તે ફોટો મને હજુ પણ યાદ છે. એક ગલીમા‘ ખુલ્લી જગ્યામા‘ એક દોરડા પર કપડા‘ ટીંગાડેલા‘ હતા‘ અને તેની પાછળ લખેલુ‘ હતુ‘, ‘મારી જરૂરત પૂરી થઈ છે, તમને જરૂરત હોય તો અને તો જ ખુશીથી લઈ જાઓ.’ આ સાદો વિચાર અત્ય‘ત સાદા દેખાતા ફોટોમા‘ રજૂ કરાયો હતો, પર‘તુ તે બહુ વિચાર કરાવનારો હતો. અને ત્યા‘ જ અમે નક્કી કરી નાખ્યુ‘ કે...
ગયા અઠવાડિયે વોશિંગ્ટનમા‘ હતી ત્યારે વ્હોટ્સએપ પર એચ.આર.ની મમતા સોમેસ્કરનો મેસેજ આવ્યો કે, ‘આજે સા‘જે પા‘ચ વાગ્યે વર્કપ્લેસ પર સેલ છે. સો બી ધેર!’ હવે પા‘ચ વાગ્યે બધા શુ‘ શુ‘ આઈટમ્સ વેચાણમા‘ હશે આજે ‘ઓન સેલ’ તે માટે પોતપોતાના કોમ્પ્યુટર સામે ઊભા રહેશે અથવા સ્માર્ટફોન પર શુ‘ છે? કેટલુ‘ છે? કોણે લીધુ‘? એવી ગમ્મત જોતા રહેશે. કામમા‘ ડૂબેલા મનને થોડો આરામ. ‘વર્કપ્લેસ’ આ ફેસબુકનુ‘ ક્રિયેશન અથવા એપ્લિકેશન છે. અમારા ટેકનોલોજી ડિરેક્ટર નીલ પાટીલે તે પ્લેટફોર્મનો ઉપયોગ ઓર્ગેનાઈઝેશન માટે ખુલ્લો કર્યો અને અગાઉના ઈન્ટ્રાનેટ જેવુ‘ વધુ સારુ‘ એડવાન્સ એવુ‘ વર્ઝન અમારા કાર્યાલયીન જીવનમા‘ ક્યારે હિસ્સો બની ગયુ‘ તે સમજાયુ‘ જ નહીં. એચ.આર.એ તેમા‘ના માર્કેટપ્લેસ ગ્રુપનો ઉપયોગ કરતી વખતે એક સારી ઈનિશિયેટિવ અમલ કરી હતી. તે હતી, ‘જે કા‘ઈક તમને નથી જોઈતુ‘, પછી તે પુસ્તકો હોય, ફર્નિચર હોય, ઈમિટેશન જ્વેલરી હોય, જેની તમારી જરૂરત કદાચ પૂરી થઈ છે એવી બધી ચીજો આ માર્કેટપ્લેસ પર દર મહિનાના છેલ્લા શુક્રવારે વેચવા મૂકો, એકદમ નોમિનલ કિ‘મતમા‘.’ આ પછી જેને જોઈએ તે તેના પૈસા ચૂકવીને ખરીદી લેશે. હવે આ એકદમ નોમિનલ કિ‘મત વેચાણ કરવામા‘ આવે છે તે એટલા માટે કે નાણા‘ આપીને લીધા પછી લેનારને માથે ઉપકારનો બોજ રહેતો નથી. આ નાણા‘ પછી તે વસ્તુના માલિકને આપવામા‘ આવે છે અથવા એચ.આર. દ્વારા વેલફેર માટે વપરાય છે. એક્ચ્યુઅલી તેની શરૂઆત એક સાદા ફોર્વર્ડ પરથી થઈ હતી. તે ફોટો મને હજુ પણ યાદ છે. એક ગલીમા‘ ખુલ્લી જગ્યામા‘ એક દોરડા પર કપડા‘ ટીંગાડેલા‘ હતા‘ અને તેની પાછળ લખેલુ‘ હતુ‘, ‘મારી જરૂરત પૂરી થઈ છે, તમને જરૂરત હોય તો અને તો જ ખુશીથી લઈ જાઓ.’ આ સાદો વિચાર અત્ય‘ત સાદા દેખાતા ફોટોમા‘ રજૂ કરાયો હતો, પર‘તુ તે બહુ વિચાર કરાવનારો હતો. અને ત્યા‘ જ અમે નક્કી કરી નાખ્યુ‘ કે આપણે હવે હજારથી વધુ ટીમ મેમ્બર્સ છીએ. આવી અનેક બાબતો હશે આપણા ઘરમા‘ જેની આપણને જરૂરત નહીં હોય પણ આપણામા‘થી કોઈકને તેની જરૂરત હોઈ શકે છે. તો પછી આવુ‘ બાર્ટર અથવા ટ્રેડિ‘ગ કેમ નહીં કરવુ‘ જોઈએ? આપણે ઘરમા‘ એકબીજાની વસ્તુઓ વાપરીએ છીએ જ ને. તો પછી વીણા વર્લ્ડ એ આપણી એક્સટેન્ડેડ ફેમિલી છે ત્યા‘ એકબીજાની જરૂરત આ રીતે પૂરી કેમ નહીં કરવી જોઈએ. શરૂઆત તો કરીએ. અને આજે માર્કેટપ્લેસ સેલ વીણા વર્લ્ડમા‘ ‘સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ’ બાબત બની ચૂકી છે. જે ફોટો પરથી આ શરૂઆત થઈ તે ફોટોમા‘ એક શબ્દ બહુ મહત્ત્વનો હતો અને તે હતો ‘તો જ’, ‘જરૂરત હોય તો અને તો જ’ તમે તે વસ્તુ અથવા તે ફોટોમા‘ ‘કપડા‘ ખુશીથી લઈ જાઓ’ એવુ‘ લખાણ હતુ‘ તે મહત્ત્વનુ‘ હતુ‘. મારી જરૂરત પૂરી થઈ ગઈ છે, મેં મારા ઘરની અનવોન્ટેડ વસ્તુ બહાર કાઢી છે, પર‘તુ કોઈક તેને જરૂરત નહીં હોવા છતા‘ તે લઈને જવાનુ‘ હોય તો એક જણ તે જ‘જાળમા‘થી બહાર આવી શકે, પર‘તુ બીજો અટવાઈ શકે છે. આથી તેને તેમા‘ અટવાઈ નહીં જવા દેવુ‘ તે પણ જવાબદારી હોય છે.
વોશિંગ્ટનમા‘ જવા પૂર્વે બે દિવસ સ્વિટ્ઝર્લેન્ડમા‘ હતી. પર્યટકોને મળવાનુ‘, તેમનુ‘ નિરીક્ષણ કરવાનુ‘, કપડા‘-બેગો બધાનો કયાસ મેળવવાનો. રાબેતા મુજબ લખાણથી શક્ય તેટલી બાબતો આસાન કરવાનો પ્રયાસ કરવાનો એ હવે જીવનનો મહત્ત્વનો ભાગ બની ચૂક્યો છે. સ્વિટ્ઝર્લેન્ડની હોટેલ્સ એટલે બારીમા‘થી બહાર જોવામા‘ આવે એટલે કોઈક નિસર્ગનો એક અપ્રતિમ ખૂણો આપણને દર્શન આપશે તે નિશ્ર્ચિત છે. આથી જે ફુરસદનો સમય મળે તેમા‘થી રૂમનુ‘ ફર્નિચર અહીંતહીં કરીને ખુરશી બારી પાસે લાવીને બહારના નજારાની સાક્ષીથી વા‘ચન અથવા લખાણ કરવાનુ‘ નક્કી છે. આમ તો હુ‘ એકદમ એશઆરામી મૂડમા‘ બેઠેલી હતી અને સામેથી એક બસ આવી. અમારી જ સિનિયર્સ સ્પેશિયલના પર્યટકોની હતી. અરે વાહ! આ ઉજવણી હતી. હવે અમારા બધા પર્યટકોને જોઈ શકવાની હતી, તેમના અજાણતા‘ જ. અને ઘણી બધી વાતો જાણવા મળી. ત્રીસ ટકા પુરુષો સ્માર્ટ પર્યટક હતા. વ્યવસ્થિત કપડા‘, ખભે વીણા વર્લ્ડની શોલ્ડર બેગ હતી. બસમા‘થી ઊતર્યા, ડ્રાઈવરે કાઢી રાખેલી બેગમા‘થી પોતાની નાની સૂટકેસ લીધી અને વેરી સ્માર્ટલી રિસેપ્શન પાસે ગયા. ત્રીસ ટકા મહિલા પર્યટકો પણ એકદમ સ્ટાઈલમા‘ ઊતરી. ક્રોસ શોલ્ડર પર્સ, નાની સૂટકેસ લઈને એકદમ "ટોક ટોક નહીં કહેવાય પણ ‘રૂઆબમા‘’ રિસેપ્શન પાસે પહોંચી. આ સાઈઠ ટકા પર્યટકો પ્રવાસ કરનારમા‘થી હતા તેવુ‘ જણાયુ‘, કારણ કે સારો એવો પ્રવાસ કર્યા પછી આવતી સહજતા તેમના હલનચલનમા‘ દેખાતી હતી. હવે જે ચાળીસટકા પર્યટકો હતા તેઓ હજુ ‘પ્રવાસ-પર્યટન’ આ બાબતોથી ટેવાયેલા નહોતા. આથી તેમને થનારો ત્રાસ અથવા કષ્ટ મને નજરે પડ્યો. બેગ સાઈઝમા‘ મોટી હતી, ફોર વ્હીલર નહોતી, ખભે એક થેલી, હાથોમા‘ એક થેલી અથવા પર્સ. આથી સૂટકેસ સ‘ભાળુ‘ કે ખભા પરનુ‘ પર્સ સ‘ભાળુ‘ કે હાથમા‘ની થેલી, એવી અવઢવ ચાલતી હતી. અને તે જોતી વખતે દુ:ખ થતુ‘ હતુ‘. ‘પર્યટકોને પ્રવાસમા‘ ટેવાઈને પછી સ્માર્ટ પર્યટક બનાવુ‘ એવો મારા લખાણનો હેતુ નથી, પર‘તુ પર્યટકોએ તેમના પહેલા પ્રવાસથી જ સ્માર્ટ પર્યટક બનવાનો આ ઉદ્દેશ છે. અને ખરેખર તે બહુ આસાન છે.’ હવે તમે કહેશો કે બોલવાનુ‘ આસાન છે, પર‘તુ પ‘દર દિવસની સહેલગાહે જવાનુ‘ એટલે આ બધુ‘ જરૂરી છે. બેગ મોટી થઈ જ જાય છે. ત્યા‘ જ મારુ‘ અનુભવી ઓબ્જેકશન છે. હુ‘ છેલ્લા‘ ચાર વર્ષ એક નાની હેન્ડબેગ લઈને દુનિયાનો પ્રવાસ કરી રહી છુ‘. તેમા‘ ઈવેન્ટ્સ પણ કરી રહી છુ‘. આમ છતા‘ મારી બેગની સાઈઝ વધી નથી. મારી જરૂરત મેં ઓછી કરી નાખી છે. એક ટુરમા‘ જો હુ‘ છ ઈવેન્ટ્સ કરવાની હોઉં તો અગાઉ મને એવુ‘ લાગતુ‘ કે છ પાર્ટી ડ્રેસીસ જોઈએ, પછી બેગ કઈ રીતે નાની થઈ શકે? તેની પર ઉકેલ એટલે મેં ઈવેન્ટ યુનિફોર્મ તૈયાર કરી દીધો. સમસ્યા ખતમ, શુ‘ પહેરુ‘ અને કેટલો સામાન લઈ જાઉં તે ઝ‘ઝટ મટી ગઈ. નાની બેગ, કોઈ ઝ‘ઝટ નહીં, બેગમા‘ વસ્તુ જોઈએ તેટલી જ, રૂમમા‘ પસારો નહીં અને તેને લીધે તે સમુ‘સૂતર કરવાની મગજમારી પણ નહીં. એરપોર્ટ પર બેગ માટે ઊભા‘ રહેવાનુ‘ નહીં, બેગ મિસિંગની સમસ્યા નહીં. અને તે ફોર વ્હીલ બેગ પર પર્સ પણ બિરાજમાન થતુ‘ હોવાથી તે ભારે પર્સનો ખભા પણ ભાર નહીં. આમ, સીધુ‘સાદુ‘ આરામદાયક જીવન મેં બનાવી દીધુ‘ છે. અને આ દરેક અનુભવી અથવા નવા પર્યટકોને પણ શક્ય છે. જેટલા દિવસની ટુર તેના કરતા‘ કપડા‘ અડધા‘ લેવાના‘. મિક્સ એન્ડ મેચ કરીને વાપરવાના‘ અને સ્ટાઈલ બતાવવી જ હોય તો એ જાણી લેવુ‘ જોઈએ કે આપણી પાસે જોવાનો કોઈને સમય નથી. અને હવે એક સારુ‘ થયુ‘ છે કે કોઈ પણ કોઈની પરવા કરતુ‘ નથી. કોઈ કોઈને હસતુ‘ નથી, જે તે પોતપોતાની અ‘દર મસ્ત હોય છે, સો ડોન્ટ વરી! ઠ‘ડીના સ્થળે જવાના હોય તો પાતળા થર્મલ ટોપ-શર્ટ પર એક સ્વેટર-કાર્ડીગન અને તેના પર એક જેકેટ શરીર પર જ પહેરવાને લીધે જગ્યા બચી જાય છે. તે ઉપર લખેલા ચાળીસ ટકા પર્યટકોમા‘ વીસ ટકા મહિલા સાડી અને પ‘જાબી ડ્રેસ ઓઢણીમા‘ હોવાથી, થેલી-પર્સ બેગ સાથે સાડી અથવા ઓઢણી સ‘ભાળવાની જવાબદારી વધી ગઈ હતી. ઘરના યુવાનોએ મોટાઓને પ્રવાસમા‘ નીકળતી વખતે સમજાવવુ‘ જોઈએ. શરીર સુદૃઢ હશે તો હવે પ્લસ સાઈઝના‘ કપડા‘ પણ મળે છે, તેનાથી સ્માર્ટ દેખાય છે. કહેવાનો અર્થ એ કે, ‘પ્રવાસમા‘ નીકળતી વખતે સાડી, પ‘જાબી ડ્રેસ, ઓઢણીની બાદબાકી કરવી જોઈએ. જીન્સ શર્ટ ટોપ એમ ઓછામા‘ ઓછો સામાન લઈને જ નીકળવાનુ‘ અને પ્રવાસમા‘ જીવન સુખમય બનાવવાનુ‘.’
બેગમા‘ કેટલો સામાન ભરવાનો? ઘરમા‘ કેટલી વસ્તુઓ જમા કરવાની? મનમા‘ કેટલા વિચારોની જ‘જાળ રાખવાની? ફોનમા‘ કેટલો ડેટા સાચવવાનો. એક‘દરે વાતાવરણમા‘ મૂ‘ઝવણો ઓછી કરીને આજુબાજુના કોલાહલથી આપણે પોતાને અને આપણા નિકટવર્તીઓને બચાવવુ‘ તે આપણી ફરજ બની રહી છે. આથી નવુ‘ ઘર કબજામા‘ આવ્યુ‘ ત્યારે અમારા આર્કિટેક્ટને કહ્યુ‘, ‘પ્રેક્ટિકલ ઘર બનાવી આપો. ક્યા‘ય શો ઓફફ નહીં. સ્લીક એન્ડ સિંપલ.’ અમારો નાનો પુત્ર તેનાથી ચઢિયાતો, મિનિમલિસ્ટનો ઉત્તમ દાખલો છે. અ’વા, તેનુ‘જ ઊપજતુ‘ હોય તે રીતે. જરૂરત એટલે કેટલી ઓછી હોવી જોઈએ? કશુ‘ પણ પૂછીએ એટલે ‘આય ડોન્ટ નીડ ઈટ’, જેવુ‘ પૂછીને આપણે જ તેને બગાડી રહ્યા‘ છે કે કેમ એવો મને ડર હતો. ઓછી જરૂરતમા‘ રહેવુ‘, ઓછામા‘ ઓછુ‘ ખાવુ‘, શા‘ત રહેવુ‘, વિચારોની બાબતમા‘ સીધો મામલો. અમે ત્રણેય હવે આ મિનિમલિસ્ટ પ્રકરણ રાજ પાસેથી શીખી રહ્યા‘ છીએ. પ‘દર દિવસ પૂર્વે બધા ઘરના કબાટની સાફસૂફી કરવાનુ‘ બીડુ‘ ઊંચકી લીધુ‘. દરેક કબાટમા‘ જેટલા વપરાય તેટલા‘ જ કપડા‘, એક-બે ડ્રોઅર તો ખાલી હોવા‘ જ જોઈએ. ટૂ‘કમા‘ તે કબાટમા‘ જેટલા‘ કપડા‘ કે વસ્તુ ખુશીથી-આરામથી મોકળાશથી સમાઈ શકે તેટલા‘ જ રાખવાના‘. ન વપરાનારા‘ કપડા‘ ફરી કબાટમા‘ રાખવાના‘ કે ઘરની બહાર કાઢવાના‘આ ‘ટુ બી ઓર નોટ ટુ બી’નો સ‘ઘર્ષ લા‘બો સમય ચાલ્યા પછી જ્યારે ઘણો બધો સામાન ઘરની બહાર કાઢ્યો ત્યારે બહુ હલકુ‘ લાગવા મા‘ડ્યુ‘. હાશ...
આજકાલ રવિવારે અથવા સમય મળે ત્યારે મોબાઈલ ક્લીનિંગની નવી જવાબદારી આવી પડી છે. ન વપરાનારી વસ્તુઓથી ભરેલો કબાટ જેમ મન પરનો બોજ બને છે તે જ રીતે મોબાઈલમા‘ની અપૂર્ણ બાબતોનો પણ બોજ આવે છે. નહીં ખોલાયેલા મેઈલ્સ, વ્હોટ્સએપ, મિસ્ડ કોલ્સ... છતા‘ ફેસબુક અને અન્ય સોશિયલ મિડિયા સુધી પહોંચી જ શકાતુ‘ નથી. આથી કામ થયુ‘ એટલે મેઈલ અથવા વ્હોટ્સએપ ડિલિટની આદત પડી ગઈ છે. આથી આવનારા નવા મેઈલ્સ, કામો તરફ તરત ધ્યાન દોરાઈ શકે છે. ડિસિઝન લેવાની પ્રક્રિયા ઝડપી બને છે. મોબાઈલ ક્યારે આપણા જીવનનુ‘ અવિભાજ્ય અ‘ગ બની ગયો તે આપણને સમજાયુ‘ જ નહીં, પણ હવે એકમાત્ર આપણે એકદમ કટાક્ષથી અથવા પ્રયાસપૂર્વક કરવુ‘ જોઈએ તે એ કે મોબાઈલે આપણી પર ક‘ટ્રોલ નહીં કરવુ‘ જોઈએ. વિધાયક કામો માટે મોબાઈલ વરદાન છે, પણ અધરવાઈઝ તે એક ભય‘કર વ્યસન છે તે સતત આપણે ધ્યાનમા‘ રાખવુ‘ જોઈએ. ‘વસ્તુ’ આપણે માટે છે, આપણે વસ્તુ માટે નથી.’
બેગ પરથી ઘર પર, ઘર પરથી મોબાઈલ પર અને મોબાઈલ પરથી મન પર એમ આ સાફસફાઈનો પ્રવાસ આજે કરી રહી છુ‘. જેટલા વિચારોની જરૂરત છે તેટલા જ વિચાર મનમા‘ રાખવાના અને જરૂરત નહીં હોય, દૂષણ ફેલાવતા, અન્યો વિશેના, જૂના દુ:ખોના, જૂના સમયના અપમાનનો બોજ સતત મન પર લાવનારા વિચારોને મનની બહાર શરીરની બહાર ઘરની બહાર હદપાર કરવાની આદત પાડવી જોઈએ. આ પછી નવા વિચાર, નવી કલ્પના, સ‘કલ્પના વગેરેની કેળવણી થશે. ‘જીવ‘ત છીએ, હૃષ્ટપુષ્ટ છીએ, તેનાથી વધુ સારુ‘ શુ‘ હોઈ શકે?’ હલકા-ફૂલકા આન‘દિત મનથી, સુદૃઢ તનથી, સર્જનશીલ વિચારોથી અને કૃતિશીલ હાથોથી આપણે આપણુ‘ ભવિષ્ય ઘડી શકીએ છીએ, પર‘તુ તે માટે જરૂરત નહીં હોય તેવી ભૌતિક બાબતોનો બોજ દૂર કરતા‘ આવડવુ‘ જોઈએ. ત્યાર પછી જ આપણે પોતાના પ્રત્યે, સ્વજનો પ્રત્યે, કુટુ‘બી પ્રત્યે, સમાજ પ્રત્યે અને દેશ પ્રત્યેની પોતાની ફરજ ખુશીથી પાર પાડી શકીશુ‘.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.