આપણે શું કરીએ છીએ અને આપણે શું કરવું જોઈએ તે આપણી પોતાની સાથેની પોતાની લડાઈ છે. વૈશ્ર્વિકીકરણના પડકારોનો સામનો કરવા માટે આપણે આ પ્રશ્ર્નોનો જેટલો જલદી ઉકેલ લાવીએ તેટલું આપણી માનસિક, શારીરિક, પારિવારિક, વ્યાવસાયિક, આર્થિક જીવન સુસહ્ય બની જશે.
સિડની મુંબઈ ટ્રાન્જિટ ટાઈમ ધ્યાનમાં રાખીને બાવીસ કલાકનો પ્રવાસ કરીને સવારે આઠ વાગ્યે મુંબઈમાં ઉતરાણ કર્યું. ઘરે જઈને ફ્રેશ થઈને ઓફિસમાં જવું કે આટલી દોડધામ થયા પછી ઊંઘ પૂરી કરવી એવું દ્વંદ્વ મનમાં ને મનમાં ચાલી રહ્યું હતું. ટૂંક સમયમાં જ વુમન્સ સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલના પર્યટકોને મળવા માટે ભૂતાન જવાનું હતું. અગાઉ ઓફિસમાં સમય ઓછો મળતો હતો તેથી ખરેખર તો ઓફિસમાં જવાનું જ યોગ્ય હતું, પરંતુ સામે એ પણ દેખાતું હતું કે આંખોમાં ઊંઘ, શરીરે થાકની સ્થિતિમાં ઓફિસ જઈને શું હું ખરેખર કામ કરી શકવાની હતી? કે ત્યાંની ટીમના ઉત્સાહને પણ હું થાક આપવાની હતી. હા, આપણે ઉત્સાહી હોઈએ તો સામેના માણસો પણ ઉત્સાહી હોય છે, વાતાવરણ ઉત્સાહી રહે છે. અમારા ટુર મેનેજરની ટ્રેનિંગમાં આ જ વાત પર ભાર આપવામાં આવે છે કે‘આપણે ઉત્સાહ વેચવાના વ્યવસાયમાં છીએ અને તે આપણે ત્યારે જ વહેંચી શકીશું જ્યારે આપણી પાસે મબલક પ્રમાણમાં ઉત્સાહ હશે.’ તે દિવસે મારી સ્થિતિ પણ કાંઈક આવી જ હતી. ઓફિસમાં જવાની જ?ર હતી, પરંતુ તે માટેનો ઉત્સાહ તે થાકેલી અવસ્થામાં લાવવાનો ક્યાંથી? તેનો એક જ વિકલ્પ હતો અને તે હતો એમ્પ્લિફાય યોરસેલ્ફ. તરત જ જિમમાં જાઓ, ચાલીને આવો, જોગિંગ કરો અથવા સ્વિમિંગ કરવા જાઓ. આ પછી ફરી દ્વંદ્વ, મારા મનમાં બધા નેગેટિવ ફોર્સીસ શાંતિથી ‘ફ્રેશ થા અને ઓફિસમાં જા’ એવું કહેતા હતા, જ્યારે એક જ વિચાર તે ગરદીમાંથી હેમખેમ બહાર આવીને મને કહેતો હતો, વીણા, ઓફિસમાં જવાની હોય
તો એક્સરસાઈઝ કર અને પછી ઓફિસમાં જા, અન્યથા આજના દિવસમાં તારી ગાડી રડતીકૂટતી આગળ જશે. તે આંખોમાં ઊંઘની સ્થિતિમાં મારી અંદર થોડા ઘણા અંશે જાગૃત વિવેકબુદ્ધિએ મને સ્વિમિંગ માટે આગળ ધકેલી અને મેં ‘ટુ બી ઓર નોટ ટુ બી’ એવી એકદમ અવઢવવાળી સ્થિતિને બાજુમાં કરીને ઠંડા પાણીમાં ઝંપલાવી દીધું. મને મારી પર વિજય પ્રાપ્ત કર્યા જેવું થયું અને તે સ્વિમિંગથી ખરેખર મારો થાક કયાંય ભાગી ગયો અને રોજના નિત્યક્રમ અનુસાર મેં ઓફિસમાંનો તે દિવસ ઉત્સાહભેર પૂરો કર્યો. બીજા દિવસે ફરી મારું રુટીન વ્યવસ્થિત થયું, જેટલેગમાંથી બહાર આવવાનો ત્રાસ થયો નહીં.
ટૂંકમાં કહું તો મેં પોતાને એમ્પ્લિફાય કરી અને ઓર્ગેનાઈઝેશનને મારો જે પણ સમય હતો તે સંપૂર્ણ આપ્યો, સદકાર્યમાં કામે લગાવ્યો. નિસર્ગે બોનસ તરીકે આપેલા દરેક દિવસને સાર્થક કરવાનું આપણા હાથોમાં હોય છે. તે એક-એક દિવસથી જ તો જીવન બનેલું છે. આથી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પોતાને એમ્પ્લિફાય કરવું જોઈએ. જો આપણે મન:સ્થિતિ સશક્ત કરી શકીએ તો પરિસ્થિતિ બદલી શકાય છે એ આપણી અને અનેકોની બાબતમાં આપણે જોયું છે. તો એવું શા માટે નહીં કરવું જોઈએ? તે જ તો સમયની જ?ર છે. વૈશ્ર્વિકીકરણે આપણું જીવન તાંત્રિક રીતે એકદમ સુલભ કર્યું છે, પરંતુ આ સાથે ગળાકાપ હરીફાઈ આપણને અનેક પડકારોનો સામનો કરવા ફરજ પાડી રહી છે. ‘ફેસ ઈટ ઓર ફિનિશ’નો આ જમાનો છે. ફિનિશ માર્ગ તો આપણને માન્ય નથી તો પછી ‘ફેસ ઈટ’ એ જ વિકલ્પ અનિવાર્ય હશે તો તે માટે આપણે બધાએ જ તૈયાર રહેવું જોઈએ. આ લખી રહી છું તેટલું સહેલું નથી તે હું સારી રીતે જાણું છું, પરંતુ તે છતાં આપણે યોગ્ય નિર્ણય સતત લેવાની જ?ર પડવાની છે.
‘હાઉ ટુ મેનેજ,’‘કઈ રીતે આ ઝીલવાનું? આવનારા પડકારો કેવા હશે? આપણા કામમાં, વ્યક્તિત્વમાં, આચરણમાં કયા ફેરફાર કરવા જોઈએ? તેનો અત્યંત હકારાત્મક દષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ. અગાઉ જે રીતે કામ કરતા તે પદ્ધતિ કદાચ આજે નહીં ચાલે તે બધાએ વિચાર કરવાની, તે માની લેવાની, આવનારા પડકારો માટે ફક્ત પોતાની જ નહીં પણ આખી વીણા વર્લ્ડ ટીમની માનસિકતા તૈયાર કરવાની તે રોજનાં કામો સાથે કરવું પડવાનું છે. અંતે દરેક પાસે દિવસના ચોવીસ કલાક જ હોય છે, એક જ બ્રેન છે, બે જ હાથ છે, બે જ પગ છે, તેમાં તો ફેરફાર થવાનો નથી, પરંતુ જીવનશૈલીમાં ફેરફાર કરીને આ એક બ્રેનથી, બે પગથી, બે હાથથી આપણે ઘણું બધું હકારાત્મક કરાવી લઈ શકીએ છીએ, જ્યારે આપણે દરેકે પોતાને, પોતાના વિચારોને એમ્પ્લિફાય કરીએ તો કેવું રહેશે.
નાનપણમાં અમે મથાણે ગામમાં રહેતાં ત્યારે રેડિયો લક્ઝરી હતી. રેડિયો સાંભળવા લોકો ભેગા થતા, કાન દઈને સમાચાર સાંભળતા, કારણ કે રેડિયોનો અવાજ અમુક સીમા સુધી જ મોટો થતો હતો. થોડા સમય પછી ટેપ રેકોર્ડર ગામમાં આવ્યો, તે પછી અમારા અરવિંદ કાકા લાઉડસ્પીકર લઈને આવ્યા. એમ્પ્લિફાયર શું છે તે ત્યારે સમજાયું. તેનો અવાજ મોટો કરવા માટેનું તે યંત્ર ગમ્યું અને તેનું નામ પણ... એમ્પ્લિફાયર.’ આજે આસપાસનો અવાજ બહુ મોટો થયો છે અને લોકો નોઈઝ કેન્સલિંગ હેડફોન્સ ઉપયોગ કરવા લાગ્યા છે તે અલગ વાત છે. જોકે બદલાયેલા આ અવાજી, સ્પર્ધાત્મક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે આપણે પોતાના પર એક એમ્પ્લિફાયર લગાવવું જોઈએ, જે આપણા વિચાર, શક્તિ, ઉત્સાહ, ચેતના વધારશે. લેટ્સ એમ્પ્લિફાય અવરસેલ્વ્જ્ ઈન અ વેરી પોઝિટિવ વે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.