દુનિયાની ગૂંચ વધી રહી છે. સુખસુવિધાઓ પગ પાસે હાથ જોડીને ઊભી છે અને સુખશાંતિ માટે અલગ અલગ માર્ગ શોધવા પડી રહ્યા છે. દુનિયાના ઘટનાક્રમ પર આપણો કાબૂ નથી, પરંતુ આપણી અંગત દુનિયા પર અને તે દુનિયા ચલાવનારા આપણા મન પર ઘણું બધું આધાર રાખે છે. આપણા અને આપણા પરિઘમાં મનોમનમાંની ગૂંચ ઓછી કરીને જીવન સહેલું કરતાં આવડવું જોઈએ.
પર્યટન ક્ષેત્રનો વિચાર કરવામાં આવે તો વીણા વર્લ્ડે આજે મોટા ભાગે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યુ છે અને મજબૂત પગ જમાવી દીધો છે એવું કહેવામાં કોઈ વાંધો નથી. જોકે અન્ય વ્યવસાયોનો અને સંસ્થાઓનો વિચાર કરવામાં આવે ત્યારે વીણા વર્લ્ડ અતિસૂક્ષ્મ છે એવું ભાન થાય છે. આપણે હજુ બહુ નાના છીએ તે વીણા વર્લ્ડના દરેકે સમજવું બહુ મહત્ત્વનું છે, જેથી પગ સતત જમીન પર રહે છે અને માથું ધડ પર. સંસ્થા વધી રહી છે તેમાં કોઈ અપવાદ નથી અને કોઈ પણ વ્યવસાય સતત વધતો રહેવો જોઈએ, મોટો થવો જ જોઈએ. અંતિમ ધ્યેય-લક્ષ્ય કાયમ ક્ષિતિજની પાર જ દેખાવું જોઈએ, તે પહોંચમાં આવે એટલે ગતિ મંદ પડે છે, જેને લીધે અંતિમ ધ્યેય ક્યારેય અંતિમ નહીં હોવો અને તે આગળ વધતો જ રહે તેમાં જ વ્યવસાય વૃદ્ધિ છે. વ્યવસાયમાં બિલકુલ સંતુષ્ટ નહીં હોવું અને વ્યક્તિગત જીવનમાં-કુટુંબમાં-ઘરમાં જે હોય તેમાં સંપૂર્ણ સંતુષ્ટ રહેવું તે ગુરૂચાવી છે. તેમાં જો કસર થાય તો મુશ્કેલીઓનો સમુદ્ર સામે ઊભો રહે છે. અઙ્ખવા, પર્યટકોના ટેકાને લીધે, ભારતના-દુનિયાભરના પાર્ટનર્સના સહયોગને લીધે અને વીણા વર્લ્ડ ટીમના અથાક પરિશ્રમને લીધે વીણા વર્લ્ડ વધી રહી છે. સંસ્થા વધવા લાગે એટલે વ્યક્તિગત ધ્યાન ઓછું થાય છે એવો ડર દરેક વ્યવસાયને છે અને તેને લીધે જ સંસ્થા પણ વધારવાની , પરંતુ વ્યક્તિગત ધ્યાન ઓછું નહીં કરવું જોઈએ, પર્સનલ ટચ છોડવો નહીં જોઈએ. આ કામ કસોટીનું છે અને આ કસોટી કરવા અમે ખુશીથી તૈયાર છીએ.
દરેક વાત તરફ વ્યક્તિગત રીતે ધ્યાન આપવા માટે, ‘પર્સનલ ટચ’ દરેક સ્તરે જાગૃત રાખવા માટે વીણા વર્લ્ડમાં દરેક વ્યક્તિ-એક-એક ટીમ મેમ્બર મન:પૂર્વક ખુશી કાર્યરત હોવા જોઈએ. ફક્ત મેનેજમેન્ટ, ફક્ત મેનેજર્સ અથવા ઈન્ચાર્જીસ એમ એકલદોકલનું આ કામ નથી. સંપૂર્ણ સંસ્થા જ્યારે તે એક લક્ષ્યની પાછળ પડી જાય તો જ તે હાંસલ કરી શકાય છે. હાલમાં અગિયારસો ઓફિસ અને ટુર મેનેજર્સ ટીમ અને બસ્સો પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની આઠસો-નવસો જણની ટીમને ધ્યાનમાં લઈએ તો અમે બે હજાર લોકો પર્યટકોની સેવામાં છીએ. એકાદ જણ તો ભૂલ કરે તો આખી સંસ્થાને અસર પહોંચી શકે છે. આથી દરેક જણને પ્રત્યક્ષ મળવું આ વર્ચ્યુઅલ એજમાં મહત્ત્વપૂર્ણ બની ગયું છે. કમસેકમ બે વર્ષમાં એક વાર પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સને મળવું, વર્ષમાં એક વાર દુનિયાભરના એસોસિયેટ સપ્લાયર્સને મળવું, છ મહિનામાં એક વાર દરેક ડિપાર્ટમેન્ટની ટીમને મળવું, ત્રણ મહિનામાં એક વાર મેનેજર્સ અને ઈનચાર્જીર્સને મળવું, મહિનામાં એક વાર સ્ટ્રેટેજી બાઉન્ડ ડિપાર્ટમેન્ટને મળવું અને દિવસમાં એક વાર એકાદ મહત્ત્વનો પ્રોબ્લેમ-પ્રોસેસ-સ્ટ્રેટેજી-ઈનોવેશન-અપગ્રેડેશન પર સામસામે બેસીને ચર્ચા કરવી તે અમારૂં કાર્યચક્ર બની ચૂક્યું છે. સંવાદથી અને ચર્ચાથી એકાદ અડચણનો ઉકેલ લાવવામાં ઘણું બધું હાથમાં આવે છે. માણસો સમજાય છે, તેમનું કૌશલ્ય નજરમાં આવે છે. તેમને વધુ સારી તક આપી શકાય એમ હોય તો તે આપી શકાય. સંસ્થાનો પગ છેલ્લાં પાંચ વર્ષમાં જેમ જેમ સ્થાયી થતો ગયો તેમ તેમ બધાએ પોતાને અને અને બધાને જ બદલાતી દુનિયાના બદલાતા વાતાવરણ પ્રમાણે એડજસ્ટ કરતાં રહ્યાં. આમ જોવા જઈએ તો રોજ જૂની પદ્ધતિની સારી બાબતો, નવીમાંથી સારી બાબતો લઇને તેનો સમન્વય સાધીને એકબીજાને ઘડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
દેશવિદેશમાં અખંડ પ્રવાસ ચાલુ હોય ત્યારે આપણી સંસ્થાની નાનામાં નાની વ્યક્તિ સુધી આપણે પહોંચી શકવા જોઈએ અને સમય આવ્યે તે વ્યક્તિ આપણા સુધી પહોંચી શકવા જોઈએ. આ જ રીતે નાનામાં નાની બાબતો પર આપણું ધ્યાન હોવું જોઈએ, આટલી ઓપન-એલર્ટ-ફ્લેટ ઓર્ગેનાઈઝેશન કરવા પર અમે ભાર આપ્યો છે. અને મહત્ત્વપૂર્ણ એ છે કે આપણું ધ્યાન સર્વત્ર હોય અથવા નાનામાં નાના માણસો સુધી આપણે પહોંચી શકીએ તોય રોજના કામમાં આપણે ચંચુપાત નહીં કરવો જોઈએ, જેમને તેમને-જેમનું તેમનું કામ સંસ્થાની કાર્યપદ્ધતિ અનુસાર સ્વતંત્ર રીતે કરવા દેવું, તેમાં તેમની નિર્ણયક્ષમતા વધારવી, કાર્યપૂર્તિનો અને સંતોષ પ્રાપ્તિનો આનંદ તેમને લેવા દેવો તે આપણું કામ છે. આપણે એકલાં કશું જ નહીં કરી શકીએ, પરંતુ આપણા જેવા ધ્યેય પ્રેરિત થયેલા અનેક લોકો એકત્ર આવ્યા પછી ત્રીસ વર્ષનું કામ ત્રણ વર્ષમાં કરી શકીએ છીએ તે વાસ્તવિકતા છે, જે વીણા વર્લ્ડે નિર્માણ કરી છે અને તે નિશ્ચિત રીતે જ કોઈ પણ નવાં કામ શરૂ કરનારા યુવાનોને પ્રેરણાદાયી નીવડી શકે છે. કોઈ પણ મેનેજરને-લીડરને બધાની વચ્ચે રહીને પણ બધાથી અલિપ્ત રહેતા આવડવું જોઈએ. વાચન-વિચાર-ચિંતન-મનન જેવી બાબતોથી પોતાને સમૃદ્ધ કરતાં આવડવું જોઈએ. કોઈ પણ નાની-મોટી ટીમનું નેતૃત્વ કરતી વખતે તે મુખિયાની વૈચારિક-માનસિક-બૌદ્ધિક ક્ષમતા જમા પસું હોય તે બહુ જરૂરી છે. જ્યારે શક્ય હોય ત્યારે અને વર્ષભરની નક્કી મિટિંગ્સમાં મળ્યા પછી અમે એકબીજાને વિચારોથી સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તારા સારા વિચાર, મારા સારા વિચાર એકત્રિત રજૂ કરવામાં આવે તો વિચારોનો ખજાનો બમણો થઈ જાય છે.
ગયા પખવાડિયામાં આવી જ એક મિટિંગ ચાલુ હતી, ડિપાર્ટમેન્ટ એર રિઝર્વેશન્સનું હતું. વીણા વર્લ્ડમાં આ મોટો ડિપાર્ટમેન્ટ છે, જેમાં પચાસેક જણ છે. દેશવિદેશની સહેલગાહમાં આવતા પર્યટકો માટે કમસેકમ બે લાખ ટિકિટો તેઓ દર વર્ષે કઢાવે છે. દુનિયાભરની ઘણી બધી એરલાઈન્સ સાથે તેમનો સંબંધ હોય છે. ટૂંકમાં તેઓ મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે. સંજોગવશાત કોઈક છોડી જાય, વધતાં કામોને લીધે નવા મેમ્બરની ભરતી થવી તે પણ ચાલતું રહે છે. દર છ મહિના પછી આ મિટિંગમાં નવી-જૂની બધી ટીમ સાથે સંવાદ ચાલુ હતો. નવા લોકોએ અગાઉ ક્યાં ક્યાં જોબ કર્યો છે? ત્યાંની સારી બાબતો શું છે? અહીં શું ગમ્યું? એકાદ સુધારણા સૂચવવાનું મન થાય છે? તેની પર પોતાનો મત રજૂ કરતી હતી. મયુરા પાટીલે કહ્યું, ‘સવારે ઊઠ્યા પછી મને ઓફિસમાં આવવાનું મન થાય છે, જેનો અર્થ હું અહીં ખુશ છું.’ વાહ! એક વાક્યમાં તેણે વર્ક-લાઈફ બેલેન્સ એકદમ સિમ્પ્લિફાઈ કરી નાખી. આટલી સહજતાથી આનંદિત જીવનનો મર્મ આપણને એકાદ ટીમ મેમ્બર તરફથી જાણવા મળે છે ત્યારે, ‘યુરેકા! યુ સેડ ઈટ’ કહેવાનું મન થાય છે. દરેક મિટિંગમાં મારી ટીમને રિક્વેસ્ટ હોય છે-પોતાને ચેક કરો, ડોન્ટ ડ્રેગ યોરસેલ્ફ! અને આ કરવાનો આસાન ઉપાય એટલે સવારે ઊઠ્યા પછી ઓફિસમાં જવાનો ઉત્સાહ છે ખરો? અરે વાહ! ચાલો, ઓફિસમાં જઈએ અને કામ પૂરું કરીએ એવી ધારણા સવાર સવારમાં હોય છે? ઓફિસમાં આવ્યા પછી ખુશીથી એક-એક કામ પૂરાં કરી શકાય છે? આ તો આપણી પ્રોફેશનલ લાઈફનો ભાગ થયો. બીજો ભાગ આપણા વ્યક્તિગત જીવનનો છે. ઓફિસનાં કામો સમયસર પૂરાં કર્યાં પછી ઘરે જવાની ઉત્સુકતા થાય છે કે નહીં તે ચેક કરો. ઓફિસમાં આવવાનો ઉત્સાહ હોય છે તેટલો જ ઓફિસથી ઘેર જવાનો ઉત્સાહ હોય છે ખરો? જો હોય તો તમારૂં ઘર સેટ છે અને પર્સનલ લાઈફ સોર્ટેડ છે. નહીં હોય તો સમથિંગ ઈઝ રોંગ સમવ્હેર, જેને વહેલામાં વહેલી તકે ઠીકઠાક કરવાનું જરૂરી છે. પણે ટીમના પર્સનલ જીવનમાં ડોકિયું નહીં કરી શકીએ, પરંતુ ઓર્ગેનાઈઝેશન તરીકે જે કરી શકાય તે કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી દરેકના વ્યક્તિગત જીવનની ઘડી તેઓ બરોબર બેસાડી શકે. ફ્લેક્સી ઓફિસ ઈનટાઈમ, રવિવારે રજા, ઈમરજન્સી બાદ કરતાં સાંજે સાડાસાત-આઠ પછી ઓફિસમાં બિલકુલ થોભો નહીં. વધુ ઓર્ગેનાઈઝ્ડ બનો અને સમયસર કામો પૂરાં કરો, કામોનો વ્યાપ રહેશે પરંતુ તેનો તાણ નહીં આવે તેવી સંસ્કૃતિ કેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અને તેમાં મોટે ભાગે સફળતા પ્રાપ્ત થઈ રહેલી દેખાઈ રહી છે.
દરેકે પોતાને આ રીતે ચેક કરવામાં જ બધાનો ફાયદો છે. સંસ્થામાં ઉત્સાહ આવા આનંદિત માણસોને લીધે વધે છે, સંસ્થા હકારાત્મકતા તરફ આગળ વધે છે. નિશ્ચિત જ સંસ્થાની સફળતાની આગેકૂચ ગતિશીલ બને છે. વ્યક્તિગત લાભ એટલે ઉત્સાહ, આનંદ અને આ હકારાત્મકતાથી કરેલાં કામો ખુશી બની જાય છે. કોઈ પણ તાણ જણાતો નથી. તબિયત પણ સ્વસ્થ રહે છે. જીવનનો સામનો હસતાં-રમતાં કરવાની માનસિકતા વધે છે. ક્યારેક મને એવું લાગે છે કે એકાદ વ્યક્તિનો કામમાં રસ ઓછો થાય તો પછી રિક્રુટ-રિવ્યુ-રિલોકેટ-રિલીઝ આ તંત્ર અનુસર સંબંધિત વ્યક્તિ સાથે સંવાદ સાધીને સલાહ પણ આપવામાં આવે છે, કારણ કે નિરુત્સાહ અને નકારાત્મકતા સંસ્થા માટે જેટલી ઘાતક છે તેનાથી અનેક ગણી ઘાતક વ્યક્તિગત જીવન માટે છે. નેગેટિવિટી તરફ વળવા પૂર્વે ટ્રેક બદલો એવો મારો આગ્રહ હોય છે. જીવન અણમોલ બહુમોલ છે અને તે બચાવવું જોઈએ, સાચવવું જોઈએ. આથી જ આ સહજ-સહેલી ટેકનિકનો અટ્ટહાસ.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.