દર અઠવાડિયે પ્રવાસ અનિવાર્ય છે. તે ત્રાસદાયક, ‘એકદમ નહીં જોઈતો પ્રવાસ’ એટલો કષ્ટપ્રદ થઈ શકે, પરંતુ પર્યટકોને, એસોસિયેટ્સને અને અમારા ટુર મેનેજર્સને મળવાનું આ ત્રણ બાબત મારા પ્રવાસનો હેતુ બની છે ને જે સમયે આ હેતુ સ્પષ્ટ થયો ત્યારથી આજ સુધી ‘અરે યાર, ફિર સે બેગ ભરો, નિકલ પડો’ને બદલે ‘અરે વાહ! ચાલો બેગ ભરો, નિકલ પડો!’માં તેનું પરિવર્તન થયું.
મહિનામાં કમસેકમ ચાર વાર મુંબઈ એરપોર્ટનાં દર્શન થવાં તે રુટીન બની ગયું છે. સિનિયર્સ સ્પેશિયલ અથવા વુમન્સ સ્પેશિયલની મોટી સહેલગાહો પર એક ગાલા ઈવનિંગમાં જઈને મળવું, સૌને મળીને તે ગાલા ઈવનિંગમાં ધમ્માલ અનુભવવી તે પ્રવાસનું મુખ્ય કારણ, જોકે તેનો ફાયદો એ પણ થાય છે કે મને તે સ્થળના અમારા એસોસિયેટ પાર્ટનર્સને હું મળી શકું છું, તેમની પાસેથી ફીડબેક લઈ શકાય છે. નવી બાબતો, સર્વિસ અપગ્રેડેશન્સ અથવા તે ડેસ્ટિનેશનનાં - સેક્ટરનાં લેખાંજોખાં જાણી શકાય છે. બીજો ફાયદો એ પણ થાય છે કે તે સહેલગાહો પર પર્યટકોની સંગાથે રહેલા અમારા ટુર મેનેજર્સને પણ મળી શકું છું. હવે વીણા વર્લ્ડ પાસે 500થી વધુ ટુર મેનેજર્સ છે, દરેકને ઓફિસમાં મળવું તે પ્રવાસને લીધે અને વધતાં કામોને લીધે લગભગ અશક્ય છે. થિયરી- પ્રેકટિકલ્સ આ બધાનો મારો ધરાવતી આ ટ્રેનિંગ લીધા પછી અથવા રિફ્રેશર્સ કોર્સ કર્યા પછી ખરી કસોટી સહેલગાહમાં ચોક્કસ શું થાય છે તેની હોય છે અને તે મને એકદમ ફર્સ્ટ હેન્ડ જાણવા મળે છે આ દર અઠવાડિયાના પ્રવાસમાં. પર્યટકોન મળતાં જ સમજાય છે કે સહેલગાહ આનંદપૂર્વક કયા પટ્ટામાં ચાલી રહી છે, પર્યટકો ખુશ છે ને? અનેક વાર પર્યટકોને ડાયરેક્ટ પૂછું છું કે, ‘જે તમને અપેક્ષિત હતું તે મળ્યું ને?’ ઘણી વાર ‘બોલ્યા વિના બધું સમજાઈ જાય’ એવો મામલો હોય છે. એક કાર્યક્રમમાં એક પર્યટકે પ્રશ્ન પૂછ્યો કે ‘અમારી આ ચોથી સહેલગાહ છે અને દરેક સહેલગાહમાં આજ સુધી અમને જે જે ટુર મેનેજર્સ મળ્યા છે તે એકથી એક હતા. તમે કઈ રીતે ટ્રેનિંગ આપો છો?’ તેમને કહ્યું, ‘તમને જે પણ સેવા મળી છે અને જેનાથી તમે ખુશ છો તેમાં 50 ટકા ટ્રેનિંગનો ભાગ છે અને 50 ટકા બાળકોના પોતાના ઈન્ટરેસ્ટનો છે. અર્થાત તેમાં તમારા અને દુનિયાભરના એસોસિયેટ્સના સાથનો અમૂલ્ય ફાળો છે. જોકે હવે ખરી કસોટી છે. થોડું નામ કમાઈએ એટલે માથામાં અને શરીરમાં એક પ્રકારનો ઘમંડ અથવા સુસ્તી આવવાનું શરૂ થાય છે. તે નહીં લાવવા દેતાં ‘પગ ધરતી પર અને માથું ધડ પર’ આ સાદો મંત્ર અમે દરેક જણ કેળવીએ છીએ, પોતાને તેનું ભાન કરાવતાં રહીએ છીએ. અમે કામ કર્યું તો અમારું અને વીણા વર્લ્ડનું ભવિષ્ય છે તે અમને દરેકને પાક્કી ખબર છે. આથી ‘કામ, મહેનત, કષ્ટ કરવા પડે જ અને જો તે અનિવાર્ય હોય તો પછી તે ખુશીથી ઉત્સાહથી કેમ નહીં કરવા જોઈએ?’ આ ભાવના તેની પાછળ છે.
આ ટુર મેનેજર અથવા દરેક મેનેજર અને ટીમે દરેકે આ સેલ્ફ- ચેકઅપ કમસેકમ છ મહિનામાં એક વાર કરવું જોઈએ. સવારે ઊઠ્યા પછી તમારા મનમાં ટુર પર જવાનો અથવા ઓફિસમાં આવવાનો કેટલો ઉત્સાહ છે તે પોતે જ ચેક કરી જોવાનું. ‘ઓહ નો, ફરી જવાનું?’ એવું લાગે છે કે ‘ચાલો, લેટ્સ ગો!’ એવું લાગે છે? ‘ઓ... નો...’ આ ફીલિંગ જો વારંવાર આવતું હોય તો સમથિંગ ઈઝ રોન્ગ સમવ્હેર હન્ડ્રેડ પર્સન્ટ. એક તો તમન કામ ગમતું નહીં હોય, ફાવતું નહીં હોય, ભૂલ થવાનો ડર લાગતો હોય, એકાદ અદશ્ય દબાવ તમારી પર હોય... એવાં કોઈ પણ કારણો હોઈ શકે છે તે આપણને શોધતા આવડવું જોઈએ. જો લાઈન ચૂકી હોય તો જેટલું બને તેટલું વહેલું તેમાંથી બહાર નીકળી શકાય તેટલું નીકળી જવાનું. ધારો કે સહજ શક્ય નહીં હોય તો ચોક્કસ શેના લીધે મારી અંદર ‘ચાલો, લેટ્સ ગો!’ એવી ઉત્સાહી આનંદિત ભાવના નિર્માણ થતી નથી તેનું મૂળ પછી તે આર્થિક, શારીરિક, માનસિક, વૈચારિક, કોઈ પણ હોય તે શોધી કાઢીને તેનો ઈલાજ કરવો જોઈએ, કરતા આવડવો જોઈએ. વીણા વર્લ્ડમાં આ સંસ્કૃતિ કેળવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ અને તેમાં મોટે ભાગે સફળતા આવી રહી છે એમાં કહેવામાં કોઈ વાંધો નથી. તેનું જ ફળ હશે કદાચ કે પર્યટકોએ અમારા ટુર મેનેજર્સ અને તેમની સેવાઓને વખાણી છે.
સંતુલિત મનમાંથી સારા વિચાર, સારા હકારાત્મક વિચારમાંથી વિધાયક આચાર, ઉત્તમ આચારોની પુનરાવૃત્તિમાંથી પડેલી આગતો અને સારી સારી આદતોથી બનેલી આનંદિત સંતોષકારક જીવનશૈલી એક વાર આત્મસાત થાય એટલે આપણે કોઈ પણ આર્થિક અથવા સામાજિક સ્તરે હોઈએ છતાં આપણી સામે આવનારા પડકારો ઝીલવા માટે તૈયાર કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ગમે તેટલી સંખ્યામાં સંકટો ભલે આવે, જીવન થોડું જ આસાનીથી આવે છે? દરેક પરિસ્થિતિનો સામનો કરવા જવા માટે આપણે પોતાને અને આસપાસને તૈયાર કરવું જોઈએ તે મહત્ત્વપૂર્ણ છે.
વીણા વર્લ્ડમાં ટુર મેનેજર્સ અને કાર્યાલયમાંની દરેક ટીમે સૌએ એકત્રિત રીતે આગળ વધવાન માર્ગ બનાવવાનો... તે વધુ એક બાબતનો અમલ કર્યો છે અથવા અમલ કરી રહ્યા છે. ‘અન્યોને સામે જતા જોઈએ મને સારું લાગે છે’ અથવા ‘હું વધુ પ્રયાસ કરીશ અને મને પોતાને વધુ આગળ લઈ જઈશ’ એ મારી ભાવના છે તે મારે પોતે જ તપાસી જોવું જોઈએ. ‘તારી અંદરની વીકનેસ મારી સ્ટ્રેન્ગ્થ થી દૂર થઈ શકે અને તારી સ્ટ્રેન્ગ્થ વીકનેસ પર માત કરી શકે છે’ આ પેનિટ્રેશન થઈ રહ્યું છે. તેમાં અન્યો પ્રત્યે કૃતાર્થનો ભાગ છે. હું એકલો આગળ વધી શકતો નથી. મને આગળ આવવા અનેક લોકોએ હાથ પ્યો છે અને હવે મારું કામ મારી પાછળના લોકોને આગળ લાવવાનું છે તે ભાન સર્વત્ર દેખાય છે અને સંતોષ થાય છે. આમ જોવા જોઈએ તો બારીક નજર સૌની પર રાખવામાં આવે છે. તેની પાછળનો દષ્ટિકોણ એ છે કે આપણા અખત્યારના માણસોએ જીવવાના પડકારો ઝીલવા પ્રથમ સારા માણસો બનવું જોઈએ, હોવા જોઈએ. અ ગૂડ હ્યુમન બીઈંગ! એન્ડ ધેટ્સ ધ રીઝન વી આર રેડી ટુ ટેક ઓન ધ વર્લ્ડ!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.