અન્ય દેશોની, રાજ્યોની, સંસ્થાની અભિવ્યક્તિનું દબાણ મહેસૂસ નહીં થઈને તેમાંથી જે કાંઈક પ્રેરણા લઈ શકાય તે લેતાં આવડવી જોઈએ. જે ખરાબ છે તે છોડી દેવાનું આવડવું જોઈએ. આ બધું કરવા માટે આપણી અંદરનો સતત સળવળતો ઉત્સાહ આપણને પોતાને નિર્માણ કરતાં આવડવું જોઈએ. ઉત્સાહને આ રીતે સળવળતો રાખે તેઓ બાજી મારશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ગયા અઠવાડિયામાં અસિસ્ટન્ટ ટુર મેનેજર્સની ટ્રેનિંગ ચાલી રહી હતી. છેલ્બા દિવસે મારે પણ જઈને તેમની સાથે સંવાદ સાધવાનો હતો. તે જ દિવસે દેશમાં સૌથી મોટો ગોટાળો બધાં અખબારોનાં પહેલા પાને ઝળક્યો અને સૂન્ન થઈ ગઈ. દિવસરાત આપણે મહેનત કરીએ ત્યારે જઈને ક્યાંક આપણા, આપણા પરિવારના, આપણી સંસ્થાના બધાના બે છેડા ભેગા થતા હોય છે અથવા થોડેઘણે અંશે મધ્યમવર્ગીય જીવન આપણે પાટે ચઢાવીએ છીએ. આવા સમયે તમને અમને આખા દેશને ચૂનો ચોપડીને અમુક તથાકથિત ઉચ્ચવર્ગીયો દેશ બહાર પલાયન થઈ જાય છે ત્યારે કોઈ એકે વ્યવસ્થાનો ગેરલાભ લઈને ચાલાકીથી આપણા બધાને ફસાવ્યા છે તેનું દુ:ખ વધુ થાય છે. આપણા જેવા વધુ ઉનાળા ચોમાસુ જોયેલા, અનુભવથી થોડું શાણપણ મેળવેલા માણસો આ આઘાત જીરવી શકે છે એવું કહી શકાય, પરંતુ ચિંતા યુવાનોની થાય છે. તેમની સામે જે દાખલા આ દ્વારા સામે આવે છે તેનાથી હૃદયનો ધબકાર ચૂકી જવાય છે, કારણ કે ભૂલ કરીને કોઈકને ફસાવીને વધુ મોટા થતા દાખલો રોજેરોજ ધ્યાન ખેંચે તે રીતે સામે આવી રહ્યા છે. અખબારો, સોશિયલ મિડિયાના માધ્યમથી તે જાણવા મળે છે. અગાઉ પેપર વાંચ્યું નહીં અથવા ટીવી જોવા મળ્યું નહીં તો અમુક લોકોને સમાચાર જાણવા મળતા નહોતા તે સારી વાત હતી એવું હવે કહેવું પડે છે. ખરેખર તો બધાં જ અખબારો અને ન્યૂઝ ચેનલોના મુખ્ય સમાચારમાં અથવા પહેલા પાને હકારાત્મક સમાચાર આપવાની ચઢઊતર થવી જોઈએ અને આ મારો મત નથી. આદરણીય એપીજે અબ્દુલ કલામે એક વખત તેમની ઈઝરાયલ તેલ અવિવની મુલાકાત પછી ચિંતન લખ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ત્યાંના અખબારના પહેલા પાને હકારાત્મક ઘટનાઓના સમાચાર હતા અને દેશમાં ક્યાંક થયેલો બોમ્બવિસ્ફોટ અથવા આત્મહત્યા અથવા નકારાત્મક નિરાશાજનક સમાચારો અંદરના પાને હતા. આજે આપણી યુવા પેઢીને હકારાત્મક બનાવવું હોય તો હકારાત્મક સમાચારો શોધીને તેને હાઈલાઈટ કરવા જોઈએ.
દર વર્ષે અમને સહેલગાહમાં ભવિષ્યના ટુર મેનેજર્સ માટે અસિસ્ટન્ટ ટુર મેનેજર તરીકે કમસેકમ 100 યુવાનોને કામ આપવાની ક્ષમતા નિર્માણ કરતાં આવડવી જોઈએ તે જ રીતે અમારો વ્યવસાય વધવો જોઈએ એ અમારું અલિખિત બંધન છે. દુનિયાના બધા દેશોમાં કયો દેશ વધુ આનંદિત છે? આવું હેપ્પીનેસ ઈન્ડેક્સ કાઢવામાં આવ્યું ત્યારે આપણા પાડોશમાં, મોટા દેશો જેવો કોઈ પણ ચળકાટ નહીં ધરાવતા, લોકકળા સંસ્કૃતિની પરંપરાનું જતન કરનાર નાનો ભૂતાન દેશ સૌથી વધુ આનંદિત દેશ નીવડ્યો છે. કાર્બન ફૂટપ્રિંટના ગ્લોબલ યુદ્ધાં તેણે બાજી મારી છે, ‘ઝીરો કાર્બન એેમિશન ક્ધટ્રી’ તરીકે. નાના દેશોને, નાનાં રાજ્યોને, નાની સંસ્થાઓને, આપણા પરિવારોને હકારાત્મક બનાવીને, તેમના ઉત્સાહમાં સતત જાગૃત રહેવા માટે આવાં ઉદાહરણ સામે હોવાં જોઈએ.
આસિસ્ટન્ટ ટુર મેનેજર્સના સંવાદમાં મારો મુદ્દો ‘ઉત્સાહ’નો જ હતો. હેપ્પીનેસ ઈન્ડેક્સની જેમ ‘એન્થુઝિયાઝમ ઈન્ડેક્સ’ આપણો પોતાનો અને આપણી આસપાસનાનો આપણને પોતાને ચેક કરતાં આવડવું જોઈએ. ઉત્સાહ ચેપી રોગ જેવો છે. તે ઝડપથી ફેલાતો જાય છે. આપણે ઉત્સાહી હોઈએ તો બધા ઉત્સાહી રહેશે. તક મળે તો દરેક માણસને સારા બનવાનું હોય છે. વાત સાચી છે. કોઈને ખરાબ બનવાનું ગમશે? જોકે આમ છતાં સમાજમાં ખરાબ લોકોની ઉત્પત્તિ થતી જ રહે છે અને તેનો દોષ ‘તક મળી નહીં’ પર નાખવામાં આવે છે. જોકે તક કાંઈક સામે ચાલીને આવતી નથી. તક મળવાનું, તક શોધવાનું અથવા તક દેખાવાનું મૂળ ઉત્સાહમાં છુપાયેલું છે. મારો પ્રશ્ર્ન બાળકોને હતો, ‘તમને આ પર્યટન ક્ષેત્ર મનના ઊંડાણથી ગમે છે?’ ‘અહીં તમને પોતાનું ભવિષ્ય ઘડાશે એવું લાગે છે?’ ‘ક્યાંય કશું જામ્યું નહીં તેથી અથવા માતા- પિતાએ ધકેલ્યા તેથી તમે અહીં આવી પહોંચ્યા નથી ને?’ પર્યટનના ગ્લેમર સાથેની આ સર્વિસ ઈન્ડસ્ટ્રી છે તેથી ‘તૂટીશ પણ ઝૂકીશ નહીં? એવી મનોવૃત્તિ તેમાં ચાલતી નથી તેનો તમને સંપૂર્ણ ખ્યાલ છે?’ સ્કૂલ કોલેજ છોડ્યા પછી શક્યત: કોઈને શિસ્તના પાઠ ગમતા નથી, પરંતુ અહીં શિસ્ત અને મહેનત પર જોર છે તે તમને ફાવશે?’... આવા અનેક પ્રશ્ર્ન તે સંવાદમાં મેં પૂછ્યા. અમુક પ્રશ્ર્ન કોઈકનો જુસ્સો ઓછો કરનારા અથવા ડરાવનારા લાગ્યા હશે, પરંતુ તે વીણા વર્લ્ડની દૃષ્ટિથી અને વ્યક્તિગત ભવિષ્યની દૃષ્ટિથી મહત્ત્વના હતા. મને ગમે છે, હું મહેનત કરવા માટે તૈયાર છું, હું મારી ઈચ્છાથી-બોલીવૂડની ભાષામાં ‘પૂરે હોશ-ઓ-આવાજ કે સાથ ઈસ ક્ષેત્રમાં એન્ટ્રી કર રહા હૂં.’ આવું હોય તો તમારું અહીં મન:પૂર્વક સ્વાગત કરું છું. અન્યથા હજુ પણ સમય વીતી ગયો નથી. લાઈન બદલો, તમારું મનગમતું ક્ષેત્ર પકડી લો અને તમારો અમારો સમય બચાવો, જે બહુ મહત્ત્વનો છે. મનગમતું કામ આપણી અંદર આપોઆપ ઉત્સાહ નિર્માણ કરે છે અને ઈચ્છિત સફળતા તરફ દોડી જાય છે. આપણી અંદરના કળાગુણોને નિખારી લાવે છે, આપણી અંદર આત્મવિશ્ર્વાસ વધારે છે, આપણી અંદર મહત્ત્વાકાંક્ષા નિર્માણ કરે છે, અંતે મહત્ત્વાકાંક્ષા એટલે એકાદ ભલા ઉદ્દેશની પાછળ ઉત્સાહથી લાગી જવા બરાબર છે. આ ઉદ્દેશ તરફ પહોંચતી વખતે અનેક અવરોધો આવશે, નિષ્ફળતા પચાવવી પડશે, ‘ઈટ ઈઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ સકસેસ ગેમ.’
કહેવાનો મુદ્દો એ છે કે દુનિયામાં વિધાયક અને વિઘાતક ઘટનાઓ બનતી રહેશે. દુનિયાના દરેક દેશમાં પ્રોબ્લેમ્સ છે, અમુક ઘટના નિરાશાજનક હશે, અમુક સૂન્ન કરશે, આમ છતાં આપણે આપણી અંદરનો ઉત્સાહ બિલકુલ ઓછો થવા નહીં દેવો જોઈએ. આપણી અંદર ઉત્સાહની ફેક્ટરી નિર્માણ કરતાં આવડવી જોઈએ. જો આવું થયું તો સફળ આનંદિત અને સુખી જીવનનો માર્ગ મોકળો થયો જ એવું સમજી લેવું. ‘લેટ્સ ઈન્ક્રીઝ અવર એન્થુઝિયાઝમ ઈન્ડેક્સ, ડે બાય ડે, એવરી ડે!’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.