપ પર્યટકો પર અમારો આધાર હોય છે.
વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહમાં મહિલાઓને અથવા જ્યેષ્ઠ નાગરિકોને પ્રત્યક્ષ મળવાનું થાય છે, સંવાદ થાય છે, સહેલગાહ કઈ રીતે ચાલે છે તે સમજાય છે અને જેમ મહિલા અથવા જ્યેષ્ઠ નાગરિકો રિફ્રેશ રીજ્યુવિનેટ થાય છે તે જ રીતે હું પણ તે હસતા ચહેરાઓને જોઈને ફુલ ઓન એનર્જી લઈને આવું છું. પર્યટનને લીધે પર્યટકોના વ્યક્તિત્વમાં જે ટ્રાન્સફોર્મેશન સર્જાય છે અથવા દેખાય છે તે બહુ ખુશી આપી જાય છે. મારું તે બાબતનું નિરીક્ષણ સતત ચાલુ હોય છે. આજકાલ પ્રોફેશનલ કેમેરા, સાદો કેમેરા બધું જ અમારા જેવા સર્વસાધારણ પર્યટકો માટે લગભગ કાળના પડદાની આડમાં જતું રહ્યું છે. અર્થાત ગળામાં મોટા મોટા એક્સપેન્સિવ એક્સક્લુઝિવ કેમેરા લટકાવેલા ફોટોગ્રાફીના પ્રેમી જોયા પછી તેમના પ્રત્યે આદરથી મન ભરાઈ આવે છે. આજકાલ બાય એન્ડ લાર્જ બધા પર્યટકો મોબાઈલ કેમેરા પર ધન્યતા માને છે. જનરલી મોબાઈલથી ફોટો કાઢવામાં આવે છે ત્યારે અનેક બાબતો જણાય છે.
મોબાઈલ કંપનીઓએ એક્ચ્યુઅલી ‘ફોન કમ કેમેરા વધુ’ અથવા ‘ફોટોવાલા ફોન’ અથવા ‘કેમેરા ફોન’ એવી ક્રાંતિ આવવાથી તેમાં ફોટો કાઢવાની આ રીત વધુમાં વધુ સહેલી બનતી ગઈ છે. સ્પર્ધા પર માત કરવા માટે અથવા સ્પર્ધામાં ટકી રહેવા માટે મોબાઈલના અનેક ફીચર્સમાં કેમેરા કાયમ અગ્રસ્થાને રહેશે. આવા આ સહેલા સહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે અમુક જ્યેષ્ઠ પર્યટકોને નાકે દમ આવી જાય છે. પહેલા તે ફોન ચાલુ કરવો પડે છે, પછી તેમાં કેમેરા આયકોન શોધીને ફોટો કાઢવાના સમય સુધી ક્યારેક ક્યારેક ફોન લોક થઈ જાય છે. આ પછી ફરીથી તે બધું ઓપરેશન કરવું પડે છે. અથવા, આવા સમયે કોઈ જોતું હોય તો થોડો સંકોચ થવા લાગે છે. ક્યારેક કેમેરા સેલ્ફી મોડ પર હોય તો ફરીથી નોર્મલમાં લાવવા માટે શું કરવાનું તે ખબર હોતી નથી. અર્થાત તે સમયે બાજુમાંના યંગ પર્યટકો મદદ કરે છે તે વાત અલગ છે. ફોટો કેટલા નજીકથી પાડવાના? કેટલા દૂરથી પાડવાના તે પણ સમજાતું નથી. હું આ લખી શકું છું કારણ કે હું પણ કેમેરા સેવી નહીં હોવાથી મારી બાબતમાં ક્યારેક આ બધી બાબતો બની ચૂકી છે.
ઘરના જ્યેષ્ઠો જ્યારે સહેલગાહમાં નીકળે છે અથવા છોકરો, છોકરી, સંબંધી પોતાનાં માતા-પિતાને અથવા દાદા-દાદીને આવા સ્માર્ટ ફોન આપે છે ત્યારે તે આસાન ફીચર્સવાળો મોબાઈલ ફોન વધુ આસાન કરી આપવાની જવાબદારી ઘરના યંગસ્ટર્સની છે. પહેલા એટલે કે જેટલા આયકોન્સ આ જ્યેષ્ઠો ઉપયોગ કરવાના છે તેટલા જ આયકોન ઓપન હોવા જોઈએ અથવા ફોનની પહેલી સ્ક્રીન પર હોવા જોઈએ. આમ, અગાઉ કહ્યું તેમ તેમાં કેમેરા આયકોન બીજા સ્ક્રીન પેજ પર હોય છે, ક્યાંક વચ્ચે વચ્ચે હોય છે, જેને લીધે શોધાશોધ કરવી પડે છે. આથી હું તો કહીશ, ‘આજે રવિવાર છે, યંગસ્ટર્સ ઘરે હશે તો માતા-પિતાને અથવા દાદા-દાદીને ફોન સોર્ટેડ કરી આપો. થોડો સમય જશે, પરંતુ આપણા જ્યેષ્ઠોનું જીવન આસાન બનશે, નો ડાઉટ. ફોન રોજિંદા જીવનનો ભાગ હોય તો તે આસાન કરી આપવો જ જોઈએ.
નાની નાની બાબતો હોય છે. સૌપ્રથમ તો ઘરના જ્યેષ્ઠ નાગરિકોને શું શું જોઈએ છે તેે જાણી લેવું અથવા તેેમને તેમની જરૂરતો અનુસાર શું શું આપવું જોઈએ તે પ્રથમ સ્ક્રીન પર લાવવું, તેમને જોઈતા અતિ મહત્ત્વના આયકોન્સ તેમને સુવિધાની જગ્યાએ સ્ક્રીન પર આપવા. મેસેજ-વ્હોટ્સએપ-ફોન- કેમેરા, ઘડિયાળ-કેલેન્ડર-નોટ્સ- કેલ્ક્યુલેટર, સેટિંગ્ઝ-સફારી-ગૂગલ-મેઈલ, યુ ટ્યુબ-ફોટો- ન્યૂઝપેપર-ટીવી, ફેસબુક- ફેસટાઈમ-સ્કાઈપ-મેપ, ગ્રોસરી અને શોપિંગ ઉપયોગ મુજબ, એન્ટરટેઈનમેન્ટ-નેટફ્લિક્સ, ઓઝી-હોટ સ્ટાર-પ્રાઈમ વિડિયો એમ વ્યવસ્થિત ગ્રુપ્સ કરીને તે ઉપયોગ પ્રમાણે ઉપર-નીચે પહેલા પાને અથવા બીજા પાને કરાય તો શોધાશોધ કરવાનો ત્રાસ મોટે ભાગે બચી જશે. આ એકાદ કબાટ વ્યવસ્થિત ગોઠવવા જેવું છે. દરેક વસ્તુ માટે જગ્યા અને જે તે જગ્યા પર દરેક વસ્તુ, તેમ જ તેમના ઉપયોગની ફ્રિકવન્સી અનુસાર ઉપર-નીચે, ડાબે-જમણે તે આયકોન કરી આપવાના. તમે કહેશો, ‘આ વાત શું અમને ખબર નથી પડતી?’ પણ સહેલગાહમાં જ્યારે અમુક પર્યટકો નાસીપાસ થાય છે ત્યારે તે બાબતે કાંઈક કરવું જોઈએ એવું મહેસૂસ થાય છે અને તેમાંથી આ જવાબદારી ઘરના યુવાનો પર સોંંપવાનું કામ હું હકથી કહી રહી છું.
આપણા ઘરના જ્યેષ્ઠો જ્યારે પર્યટને નીકળે છે ત્યારે તેમને ‘ફોનસ્માર્ટ’ કરવા (અર્થાત તે ફોન લેતાં જ થવું જોઈએ) ઘરના યુવાનોનું કામ છે. આ જ રીતે તેમને ‘સ્માર્ટ ટ્રાવેલર’ બનાવવાનું પણ. માતા-પિતા અથવા દાદા-દાદીએ કેવાં કપડાં પહેરવાં જોઈએ, કઈ રીતે પહેરવાં જોઈએ, કઈ રીતે સ્માર્ટ દેખાવું જોઈએ તે જવાબદારી પણ યુવાનોની જ છે. ટૂંકમાં મોટાઓના જીવનને નવા યુગમાં નવ આકાર આપનારા તેમના ‘માયબાપ’ યુવાનોએ બનવું જોઈએ. ‘ટેક સેવી મોડર્ન માયબાપ’તરીકે આપણે આ યુવા પેઢીને કહી શકીએ છીએ.
બાળ ગંધર્વ (મરાઠી સંગીત- નાટકના વિખ્યાત ગાયક-અભિનેતા) પ્રેક્ષકોને માયબાપ કહેતા. અમારે પણ પર્યટકોને તે રીતે સંબોધવા જોઈએ અને તેઓ છે જ, કારણ કે અમારા ભવિષ્યનું શું કરવાનું તે તેમના જ હાથોમાં છે. ‘જન્મદાતા માયબાપ જીવનની એક બાજુ છે, પરંતુ આખા જીવનનો વિચાર કરીએ તો, અગાઉ કહ્યા મુજબ ટેક સેવી માયબાપ, શિક્ષણ આપનારા માયબાપ, વિચારોને યોગ્ય દિશા આપનારા માયબાપ’... આવા અનેક માયબાપ પર્યટકો પર અમારો આધાર હોય છે. કોઈ પણ સંપર્ણ પરફેક્શનિસ્ટ નથી હોતું. આથી એકબીજા પર આધાર રાખીને આપણે આપણું વ્યક્તિગત જીવન આગળ લઈ જવાનું છે. પ્રેક્ષક, પર્યટક, ટીમ મેમ્બર્સ, એસોસિયેટ્સ, બાળકો, પૌત્રો, પતિ-પત્ની એમ બધા મળીને બનેલા જીવનમાં વારાફરતી માયબાપ બનવાની જવાબદારી પાર પાડવી પડે છે. ‘ઈગો વચ્ચે લાવીને જવાબદારીથી વિમુખ નહીં થવું જોઈએ’ ટેક સેવી પૌત્રોની જેમ જેમને જે સારું આવડે છે તે તેમણે માયબાપ બનીને અન્યને આપવું અને બીજાએ તેની એકસપર્ટીઝનું માન આપીને તે ખુશી સ્વીકારવું એવી સરસ લેણદેણ થાય તો ખરા અર્થમાં, ‘એકમેકને સહાય કરીશું, આગળ વધતા રહીશું,’ એવી કુટુંબ- સમાજ-દેશ-આગેકૂચ આસાનીથી થશે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.