40-50 વર્ષ પૂર્વે કોઈ ફોરેનમાં જવાનું હોય તો સાયબના દેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં જ જશે એ નક્કી હતું. ધીમે ધીમે ફોરેન એટલે અમેરિકા એવો અર્થ પ્રચલિત થયો. નાયગરા ફૉલ્સથી ડિઝની જેવાં માનવનિર્મિત આશ્ચર્યો સુધી આ દેશનાં આકર્ષણોનો અંત નથી...
અમેરિકાના વિઝા સંબંધમાં માર્ગદર્શન માટે સુધીર અને સુનિલાને એટલા ફોન્સ આવે છે કે પૂછશો જ નહીં. ‘યુએસએ વિઝા’ જેમની પાસે હોય તેમની કોલર ટાઈટ, યુએસએ વિઝા માટે જનારના પેટમાં ધ્રાસકો અને યુએસએ વિઝા જેમની પાસે નથી તેમના ચહેરા પર ક્યાંક ‘સમથિંગ મિસિંગ’નો ભાવ. ખરેખર તો અમેરિકન વિઝા મેળવવા એટલે કોન્સ્યુલેટે આપેલા સરળ શબ્દોનાં સૂચનોનું વ્યવસ્થિત પાલન કરાય તો ત્રાસદાયક નથી. ઈન્ટરવ્યુના જ દિવસે આપણને સમજાય છે કે વિઝા મળશે કે નહીં. જીવ અધ્ધર લટકતો નથી, વાટ જોવી પડતી નથી. અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે ‘સાચું બોલો અને ભૂલી જાઓ.’ સાંભળેલી માહિતી પર અને સલાહ પર કોઈ ખોટાં પગલાં ભરશો નહીં. ‘જો હૈ વૈસા હે, નો મેનિપ્યુલેશન.’ તો હવે વિષય નીકળ્યો જ છે તો યુએસએ વિઝા અને ત્યાંની સહેલગાહ વિશે જાણી લઈએ.
યુએસએના વિઝાની અરજી કરવા માટે વિમાનની ટિકિટની જરૂર નથી. આવતા વર્ષના યુએસએ વિઝા તમે હમણાં જ કરાવીને રાખી શકો છો. ‘વિઝા ગ્રાન્ડ કરણ’ બાબત જે તે દેશના વિઝા કોન્સ્યુલેટના અખત્યારમાં આવે છે અને ત્યાં કોઈ પણ મધ્યસ્થી નહીં કરી શકે. ઘણી વાર જાતે જતા પર્યટકો કોઈકની ‘વિઝા મેળવી આપું છું’ લાલચનો શિકાર બને છે. નાહક વધુ પૈસા ગણે છે અને નિરાશા સાથે પાછા આવે છે. મારે આવા બધા પ્રવાસીઓને ખાસ જણાવવાનું છે કે યુએસ, યુકે આ દેશોના વિઝા કોઈ પણ કઢાવી કે મેળવી આપી શકે નહીં, પરંતુ તે સંપૂર્ણ રીતે ‘તમારા પાસપોર્ટ પર-તમારા કાગળિયાં પર-તમારા ઈન્ટરવ્યુ પર-તમારા ખરાપણા પર’તમને મળે છે. અમારી પાસે પણ 99.9 ટકા પર્યટકોને તે મળે છે પરંતુ તેનું શ્રેય અમારૂં ન હોઈ અમારા પર્યટકોનું જ હોય છે એ મને અહીં ખાસ જણાવવાનું મન થાય છે. અમારૂં કામ તો ફક્ત માર્ગદર્શનનું છે.
આ એક-બે વર્ષમાં અમેરિકન ગવર્નમેન્ટની ‘નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ સ્ટ્રેટેજી’ને લીધે વિઝા પ્રોસેસ આસાન કરવાનો પ્રયાસ કરાયો છે. તેનાં રિઝલ્ટ્સ અમને પણ દેખાઈ રહ્યાં છે. વધુમાં વધુ પર્યટકોને યુએસએ વિઝા મળી રહ્યા છે. આથી જ યુએસએ વિઝાની ખોટી વાતોથી ગભરાશો નહીં.
વિઝા પછી આપણે હવે અમેરિકા ખંડની સહેલગાહ તરફ વળીએ. વીણા વર્લ્ડ પાસે અમેરિકા માટે એટલે કે નોર્થ અને સાઉથ અમેરિકા માટે અલગ અલગ ટુર્સ લાવવામાં આવી છે. આપણે અમેરિકા અથવા અમેરિકામાં જઈએ છીએ એવું કહીએ ત્યારે તેનો અર્થ હોય છે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એટલે કે, યુએસએ. ભારતીય પર્યટકોમાં યુએસએનું ઈસ્ટ કોસ્ટ એટલે ન્યૂ યોર્ક-નાયગરા-વોશિંગ્ટન-શિગાકો, વેસ્ટ કોસ્ટ એટલે લોસ એન્જલસ-લાસ વેગાસ-સાન ફ્રાન્સિસ્કો, ફ્લોરિડાનું ડિઝની વર્લ્ડ-નાસા માટે પ્રસિદ્ધ ઓર્લેન્ડો જેવાં સ્થળો લોકપ્રિય છે. સહેલગાહના દિવસો પ્રમાણે આ સ્થળોનો સમાવેશ જે તે સહેલગાહમાં કરાયેલો હોય છે. યુએસએના દક્ષિણ-પૂર્વમાં ફ્લોરિડાની નીચે એટલાન્ટિક મહાસાગરમાં 700 ટાપુઓના સમૂહને બહામાઝ કહેવાય છે. આ બહામાઝમાં અમુક ટાપુઓની આપણે એક સહેલગાહમાં મુલાકાત લઈએ છીએ આલીશાન બહામાઝ ક્રુઝ દ્વારા.
યુએસએ માટે વીણા વર્લ્ડ પાસે સહેલગાહમાં 19 દિવસની ઈસ્ટ વેસ્ટ ઓર્લેન્ડો બહામાઝ નામે ‘અમેરિકન ડ્રીમ’ સહેલગાહ છે, જેમાં એકઝટકે વધુમાં વધુ અમેરિકા જોવું હોય તેમને માટે એકદમ સૂટેબલ છે. 16 દિવસની ઈસ્ટ વેસ્ટ ઓર્લેન્ડોની ‘અમેરિકન જ્વેલ્સ’ પર્યટકોમાં સૌથી લોકપ્રિય સહેલગાહ છે, જ્યારે ઓછામાં ઓછા દિવસની અમેરિકા સહેલગાહ જોઈતી હોય તેમને માટે 13 દિવસની ઈસ્ટ અને વેસ્ટ કોસ્ટ એવી ‘અમેરિકન’ મેજિક સહેલગાહ અમેરિકાનાં મહત્ત્વનાં સ્થળો બતાવે છે. અમેરિકાની ફક્ત ઈસ્ટ કોસ્ટની અથવા વેસ્ટ કોસ્ટની પ્રત્યેકી 7 દિવસની સહેલગાહ પણ તમે લઈ શકો છો. અલાસ્કા પણ અમેરિકાનો જ ભાગ છે. અમેરિકાની ઉપર કેનેડાના ઉત્તર પશ્ચિમે અલાસ્કા પ્રસરેલું છે. આ અલાસ્કા વંડરલેન્ડ 9 દિવસની સ્વતંત્ર સહેલગાહ છે અથવા કેનેડા અલાસ્કાની 22 દિવસની કમ્બાઈન્ડ સહેલગાહ પણ છે. જે પર્યટકાએ અમેરિકા અગાઉ જોઈ લીધું હોય તેમને માટે ફક્ત કેનેડાની 14 દિવસની સહેલગાહ છે. તેમાં કેનેડાનું ઈસ્ટ કોસ્ટ, એટલે કે, ટોરોન્ટો-ઓટાવા-મોન્ટ્રિયલ, વેસ્ટ કોસ્ટ, એટલે કે, વાનકુંવર-વ્હિસલર, જ્યારે કેનેડિયન રોકીઝનો ભાગ અપ્રતિમ બાંફ-જંસ્પરનો સમાવેશ થાય છે. કેનેડા માટે છ દિવસની એક નાવીન્યપૂર્ણ સહેલગાહ છે જે ઓફરમાં ફક્ત એક લાખ પંચાવન છે. અમેરિકા માટે વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ પણ છે.
યુરોપ અમેરિકાના પર્યટકોને સાઉથ અમેરિકા દેશોનું બહુ આકર્ષણ છે. આપણે ભારતીય પર્યટકો જોકે આમ તો બહુ મોડેથી સાઉથ અમેરિકાની સહેલગાહ કરવા લાગ્યા. આ સહેલગાહ યુરોપ અમેરિકાની જેમ એક પછી એક હોતી નથી. વર્ષમાં એક કે બે જ સહેલગાહ જાય છે, પરંતુ આવનારા દરેક પર્યટકો એવા ખુશ થઈ જાય છે કે પૂછવાનું જ શું. સાઉથ અમેરિકાની સહેલગાહમાં અમે બ્રાઝિલ-બોલિવિયા-પેરુ-આર્જેન્ટિના-ચિલી એમ પાંચ દેશનો સમાવેશ કર્યો છે. હવે 17 નવેમ્બર, 2017 માં આ 19 દિવસની સહેલગાહ નીકળી રહી છે. જે પર્યટકોને સાઉથ અમેરિકાની અનોખી સહેલગાહ કરવી હોય તેમણે હમણાં જ બુકિંગ કરી દેવું જોઈએ. એક વાર સહેલગાહ બુક કરાય એટલે તમારે પછી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. મુંબઈથી મુંબઈ સુધી તમારી સંગાથે વીણા વર્લ્ડનો અનુભવી, ઉત્સાહી ટુર મેનેજર રહેશે.
ગયા ડિસેમ્બરમાં વીણા વર્લ્ડની પહેલી એન્ટાર્કટિકા સહેલગાહ જઈને 100 ટકા સફળ થઈને આવી છે. અમેરિકા ખંડની નીચે સૌથી અલગ, સૌથી સુંદર, પવિત્ર કહી શકાય એવો અને કોઈની પણ માલિકી નથી એવો અનોખો ખંડ એટલે એન્ટાર્કટિકા છે. આ એન્ટાર્કટિકાની સહેલગાહ હવે અમે 18 ડિસેમ્બર, 2017ના આયોજિત કરી છે. નવ રાત દસ દિવસની ક્રુઝ અને ત્રણ રાત આર્જેન્ટિનાની બ્યુનોસ એઅર્સમાં એમ બાર રાત તેર દિવસની આ અનોખી સહેલગાહ છે. બલકે,તે એક એક્સપીડિશન છે એવું કહી શકાય. વર્ષમાં ફક્ત અમુક હજાર પર્યટકોને આ ખંડમાં જવા માટે પરવાનગી અપાય છે. તેમાંથી ક્યારેક હું હતી, ક્યારેક સુધીર હતો, નીલ હતો, સુનિલા હતી એ કહેવામાં મને ગર્વ થાય છે. એન્ટાર્કટિકાના રહેવાસી એટલે પેન્ગ્વિન્સ અને સ્થળાંતર કરતી વખતે જગપ્રદક્ષિણા કરનાર અલ્બાટ્રોસ પક્ષી, એલિફન્ટ સીલ, એન્ટાર્કટિકા ફર સીલ, ક્રેબ ઈટર સીલ, લેપર્ડ સીલ એવા શિકાર કરનારાં સસ્તન પ્રાણી અને મુખ્ય આકર્ષણ એટલે 89 ફૂટ સુધી વધતું અજસ્ત્ર બ્લુ વ્હેલ્સ.
આપણે ફક્ત એપ્રિલથી સપ્ટેમ્બરમાં જ અમેરિકા જઈ શકીએ છીએ એવી એક સમજ છે. જોકે અમે સાઉથ ઈસ્ટ એશિયા કે યુરોપમાં બારેય મહિના પર્યટકોને લઈ જઈએ છીએ તે જ રીતે અમેરિકા પણ આ વર્ષથી અમે બારેય મહિના પર્યટન માટે ખુલ્લું કર્યું છે. અમારી વેબસાઈટ પર તમને ઈયર અરાઉન્ડ અમેરિકાની સહેલગાહ દેખાશે. આજે તમારી નજીકની વીણા વર્લ્ડ સેલ્સ ઓફિસની મુલાકાત લો અને નીકળો અમેરિકાના પર્યટન પર.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.