ટ્રેનમાં આવી જાહેરાતો દેખાવાના દિવસો હવે દૂર નથી ‘મોબાઈલ કી બૂરી આદત સે છુટકારા પાને કે લિયે ઈસ બાબા કો મિલીયે!’ હજુ મોબાઈલને લીધે થનાર પરિણામ બહુ બાલ્યાવસ્થામાં છે પણ અતિમહત્ત્વની બીમારીઓમાં તેનું વર્ગીકરણ થવાની શક્યતા નકારી નહીં શકાય. મોબાઈલરોગ પર પર્યટનનો આ થોડો ઉતારો છે, તે હોવાથી પર્યટનમાં આવ્યા પછી બધાં સ્થળે ‘ફ્રી વાયફાય’ મળવા પર મારો વિરોધ છે
હવે ધીમે ધીમે યુરોપમાં બસ પર વાયફાયનાં ચિત્રો દેખાવા લાગ્યાં છે અને પર્યટકો પણ પૂછવા લાગ્યા છે, ‘તમારી પાસે બસમાં વાયફાય છે?’ હાલમાં મારો ઉત્તર ‘બિલકુલ નથી’ એવો છે. કદાચ આ ઉત્તરોની અથવા તેમાંની ‘નથી’ની તીવ્રતા સમયાંતરે ઓછી થતી જશે, બિઝનેસની અથવા પર્યટનની તે પ્રાથમિક જરૂર બનશે અથવા તેમાં સ્પર્ધા નિર્માણ થશે કે ‘અમારી પાસે બસમાં વાયફાય છે તમારી પાસે નથી’ અને પછી બસમાં વાયફાય અનિવાર્ય બની જશે. પરંતુ આજે સહેલગાહમાં ગયા પછી વાયફાયને વશ થવા પર મારો તીવ્ર વિરોધ છે એ સાચું છે. હવે યુરોપની સહેલગાહનો જ દાખલો લો. અહીં આજની ઘડીએ હોટેલમાં વાયફાય ઉપલબ્ધ છે અને બસમાં નથી એ વાસ્તવિકતા છે. અને જેટલા દિવસો આ રીતે જ રાખવામાં આવે તેટલું મને પોતાને એક પર્યટક તરીકે જોઈએ છે અને એક તેમાંની વ્યાવસાયિક તરીકે પણ જોઈએ છે. યુરોપનું નિસર્ગ, બસમાંથી દેખાતો તેનો નજારો, આંખોમાં સમાઈ લેવા જેવું અને સ્મૃતિપટ પર નિરંતર કોરી રાખવા જેવું છે. આપણે સહેલગાહમાં અથવા હોલીડે પર જઈએ ત્યારે ત્યાંના દરેક કલાક માટે પૈસા ગણતા હોઈએ છીએ તો પછી તેનો ઉપયોગ તે બાબત એન્જોય કરવામાં વિતાવવાનો કે હોલીડેમાં જઈને બિઝનેસનાં કામો કરતા રહેવાનું કે નાહક જ ફોર્વર્ડસમાં સમય વિતાવવાનો એ વિચાર કરવા જેવો મુદ્દો છે. એટલે કે, એક ચિત્ર વિઝયુઅલાઈઝ કરો, યુરોપ સહેલગાહમાં આપણે જર્મનીથી સ્વિટ્ઝર્લેન્ડ અથવા ઓસ્ટ્રિયાથી ઈટાલીનો પ્રવાસ કરી રહ્યાં છીએ, આંખો આંજી દેનારું નિસર્ગ આપણને બસમાંથી મોહિત કરી રહ્યું છે. જોકે આ બસને એક શ્રાપ મળ્યો છે અને તે શ્રાપ છે ફ્રી વાયફાયનો. આથી બસમાં બધા પર્યટક પોતાનું માથું 90 અંશમાં નીચે મોબાઈલમાં માથું નાખીને ડેડ-લી પોઝમાં બેઠા છે. એક જ જીવંત પ્રાણી તે બસમાં છે અને તે ડ્રાઈવર છે. તે સ્થળદર્શનના સ્થળે આવ્યા પછી જાહેર કરે છે કે ‘આપણે પહોંચી ગયા છીએ! અમુક સમયે બસ પાછી નીકળશે તે પૂર્વે બધાએ આવી જવું.’ અચાનક બધા પર્યટકોમાં જાણે પ્રાણ ફૂંકાય છે. યંત્રવત તેઓ ઊઠે છે, સ્થળદર્શનનો આસ્વાદ લેવાને બદલે પટાપટ ફોટો પાડવામાં પરોવાય છે, અલગ અલગ પોઝીસનમા ફોટો પાડી લે છે, મોટા ભાગના ફોટોનો સ્ટોક થયા પછી ફરી બસમાં આવીને બેસી જાય છે અને પાડેલા ફોટો બધે મોકલવામાં પરોવાઈ જાય છે. જો કે આ ડેડ-લી સ્થિતિ આજે 100 ટકા ન હોવા છતાં તેનું આગમન થવામાં વાર લાગવાનો નથી અને તેને લીધે જ એક જાગૃત પર્યટક વ્યાવસાયિક તરીકે મને ‘પર્યટકોએ પર્યટક જ રહેવું જોઈએ’ તેની પર જેટલી જાગૃતિ લાવી શકાય તેટલી લાવવી છે. આથી આજે જ આપણે જાગીને ‘ફ્રી વાયફાય’ને બદલે ‘વાયફાય ફ્રી’ જીવવાનું શીખી લેવું જોઈએ.
આંદામાનની સહેલગાહમાં અમે સમથિંગ ડિફરન્ટ રેસ્ટોરાંમાં પર્યટકોને જમવાનું આપીએ છીએ. તે રેસ્ટોરાં કેવી છે તે જોવા હું ગઈ હતી. ત્યાં બેઠાં બેઠાં જ ત્યાંની એક દીવાલ પર મારું ધ્યાન ખેંચાયું, ત્યાં લખેલું હતું, ‘ટોક ટુ ઈચ અધર, વી ડોન્ટ હેવ વાયફાય’ વાહ! અમારી જોડેના એસોસિયેટ અજય રાવત અને તેની પત્નીને મેં અભિનંદન આપ્યા. મેં કહ્યું, ‘વેરી નાઈસ, અહીં હોલીડેમાં આવ્યા તે જ સૌથી મહત્ત્વપૂર્ણ છે.’ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં બોર્ડ લગાવેલું હતું, ‘જો તમે સંપૂર્ણ સમય એક વાર પણ મોબાઈલ ફોનને સ્પર્શ નહીં કરશો, મોબાઈલ બહાર નહીં કાઢશો તો તમને તમારા બિલ પર પંદર ટકા છૂટ મળશે. એક વિડિયોમાં એક યુગલ ફરવા માટે પાર્કમાં ગયું છે, જ્યાંથી નિસર્ગચિત્ર બહું સુંદર દેખાય છે. આવા સ્થળે એક બેન્ચ પર તેઓ બેઠાં છે. પતિ મોબાઈલમાં માથું પરોવીને બેઠેલો છે. પત્ની વિસ્મયમાં મુકાઈ છે કે આટલા સુંદર પાર્કમાં આવ્યાં છીએ અને આ માણસ મોબાઈલમાં પરોવાયેલો છે, શું કરું? આ ભાવ તેના ચહેરા પર છે. તે મોબાઈલ પર સામેના નિસર્ગચિત્રનો એક ફોટો પાડે અને પતિના મોબાઈલ પર વ્હોટ્સએપ દ્વારા મોકલાવી દે છે. તરત જ પતિનો ઉત્તર આવે છે, ‘વાહ! બહું સુંદર.’ તે ગુસ્સામાં પતિના હાથમાંનો મોબાઈલ આંચકી લે છે અને કહે છે, ‘અરે મૂરખ, આ દશ્ય સામે છે, આંખેથી જરા જો!’ આંખોથી જુઓ, મનથી જીવો, શ્વાસથી અનુભવો. આ જ તો છે સુદૃઢ પર્યટનની અને આનંદિત જીવનની ચાવી.
‘ફ્રી વાયફાય,’ યસ વી ડેફિનેટ્લી નીટ ઈટ. પ્રશ્ન છે તમારે તેની આદત નથી જવાની, તેના અંકિત નહીં બનવાનો. મોબાઈલ પૂર્વે વિડિયો કેમેરા નવો હતો ત્યારે પર્યટકો વિડિયો કેમેરા સાથે પર્યટન કરતા હતા. એક આંખે સતત કેમેરા લગાવી જ રાખતા. વિડિયો કેમેરાની જગ્યા હવે મોબાઈલે લઈ લીધી છે અને કેટલીય વધુ બાબતો તેમાં શક્ય થવાથી એડિકશન વધુ મોટે પાયે ફેલાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
‘વાયફાય ફ્રી હોલીડે’ એક સંકલ્પના છે. આરંભમાં એક દિવસની, બે દિવસની એવી હોલીડેઝ તૈયાર કરવાનું અમારું પ્લાનિંગ શરૂ થયું છે. પર્યટન એક બ્રેક છે, રૂટીનમાંથી- ટેન્શનમાંથી-સ્ટ્રેસમાંથી લીધેલો બ્રેક છે. તેમાંથી ખરા અર્થમાં રિફ્રેશમેન્ટ અને રિજ્યુવિનેશન જોઈતું હોય તો થોડો સમય મોબાઈલ તમારી નજર સામેથી દૂર થવો જ જોઈએ. આપણે તેનાથી દૂર રહેવું જ જોઈએ. અને હા, જેમ પર્યટન બ્રેક છે આપણી આળસ ખંખેરવા માટે તે જ રીતે દરેક દિવસે જો આપણે રિફ્રેશ્ડ અને રિજ્યુવિનેટેડ રહેવું હોય તો કટાક્ષથી દિવસનો અમુક સમય નક્કી કરીને ‘વાયફાય ફ્રી સમય’ અથવા હોલીડે અથવા બ્રેક લેવો જોઈએ. ચાલો પ્રયાસ કરીએ. કંટ્રોલ્ડ હેલ્ધી માઈન્ડ એ આપણી પોતાની, કુટુંબની, સમાજની, દેશની અને દુનિયાની જરૂર છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.