લાકડીને સોનુ બાધીને કાશી તરફ કૂચ કરીને મોક્ષપ્રાપ્તિ કરવાના દિવસ નીકળી ગયા. મન:શાતિ માટે જોકે આજે પણ આપણા બધાનુ ભટકવાનુ ચાલુ જ છે. ભટકવાનો થોડો પણ અણસાર મળે એટલે અમે તેમા અવિભાજ્ય અગ બની જવુ જોઈએ એવુ અમને લાગે છે. આજે કાશીમા અમે પર્યટકોને મોક્ષપ્રાપ્તિ માટે નહીં પણ પર્યટનના આનદ માટે લઈ જઈએ છીએ. એક સુવિચાર યાદ આવે છે, ‘ડેસ્ટિનેશન ઈઝ નેવર અ પ્લેસ, બટ અ ન્યૂ વે ઓફ સીઈંગ થિંગ્સ!’
આઠ માર્ચે ‘વુમન્સ ડે’ના દિવસે થાઈલેન્ડમા હતી. તે દિવસે અમે વન ડે પિકનિકથી અમૃતસર, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, બાલી, ચાયના યુરોપની વુમન્સ સ્પેશિયલ આયોજિત કરીએ છીએ. તેમા એક-બે સહેલગાહમા હુ હાજરી નોંધાવુ છુ. શુ ચાલી રહ્યુ છે, કઈ રીતે ચાલી રહ્યુ છે, શુ જોઈએ, શુ નહીં, વધુ કશુ કરવુ જોઈએ કે આવી ઘણી બધી બાબતોનો કયાસ લઈ શકાય છે, જ્યારે આવી જ એક વુમન્સ ડે સ્પેશિયલ સહેલગાહમા આવેલી બહેનપણીઓની મળવા હુ થાઈલેન્ડમા બેંગકોક ખાતે હતી. આપણે એકલીએ સુરક્ષિત રીતે પ્રવાસ કર્યાનો બેસુમાર આનદ દરેકના ચહેરા પર અને વાતાવરણમા પણ સ્પષ્ટ વર્તાતો હતો. વાતચીત કરતી હતી ત્યારે એક બહેનપણીએ પૂછ્યુ, ‘હવે મારી પાસે પાસપોર્ટ છે. આ વુમન્સ સ્પેશિયલમા હુ એકલી પ્રવાસ કરી શકુ છુ એવો આત્મવિશ્ર્વાસ આવ્યો છે, આ પછીની સહેલગાહ હુ કઈ કરુ?’ મેં કહ્યુ, ‘ચલો, એટલે કે સહેલગાહ સારી થઈ, તમને ગમી. વીણા વર્લ્ડ ટીમના પ્રયાસોનુ સોનુ થયુ. તમારો આ પ્રશ્ર્ન સાભળવા અમારા ટુર મેનેજરના કાન આતુર હતા. તમે પૂછેલો પ્રશ્ર્ન અનેકના મનમા હશે, જેથી બધા માટે જ તેનો ઉત્તર હુ આપુ છુ’ એમ કહીને મેં માઈક હાથમા લીધો.
છેલ્લા તેર વર્ષમા આ વુમન્સ સ્પેશિયલની વધતી સખ્યા અને તેમા મોટી સખ્યામા આવતી મહિલાઓ જોઈને મને લાગ્યુ કે આ એક કમર્શિયલ સહેલગાહ નથી પણ એક જરૂર છે અને તમારા ચહેરા પરનો આનદ મને તે વાત કાયમ ગળે ઉતારે છે. હવે પછીની સહેલગાહ કઈ કરવી? ક્યા જવુ? આ પ્રશ્ર્ન અનેકના મનમા હશે, કારણ કે આજે આ સહેલગાહનો છેલ્લો દિવસ છે, થાઈલેન્ડમા અમને આ પ્રશ્ર્ન પૂછવામા આવે છે અને તેનો ઉત્તર છે, યુરોપ અથવા લેહ લડાખ. આટલા વર્ષોમા મેં અનુભવ્યુ કે આ પહેલી સહેલગાહ પછી કોઈ બે વર્ષમા એક વાર તો કોઈ વર્ષમા એક વાર તો કોઈ છ મહિનામા એક વાર આવો પ્રવાસ કરે છે અને તમે પણ કરવાના જ છો. પસદગીનો અને બજેટનો પ્રશ્ર્ન હોય છે. મારી સલાહ એવી હોય છે કે વર્ષમા એક આવો સમય કાઢો. એક દિવસથી પદર દિવસ સુધીની દેશવિદેશની સહેલગાહ હોય છે. હવે તો વુમન્સ સ્પેશિયલ વીકએન્ડ સહેલગાહ પણ આવી છે. ફક્ત આનદ જ નહીં, પોતાનુ વ્યક્તિત્વ પ્રવાસમા ઘડાય છે. આથી જ એવુ લાગે છે કે જ્યા પણ ફાવે ત્યારે નક્કી કરીને પર્યટન કરવુ જોઈએ. ધારો કે તમને આ રીતે દર વર્ષે ફરવાનુ શક્ય નહીં હોય તો જીવનમા કમસેકમ ત્રણ સહેલગાહ અચૂક કરો. પહેલી જનરલી થાઈલેન્ડ અથવા થાઈલેન્ડ સિંગાપોર મલેશિયા, બીજી યુરોપ અને ત્રીજી લેહ લડાખ. આ પહેલી સહેલગાહ તમને ‘યસ આય કેન’નો આત્મવિશ્ર્વાસ નિશ્ર્ચિત આપી ગઈ હશે. ભારતની બહાર દુનિયા કેવી છે તેની ઓળખ તમને થઈ ચૂકી છે. હવે તમે યુરોપ જોવાનુ સપનુ સાકાર કરવાનુ જુઓ. યુરોપ ઈઝ અલ્ટિમેટ. ત્યા એક વાર જવુ જ જોઈએ. આથી જ તમે આગામી સહેલગાહ યુરોપની હોવી જ જોઈએ. તે લક્ષ્ય સામે રાખીએ. મનમા લાવીએ તો પ્રત્યક્ષમા આવશે. અને એક લાખની નજીક બજેટ પણ પૂરતુ છ, અમારી આ જ બજેટમા પાચ દિવસમા પાચ દેશ બતાવનારી સહેલગાહ છે, જે બજેટ કસ્ટ્રેટ હોય તે માટે છે. અન્યથા દસ દિવસની ઉપરની કોઈ પણ યુરોપની મલ્ટીક્ધટ્રી ટુરની ઓળખ થવા માટે પરિપૂર્ણ છે. તમારી પાસે સમય કેટલો અને બજેટ કેટલુ છે તે નક્કી કરો. મને ખાતરી છે કે યુરોપની સહેલગાહ પૂરી થતી વખતે તમને આગામી સહેલગાહનુ ઘેલુ લાગશે અને તે સહેલગાહ લેહ લડાખની હશે. છેલ્લા પાચ વર્ષમા અમે ફેમિલી ટુર્સ સાથે વુમન્સ સ્પેશિયલ લેહ લડાખની સહેલગાહ આયોજિત કરી રહ્યા છીએ. દર વર્ષે હુ ત્રણ વાર લેહ લડાખમા જઈ આવુ છુ. મેં મહિનામા એક વાર, જુલાઈમા કારગિલ વિજય દિવસના સમયે બીજી વાર અને પદર ઓગસ્ટ સ્વાતત્ર્ય દિવસનુ નિમિત્ત સાધીને ત્રીજી વાર. ત્યાની પર્વતમાળા આપણને આપણા અસ્તિત્વની સાક્ષી આપે છે, જ્યારે ત્યાનુ લોકજીવન આપણને પેશન્સ શીખવે છે. સીમા પર રક્ષણ કરારા જવાનોની દુનિયો નજીકથી જોવા પર આપણને આપણી પોતાની સ્વાર્થી-સકુચિત દુનિયાનુ ભાન થાય છે. સિંગાપોર યુરોપનો ઝગમગાટ તમને અહીં ક્યાય નજરે નહીં પડશે. જોકે અહીંનુ અનોખુ નિસર્ગસૌંદર્ય, વચ્ચે વચ્ચે દેખાતા હરિયાળીના રગો જો તમે મઢી શકો, તેનુ અદ્વિતીય રૂપ આખોમા આજી શકો, જવાનોની મુલાકાતમાથી નિ:સ્પૃહતા અને નિ:સ્વાર્થીપણુ સહેજ પણ અગીકાર કરી શકો, ક્યારેય મળનારા ઈન્ટરનેટનો આનદ ચાખી શકો, વચ્ચે જ ગાયબ થતા રસ્તાઓમા બમ્પી રાઈડનો અનુભવ સહન કરી શકો તો લેહ લડાખ સહેલગાહ દુનિયામા અદ્વિતીય સહેલગાહ છે. તે આપણને ઘણુ બધુ શીખવે છે. લેહ લડાખ સર્વ અર્થમા આધુનિક તીર્થધામ છે, જેની સહેલગાહ દરેકે કરવી જ જોઈએ. ઉપર લખેલો સુવિચાર, ‘ડેસ્ટિનેશન ઈઝ નેવર અ પ્લેસ, બટ અ ન્યૂ વે ઓફ સીઈંગ થિંગ્સ!’ એ લેહ લડાખ માટે જ લખ્યો છે એવુ મને લાગે છે. લેટ્સ લૂક એટ ધ થિંગ્સ ડિફરન્ટ્લી, લાઈફ ઈઝ બ્યુટિફુલ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.