મારો પોતાનો મત છે અને તને તારો અને તેનો આદર થવો જોઈએ. અર્થાત, મોટા ભાગના પતિદેવોને આ માન્ય નહીં હોય, કારણ કે તેમના મતે ઘર એકમતે ચાલે છે અને તે ‘એકમત’ તેમની સૌભાગ્યવતીનો હોય છે. અથવા, જોકે દરેકનો મતનો આદર તે સશક્ત કુટુંબનો પાયો છે. કોઈ પણ અથવા અમારી બાબતમાં પર્યટન વ્યવસાય સાથે તેની કોઈ લેવાદેવા છે?
વીણા વર્લ્ડ શરૂ થઈ ત્યારથી દર અઠવાડિયે હું, સુધીર અને અમારો ટુર મેનેજર ચેતન, નિલેશ અથવા વિવેક એમ ત્રિપુટી જ્યાં સહેલગાહ લઈ જવાનાં હતાં તે દેશના ખૂણેખાંચરે હોટેલિયર્સની, ટ્રાન્સપોર્ટર્સની, ટેક્સી યુનિયન્સની, રેસ્ટોરન્ટની મુલાકાત લેતા હતા, અમારી નવેસરથી ઓળખ કરી આપતાં હતાં. આ પછી અમે યુરોપ અને સાઉથ ઈસ્ટ એશિયામાં જ્યાં વધુ પર્યટકો જવાના હતા તેની પણ મુલાકાત લીધી. પર્યટકોએ અમને જે રીતે પ્રચંડ સાથ આપ્યો તેવો જ સાથ અમારા દેશના અને વિદેશના બધા પાર્ટનર્સે આપ્યો અને પાંચ વર્ષમાં વીણા વર્લ્ડે ઉત્તમ રીતે પર્યટન ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. શરૂઆતની અખંડ મુલાકાત થયા પછી પ્રવાસ દેશવિદેશનાં અલગ અલગ સ્થળે વુમન્સ સ્પેશિયલ અથવા સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ ગઈ હતી તે પર્યટકોને મળવા માટે ગયી હતી. પર્યટકો સાથે સંવાદમાંથી- મુલાકાતમાંથી ઘણું બધું જાણવા મળે છે. પર્યટકોના ચહેરા પરની ખુશી બધું કહી જાય છે, ક્યાંક નારાજી હોય તો તે પણ જાણવા મળે છે અને તેનું મૂળ શોધી કાઢીને ઉખાડી શકાય છે.
ગયાં પાંચ વર્ષમાં દેશોમાં, શહેરોમાં, સ્થળોમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આવ્યાં છે. અહીં મને એક કિસ્સો યાદ આવ્યો. એક વખત ‘મલેશિયા-ટ્રુલી એશિયા’ની લોન્ચ ઈવેન્ટમાં મલેશિયાના ટુરીઝમ મિનિસ્ટર સાથે ડિનર હતું. જમતાં જમતાં તેમને મેં પ્રશ્ર્ન પૂછ્યો, ‘સૌ કોઈ જાણે છે કે સિંગાપોર અને મલેશિયામાં ટુરીઝમની બાબતમાં ગળાકાપ હરીફાઈ છે. તેઓ કશુંક કરે એટલે તેનાથી ઉપરવટ તમે પણ કાંઈક નવું નિર્માણ કરો છો, છતાં મને સિંગાપોરના ટુરીઝમનું એટ્રેકશન નિર્માણ કરવાની ગતિ વધુ લાગે છે. દર વર્ષે તેઓ કશુંક નવું નવું લાવી રહ્યા છે. આટલી સ્પીડ તમારી પણ છે એવું તમને લાગે છે?’ તેમણે તરત જ ઉત્તર આપ્યો, ‘સિંગાપોર જો વર્ષદીઠ બદલાતું હોય તો અમે મિનિટે બદલાઈ રહ્યા છીએ.’ અને ત્યારથી આજ સુધી આ બંને દેશોમાં આગળ રહેવા માટે ગળાકાપ હરીફાઈ ટુરીઝમમાં ચાલુ જ છે. હવે મેં ફરીથી નવેસરથી પર્યટન શરૂ કર્યું છે, જે નવા જોશના વધુ આગ્રહી અમારા પર્યટકો માટે, આઈટિનરી અપગ્રેડેશન માટે, આઉટડેટેડ બાબતો કાઢી નાખવા માટે, નવી બાબતોનો સમાવેશ કરવા માટે. આથી દર પંદર દિવસે ‘ચલો, બેગ ભરો, નિકલ પડો!’
આ મારા નવેસરથી પ્રવાસનું પહેલું સ્થળ ગ્રીસ હતું. પર્યટકોને ગ્રીસ ગમે છે નો ડાઉટ અબાઉ ઈટ. અમારા ટુર મેનેજર્સ પણ દરેક સહેલગાહના, ત્યાંના બદલાવ વિશે કયાસ મેળવીને ઓફિસને ફીડબેક આપતા હોય છે. પર્યટકો પણ ઈ-મેઈલ દ્વારા તેમની પ્રતિક્રિયા જણાવે છે પણ તે છતાં મારા આ નવા દૃષ્ટિકોણમાંથી શરૂ કરાયેલા ગ્રીસના પ્રવાસે મને ઘણી બધી નવી ઈનસાઈટ્સ આપી છે અને પાંચ વર્ષ પછી આ નવા પ્રવાસ પર પણ મહોર લાગી. આટલો પ્રવાસ કરવાનું શક્ય બન્યું છે રિવોલ્યુશનરી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને લીધે. ક્યારેક ક્યારેક બહાર હોઉં ત્યારે ઓફિસનાં કામો પણ એકાગ્રતાથી કરી શકાય છે અને ત્યાં જવાનો જે મકસદ હોય છે તે પણ પાર પડતો હોય છે.
આ નવા પ્રવાસમાં મેં ગ્રીસને અલગ અલગ એન્ગલ્સથી જોયું. વીણા વર્લ્ડ સાકાર થયું ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે અમે જે પણ કરીશું તે દરેક ઘર માટે અને દરેક ઘરના પ્રત્યેક માટે. વ્યક્તિ તેટલી પ્રકૃતિ અને તેન આદર કરવાથી નિર્માણ થયેલી વાઈલ્ડ લાઈફ સ્પેશિયલ ટુર્સ, ફેસ્ટિવલ સ્પેશિયલ ટુર્સ, સિંગલ્સ સ્પેશિયલ ટુર્સ, વુમન્સ સ્પેશિયલ ટુર્સ, હનીમૂન સ્પેશિયલ ટુર્સ, ફેમિલી સ્પેશિયલ ટુર્સ. આગામી થોડા મહિનાઓમાં હજુ અનેક નવી નવી સહેલગાહ આમાં નવેસરથી દાખલ થવાની છે.
ગ્રીસમાં ગઈ ત્યારે ગ્રીસ મને અલગ અલગ પર્યટકો માટે જુદું જુદું લાગ્યું. જે સિંગલ્સ સ્પેશિયલ, એટલે કે, વીસથી પાંત્રીસ વયજૂથમાં છે તેમના માટે એડવેન્ચર-સ્વિમિંગ-કયાકિંગ- પેરાસેઈલિંગ, પબ્ઝ, બાર આ બધી રેલમછેલ ગ્રીસમાં છે. યુવાની થાકી જશે પણ ગ્રીસનાં ડેસ્ટિનેશન્સ ખતમ નહીં થાય. હનીમૂનર્સ પેરેડાઈઝ એટલે ‘ગ્રીસ, સેન્ટોરિની ઈઝ ધ પરફેક્ટ ડેસ્ટિનેશન.’ અહીંના નૈસર્ગિક અને માનવનિર્મિત સેટિંગ્સ એટલા ઉત્કૃષ્ટ છે કે સહજીવનની સુંદર શરૂઆત વધુ અપ્રતિમ રીતે થઈ નહીં શકે એટલી મસ્ત છે. આ પછી ફેમિલીઝ આવે છે. તેમને સાઈટસીઈંગ, શોપિંગ અને ભોજનની રેલમછેલ ગ્રીસમાં જોઈતી હોય છે. આ પછી અમારી મહિલાઓનો વારો આવે છે. તેઓ શોપિંગ ઘેલી હોય છે. તો તેમને માટે ગ્રીસમાં પ્રચંડ શોપિંગ છે. એટલે કે, હું આજ સુધી વુમન્સ સ્પેશિયલ અહીં શા માટે નહીં લાવી એવો પ્રશ્ર્ન મને જ થયો. સો! ટૂંક સમયમાં જ અમે તે અનાઉન્સ કરીશું. આ પછી સિનિયર સિટીઝન્સ, તેમઙ્ગા માટે વધુ મહત્ત્વનો ઈતિહાસ હોય છે. એરિસ્ટોટલ, સોક્રેટિસ, પ્લેટો, અચિલેસ, હર્ક્યુલસ, અથેના, એફ્રોડાઈટ, એલેક્ઝેન્ડર, જ્યોર્જ, કોન્સ્ટન્ટીન... આવા તત્ત્વ નિષ્ણાતો, વોરિયર્સ, રાજા, મહારાજા, દેવદેવતાઓથી સજેલું ગ્રીકનુ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ તેમને ખુશ નહીં કરે તો જ નવાઈ. અને ખાવાના શોખીનો માટે ગ્રીસ પ્રખ્યાત જ છે. આ સમયે સહેલગાહ સાથે નહીં હોવાથી અમે પણ ગ્રીક ખાવા-પીવાનો મન:પૂર્વક આસ્વાદ લીધો અને નક્કી કર્યું કે આગામી ગ્રીસની સહેલગાહમાં ફાવશે ત્યારે આપણી ગ્રુપ ટુર્સને ભાવશે એવો ગ્રીક મેન્યુ સહેલગાહમાં સમાવિષ્ટ કરવાનો. દુનિયાનાં અલગ અલગ ક્યુઝીન્સની માહિતી કઢાવવી, તેનો સ્વાદ લેવો, તે માટે નવા નવા દેશોમાં ફરવું તે અમારા નીલની હોબી છે. તેને કહ્યું, ‘ગ્રીસ તારી વાટ જોઈ રહ્યું છે, જલદીથી મુલાકાત લે.’ એક ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે પણ મારી ડ્યુટી છે કે કોણે શું અને કઈ રીતે જોવું જોઈએ તે વિશે જાણકારી આપવાની. ‘એવરી ઈન્ડિવિજ્યુઅલ ઈઝ ઈમ્પોર્ટન્ટ એન્ડ વી મસ્ટ રિસ્પેક્ટ ધ ઈન્ડિવિજ્યુઆલિટી,’ અમારે પણ અને દરેક વ્યાવસાયિકોએ પણ.
સો, આવો ‘અરાઉન્ડ વર્લ્ડ’ પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે. આગામી મહિનામાં ઈસ્ટર્ન યુરોપમાં ધાડ નાખવાની છે. આઈ એમ લૂકિંગ ફોર્વર્ડ ટુ એસ્ટોનિયા, ક્રોએશિયા, લિથુઆનિયા, લેટવિયા, રોમાનિયા, સર્બિયા, બેલારુસ, સ્લોવાકિયા, આર્મેનિયા. વેસ્ટર્ન યુરોપની સહેલગાહ પૂરી થયા પછી હાલમાં બધા આ દેશો તરફ મીટ ફેરવે છે, જેથી અમારી સવારી પણ ત્યાં જઈ રહી છે. અમુક દેશ જોવાના રહી ગયા છે તે પહેલાં બધાની દૃષ્ટિથી જોવાનું મહત્ત્વનું છે, કારણ કે ‘અંડર વન રૂફ’ વીણા વર્લ્ડ પાસે બધી બાબતો વ્યવસ્થિત આપી શકાવી જોઈએ.
રોજના કામમાં મેં આમ થોડો ફેરફાર કર્યો છે. દૃષ્ટિકોણ વધુ થોડો વ્યાપક બનાવ્યો છે અને મારો પોતાનો ઉત્સાહ એકદમ વધી ગયો છે. થોડો ફેરફાર જીવન વધુ ઈન્ટરેસ્ટિંગ બનાવે છે નહીં? આમ નાના-મોટા ફેરફાર આપણે કરતાં રહેવું જોઈએ.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.