અનેક સ્થળે પર્યટન વ્યવસાયને લીધે હું જઈ શકી. દુનિયાની અથવા દેશની આવી ટોચ પર ઊભા રહેવાનું, ભગવાનના આભાર માનવાના, ગાયત્રી મંત્રના જાપ કરવાના એ શિસ્તો હું આજ સુધી પાલન કરતી આવી છું. હજુ ઘણી બધી ટોચ મને ઈશારો કરી રહી છે. ક્યારેક ત્યાં પણ પહોંચવું છે એવી ઈચ્છા છે અને ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય જ છે. તો ’વ્હાય નોટ લૂક ફોર્વર્ડ ટુ સમથિંગ બિયોન્ડ?’
દુનિયાની ટોચ પર પહોંચવાની ઈચ્છા બધાની જ હોય છે. જોકે દુનિયાની ટોચ ચોક્કસ કઈ? પૃથ્વી ગોળ છે, તેથી જ અમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને પ્રમાણ માનીને તેમના સુધી એક પર્યટન તરીકે કઈ રીતે પહોંચી શકાય તે વિચાર થોડાં વર્ષ પૂર્વે કર્યો અને હવે પર્યટક દર વર્ષે વીણા વર્લ્ડ સંગાથે નોર્ધર્ન લાઈટ્સ અને એન્ટાર્કટિકા ક્રુઝ નિમિત્તે જેટલું શક્ય બને તેટલું આ બંને ધ્રુવ નજીક જવાનો પ્રયાસ કરે છે. જેમણે હાલમાં જ પ્રવાસ શરૂ કર્યો છે, તેમને અમે પર્યટનની યાદીમાં એક "લક્ષ્ય તરીકે દેશોની અથવા ખંડની ટોચ સમાવિષ્ટ કરવા માટે કહીએ છીએ. આપણું કેપ કેમોરિન- ક્ધયાકુમારી, સાઉથ આફ્રિકાનું કેપ ઓફ ગૂડ હોપ અથવા કેપ એગુલ્હાસ, સ્કેન્ડિનેવિયાનું- નોર્વેનું નોર્થ કેપ-નોર્ડકેપ, ચિલીનું કેપ ફ્રાવ્હર્ડ, ઓસ્ટ્રેલિયાનું ટાસ્માનિયાનું સાઉથ ઈસ્ટ કેપ, ન્યૂ ઝીલેન્ડનું સ્લોપ પોઈન્ટ, યુએસએ હવાઈનું કા-લાઈ, ચાયનાનું હાયનાન, ગ્રીનલેન્ડનું કેપ ફેરવેર, રશિયાનું કેપ ફ્લિગલી, જાપાનનું કેપ ઈરિસાકી... આ યાદી પૂરી થાય એમ નથી. આજે આવી જ દુનિયાની ટોચ તરીકે સંબોધવામાં આવતા બે ખંડનો કયાસ મેળવવાનો ટૂંકમાં પ્રયાસ કર્યો છે. તેમાંથી એક ખંડ છે, સાઉથ અમેરિકા અને બીજો છે એન્ટાર્કટિકા.
એશિયા, આફ્રિકા અને નોર્થ અમેરિકા પછી દુનિયામાં "નંબર ચારનો ખંડ એટલે દક્ષિણ ગોળાર્ધનું "સાઉથ અમેરિકા. પશ્ચિમમાં પેસિફિક ઓશન, ઉત્તરમાં કરિબિયન સી અને નોર્થ એટલાન્ટિક સી, દક્ષિણમાં સાઉથ એટલાન્ટિક સી એમ મહાસાગરના સાંનિધ્યમાં સાઉથ અમેરિકા ખંડ પોઢેલો છે. પોર્ટુગીઝ, સ્પેનિશ, ઇંગ્લિશ, ડચ અને ફ્રેન્ચ લોકોએ, એટલે કે, દરિયાવર્દી અથવા સમુદ્રિ ચાંચિયાઓએ સાઉથ અમેરિકાનો એક- એક ભાગ શોધીને પોતાના અમલ હેઠળ લાવી દીધા અને ત્યાં યુરોપિયન કોલોનાઈઝેશન થવાનું શરૂ થયું. તે સમયે પાવરબાજ પોર્ટુગીઝોએ સાઉથ અમેરિકાના પૂર્વ ભાગમાં કબજો કર્યો, જ્યારે સ્પેનિશ લોકોએ પશ્ચિમ ભાગ પર હક પ્રસ્થાપિત કર્યો. આથી જ આ બે ભાષાનું વર્ચસ આપણને અહીં દેખાય છે. પોર્ટુગીઝોએ ભરપૂર કિંમત ગણીને અઢારસો બાવીસમાં બ્રાઝિલ સ્વતંત્ર થયું અને તેના આસપાસ બધા જ દેશોની સ્વાતંત્ર્ય ચળવળની લહેર આવીને એક-એક દેશ સ્વતંત્ર થતા ગયા અને સાઉથ અમેરિકાની નીકળી પડી. નૈસર્ગિક, દરિયાઈ અને ખનીજ સંપત્તિને જોરે સાઉથ અમેરિકા મહત્ત્વનો ખંડ બની ગયો.
સાઉથ અમેરિકાને અનેક વરદાન મળ્યાં છે, જે આપણે આપણી સહેલગાહમાં જોઈએ છીએ. દુનિયાનું સૌથી મોટું એમેઝોનનું જંગલ સાઉથ અમેરિકામાં છે અને તેનો વધુમાં વધુ ભાગ બ્રાઝિલમાં છે. એમેઝોન જંગલ જે નદીના કાંઠે વસેલું છે તે દુનિયાની સૌથી મોટી નદી અને લંબાઈની બાબતમાં દુનિયામાં બે નંબરની એમેઝોન રિવર સાઉથ અમેરિકામાં જ છે. અહીં જ બ્રાઝિલ અને આર્જેન્ટિના દેશોને લાભેલા ઈગ્વાસુ ફોલ્સની મુલાકાત લીધા પછી ફર્સ્ટ લેડી ઓફ અમેરિકા- એલેનોર રૂઝવેલ્ટે કહ્યું હતું, "પુઅર નાયગરા. તેના આ વિધાનથી ઈગ્વાસુ ફોલ્સના આયુષ્યનું ભલું થયું અને તે જોવા માટે દુનિયાભરના પર્યટકોની ખેંચતાણ થવા લાગી. જ્યાં ઘણા બધા ભાગમાં ચારસો-પાંચસો વર્ષમાં વરસાદ જ પડ્યો નથી એવા પેસિફિક મહાસાગરના કિનારા નજીક એક હજાર કિલોમીટર્સ લંબાઈનું, દુનિયાનું ડ્રાયેસ્ટ ડેઝર્ટ "અટાકામા ચિલી અને પેરૂ આ બે દેશોમાં વહેંચાયું છે. દુનિયાની સૌથી લાંબી સાત હજાર કિલોમીટર્સની માઉન્ટન રેન્જ એટલે "એન્ડીઝ આર્જેન્ટિના, ચિલી, બોલિવિયા, પેરૂ, ઈક્વાડોર, કોલંબિયા અને વેનેઝુએલા એમ સાઉથ અમેરિકન દેશોમાં ફેલાયેલી છે. અટાકામા ડેઝર્ટનો ભાગ પણ આ એન્ડીઝમાં આવે છે. દુનિયાની સૌથી ઊંચાઈ પર વસેલું કેપિટલ સિટી એટલે બોલિવિયાની રાજધાની "લા પાઝ. જહાજોની અવરજવર માટે ખુલ્લું અને દુનિયાનું સૌથી ઊંચાઈ પરનું "લેક ટિટિકાકા પેરૂ દેશમાં એટલેકે સાઉથ અમેરિકામાં છે. આવા અનેક નેચરલ વંડર્સ સાથે સાઉથ અમેરિકા સજ્યું છે "ન્યૂ સેવન વંડર્સ ઓફ ધ વર્લ્ડના બે અદભુત આશ્ચર્યોથી. તેમાંથી એક છે ઈન્કા સામ્રાજ્યનો અવશેષ "માચુપિચુ અને બીજું "ક્રાઈસ્ટ ધ રીડીમરનું ભવ્ય પૂતળું. સૌથી મોટા, સૌથી ભરચક, સૌથી ઊંચા, સૌથી લાંબા... એવી વિશિષ્ટતાઓથી સજેલા સાઉથ અમેરિકામાં એકંદરે બાર દેશ છે. તેમાંથી પાંચ મહત્ત્વના દેશોની આપણે મુલાકાત લઈએ છીએ.
હવે થોડું એન્ટાર્કટિકા વિશે જાણીએ. હજુ હમણાં સુધી પર્યટકોની તે ગજ્જ બહાર હતું. તેના પર કોઈ પણ દેશની માલિકી કે અધિકાર નથી. આટલું જ નહીં, આ ખંડ પર એકેય શહેર નથી અને કાયમી માનવી વસતિ પણ નથી. વર્ષભર અહીં સફેદ બરફનું સામ્રાજ્ય હોય છે. આ ખંડ એટલે દક્ષિણ ગોળાર્ધમાં, પૃથ્વીના એકદમ તળિયે "એન્ટાર્કટિકા ખંડ છે. આ દુનિયાનો એકમાત્ર એવો ખંડ છે કે જેની અધિકૃત ભાષા નથી, જ્યાં અધિકૃત ચલણ નથી અને જેને અધિકૃત રાજધાની પણ નથી. આકારની બાબતમાં વૈશ્વિક ક્રમમાં એશિયા, આફ્રિકા, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા પછી આ ખંડ પાંચમા સ્થાને આવે છે. બરફથી ઢંકાયેલું એન્ટાર્કટિકા ખંડ પર માનવી પહેલી વાર વર્ષ 1821માં પહોંચ્યો હતો. આ પછી પરિસરના વ્હેલ્સ અને સીલ્સ પ્રાણીઓના શિકારનો સિલસિલો શરૂ થયો અને તે માટે રીતસર આ માયનસ ડિગ્રીના પ્રદેશમાં બેઝ કેમ્પ ઊભા કરવા સુધી મજલ પહોંચી હતી. સદ-નસીબે 1957 વર્ષમાં "ઈન્ટરનેશનલ જિયોફિઝિકલ ઈયર ઉજવણી કરતી વખતે એન્ટાર્કટિકાના સંરક્ષણ માટે અમુક નિયમ તૈયાર કરવામાં આવ્યા અને ત્યારથી આ ખંડ પર ફક્ત શાસ્ત્રીય સંશોધનને પરવાનગી આપવામાં આવી છે. આપણા ભારતનું પણ સંશોધન તળ એન્ટાર્કટિકા છે. આપણે ત્યાં શિયાળો હોય ત્યારે ત્યાં
ઉનાળો હોય છે. આથી આપણે નવેમ્બરથી એપ્રિલના સમયગાળામાં એન્ટાર્કટિકાની મુલાકાત લઈ શકીએ છીએ.
એન્ટાર્કટિકા પહોંચવા માટે આપણને સાઉથ અમેરિકાના આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયરેસ શહેરમાંથી એન્ટાર્કટિકાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતા "ઉશુઆયા શહેરમાં જવું પડે છે. ઉશુઆયામાંથી જ આપણી એન્ટાર્કટિકાની ક્રુઝ નીકળવાની હોય છે. ઉશુઆયા જે બિગલ ચેનલના કાંઠે છે તે ચેનલમાંથી આપણે પ્રવાસ શરૂ કરીએ છીએ. આ પછી જે ભૂમિ દેખાય, તે હશે દુનિયાના તળિયે રહેલો સાતમો ખંડ- એન્ટાર્કટિકા. ફક્ત કલ્પના કરવાથી પણ આપણને એક્સાઈટમેન્ટ આવે છે. એન્ટાર્કટિકા પાસે જતી વખતે માર્ગમાં "ડ્રેક પેસેજ પાર કરવો પડે છે. 16મી સદીમાં સાહસિક, ચાંચિયો "ફ્રાન્સિસ ડ્રેકનું નામ આ પેસેજને આપવામાં આવ્યું છે. આ સ્થળે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરનું મિલન થાય છે અને આપણને "રફ સી એટલે શું છે તે જાણવા મળે છે. ડ્રેક પેસેજ પાર કર્યા પછી આસપાસ સમુદ્રમાં તરતો હિમખંડ કહેવા લાગે છે કે, આપણે એન્ટાર્કટિકાના ઘેરામાં પહોંચ્યા છીએ. આ સહેલગાહમાં આપણે એન્ટાર્કટિકા પેનિનસુલાના સાઉથ શેટલેન્ડ આઈલેન્ડ્સની મુલાકાત લઈએ છીએ. આપણે આપણી ક્રુઝમાંથી, નાની બોટમાં-જેને ઝોડિયાક કહેવાય છે તેમાં ઊતરીએ છીએ અને કુશળ નાવિક હલેસાં મારતો મારતો આપણને અલગ ટાપુ પર લઈ જાય છે. આ બરફના રાજ્યના રહેવાસી એટલે, પેન્ગ્વિન્સ, સીલ્સ, વ્હેલ્સ એવાં જળચર છે. આથી એન્ટાર્કટિકા પર સ્થળદર્શન એટલે અહીંનું અનોખું "વાઈલ્ડ લાઈફ છે. આપણને અહીં ચિનસ્ટ્રેપ પેન્ગ્વિન્સની કોલોની જોવા મળે છે. માંડ દોઢ-બે ફૂટ ઊંચાઈના આ પેન્ગ્વિન્સ સેંકડોની સંખ્યામાં જોવા મળે છે ત્યારે જીવનમાં નહીં જોયેલું કાંઈક જોઈ રહ્યા છીએ એવી ખાતરી થાય છે. આ બધું અનુભવતી વખતે, આપણે ખરેખર એન્ટાર્કટિકા પર છીએ કે સપનામાં સફર કરી રહ્યા છીએ? એવો પ્રશ્ન મનમાં આવ્યા વિના રહેતો નથી. જોકે આપણી ક્રુઝ સામેથી મહાકાય વ્હેલ્સ ક્યારેક તેની પૂંછ બતાવીને તો ક્યારેક માથું ઊંચકીને પાણીના ફુવારા ઉડાવે છે ત્યારે ખાતરી થાય છે કે આપણે પ્રત્યક્ષ આ દુનિયાથી અનોખી ભૂમિ પર, દુનિયાની ટોચ પર આવ્યા છીએ.
ફેબ્રુઆરી 2019માં રિયો કાર્નિવલનું નિમિત્ત સાધીને અમે સાઉથ અમેરિકાની સહેલગાહ આયોજિત કરી છે, જ્યારે નવેમ્બર 2019માં એન્ટાર્કટિકાની સહેલગાહ લઈ જવાના છીએ. સો ચલો, બેગ ભરો, નિકલ પડો! આ વખતે દુનિયાની ટોચ પર, એક હટકે સહેલગાહમાં.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.