મેં એક ફોટો જોયો હતો, જેમાં દાદીને જોવા માટે બધાં પૌત્ર-પૌત્રીઓ આવ્યાં હતાં. એક સોફા પર દાદી બેઠેલાં છે અને સામે આઠ-દસ પૌત્રો છે. મોબાઈલમાં માથું નાખીને બેઠેલાં અને એકાગ્રતાથી તે વર્ચ્યુઅલ વર્લ્ડમાં તલ્લીન થયેલાં પૌત્રો પાસે દાદી નિ:સહાય થઈને જોઈ રહ્યાં છે. આ ફોટોમાંનું ચિત્ર બદલવાનો જાદુ આ સહેલગાહમાં છે એવું કહીએ તો તેમાં અતિશયોક્તિ બિલકુલ નથી.
"કોને ફોન કરો છો બહેન? ક્યારની જોઉં છું. તમે ફોન સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, ફોન લાગતો નથી તેથી નાસીપાસ થઈ ગયાં છો? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? અમેરિકા સહેલગાહમાં લોસ એન્જલસની સિનિયર સ્પેશિયલ ટુરની ઈવેન્ટ શરૂ થવા પૂર્વે એક બહેનની દોડધામ જોઈને મેં આ પ્રશ્ન પૂછ્યો હતો. ‘અરે એવું નથી, અમેરિકા અને ભારતનું દિવસરાતનું ચક્ર જરા ગૂંચમાં મૂકે છે, પૌત્ર સાથે બોલવાનું હતું, અમારા બે સિવાય તેનું પત્તું પણ હલતું નથી. હવે કઈ રીતે તેને દીકરો અને પુત્રવધૂ સંભાળતાં હશે ભગવાન જાણે. બંને નોકરીએ છે, મેં તેમને કહ્યું કે આટલી મોટી સહેલગાહમાં અમારે નથી જવું. આમ તો અમે રોજ પૌત્રને ફોન કરીએ પછી અમને સારું લાગે છે.’ ઓહ! તો આ દાદા-દાદી અને પૌત્રોના પ્રેમનો મામલો હતો. દાદા-દાદીનું ઘરમાં મહત્ત્વ વધારતાં પૌત્રો એટલે ઘેરઘેર લિટલ એન્જલ્સ જ જાણે. જોકે બને છે એવું કે દરેક યુવા માતા-પિતાઓને એવું લાગે છે કે દાદા-દાદી પૌત્રોને ખોટ્ટા લાડ લડાવે છે, ખોટી આદતો પાડે છે. આજના જમાનામાં તો ઘરો જ અલગ અલગ થઈ ગયાં છે. દરેકને પ્રાઈવસી એ સમયની જરૂર છે. આથી સવારના સમયે પૌત્રોને સંભાળનારાં, સમય આવ્યે દિવસભર પૌત્રોને સંભાળનારાં, સાંજે પૌત્રોને સંભાળનારાં, વીકએન્ડ્સમાં પૌત્રોને સંભાળનારાં, સ્કૂલમાંથી ઘરે લઈ આવનારાં એવાં દાદા-દાદીના અનેક પ્રકાર જોવા મળે છે. સમયનો મહિમા કે કેમ, પરંતુ આમ છતાં આપણા ભારતમાં મોટે ભાગે એકત્ર કુટુંબ પદ્ધતિ ટકી રહી છે. હવે ઘણાં બધાં કુટુંબો દાદા-દાદી પૌત્રો એ રીતે સુખમય જીવન જીવતાં જોવા મળે છે. એકબીજાની સમસ્યા બનવાને બદલે એકબીજાની એકબીજાને જરૂર જણાવા લાગી છે એ સારી બાબત છે. જોકે દીકરા-પુત્રવધૂ, પુત્રી-જમાઈ કામ નિમિત્તે અન્ય શહેરમાં રહે છે, બીજા દેશમાં સ્થાયી થયાં છે ત્યાં કોઈ ઈલાજ નથી. આવી સ્થિતિમાં દાદા-દાદીમા નિરાશ નહીં થાય તો જ નવાઈ. પૌત્રોની મુલાકાત છ મહિને, વર્ષે અથવા બે વર્ષે અથવા ક્યારેક તો તેથી પણ વધુ વર્ષ પછી થતી હોય છે. આ વાત જાહેરમાં બોલવામાં નહીં આવે તો પણ આપણને બધાને તે મહેસૂસ થઈ રહ્યું છે. નાઈલાજ કો ક્યા ઈલાજ?
હવે આ એક સામાજિક સમસ્યા છે. દરેક વ્યાવસાયિક તેની સાથે એક યા બીજા કારણસર જોડાયેલા હોય છે. અમે તેને ‘વ્હોટ્સ ફોર મી’ કહીએ છીએ. કોઈ પણ સમસ્યા થોડા ઘણા પ્રમાણમાં ઉકેલવા માટે વ્યવસાયની મદદ થવી જોઈએ. દાદા-દાદી અને પૌત્રો ફક્ત તેમની જ સહેલગાહ કરવાની. માતા-પિતાને તેમાં મનાઈ. જે પણ કરવાનું હોય તે દાદા-દાદી અને પૌત્રો નક્કી કરશે. સબ કુછ લાડ- પ્યારવાલા મામલા. દાદા-દાદી અને પૌત્રોની મુલાકાત અમે સાકાર કરી રહ્યાં છીએ આવી સહેલગાહ નિમિત્તે.
દિવાળી હોલીડેઝમાં આ સહેલગાહ એટલે ‘ગ્રેન્ડ પેરેન્ટ્સ-ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્પેશિયલ’ જશે દુબઈમાં, ક્રિસમસમાં સિંગાપોર અને ઈસ્ટર હોલીડેઝમાં સ્વિટ્ઝર્લેન્ડ જશે. નેઉ ટકા દાદા-દાદી ભારતમાં રહે છે જેથી દાદા-દાદી ભારતમાંથી, ખાસ કરીને મુંબઈથી સહેલગાહ નીકળશે અને પૌત્રો જ્યાં છે ત્યાંથી, એટલે કે, દિલ્હી હોય કે ડેન્માર્ક હોય, સિડની કે સાન ફ્રાન્સિસ્કો હોય, જાપાન કે જર્મનીમાં હોય... તેઓ ત્યાંથી પોતાના નક્કી થયેલા દિવસે નક્કી સમયે સહેલગાહમાં જોઈન થશે.
તેમને માટે સ્પેશિયલ જોઈનિંગ લિવિંગ ટુર પ્રાઈસ હોય છે. જસ્ટ ઈમેજિન કરો તે ક્ષણ, જ્યારે એકાદ પૌત્ર કે પૌત્રી વિદેશમાંથી દાદા-દાદી સાથે સહેલગાહ કરવા આવ્યાં છે અને એરપોર્ટ પર તેમની મુલાકાત થાય છે. પાંચ-સાત દિવસ ફક્ત આ તેમના જેવા જ અનેકો સાથે એકત્ર રહેવાનાં છે. એકબીજાને જાણી લેવાનાં છે, ધમ્માલ કરવાનાં છે. પૌત્રો તો ઘરે પાછા ગયા પછી પોતપોતાની દુનિયામાં તલ્લીન થઈ જશે પરંતુ દાદા-દાદીને કેટલી મીઠી યાદો મળશે, આગામી કેટલા મહિના તેમના ખુશીમાં વીતશે, આ યાદોનો સંગ્રહ કરવો અને જ્યારે સમય મળશે ત્યારે તેમાં રમમાણ થવું એ જ તો જીવન છે. દાદા-દાદી અને પૌત્રો ભારતમાં અલગ અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યાં છે ત્યાંથી જ એકત્ર એકબીજાની સંગાથે નીકળશે. ડેસ્ટિનેશન્સ પણ અમે એવાં પસંદ કર્યાં છે કે બંને વય જૂથના લોકોને તે ગમશે. બીજું, તે ઈન્સ્પાયરિંગ ડેસ્ટિનેશન્સ છે, દુબઈ-મિડલ ઈસ્ટમાં હોટ સ્પોટ નીવડેલા દુબઈમાં જહાજના ષઢ આકારનું ‘બુર્જ અલ અરબ’, પ્રસિદ્ધ શેખ ઝાયેદ રોડ, જુમેરાહ બીચ, દુબઈ મ્યુઝિયમ, ‘ધ પામ’ નામે માનવનિર્મિત ટાપુ પર પહેલું રિસોર્ટ ધ એટલાન્ટિસ એવા આલીશાન રિસોર્ટ સામે ઊભા રહીને મળેલી ફોટો ઓપોર્ચ્યુનિટી, રોમાંચક ડેઝર્ટ સફારી, દુબઈ મોલમાં શોપિંગ, દુબઈ મોલમાં એક્વેરિયમ, ૨૭૨૨ ફૂટ ઊંચું બુર્જ ખલીફા... અદ્ભુત આશ્ચર્યની દુબઈની સહેલગાહ એટલે ફુલ ટુ ધમ્માલ જ છે.
સિંગાપોર-સ્ટ્રેસ બસ્ટર બ્લોક બસ્ટર સિંગાપોરમાં નાઈટ સફારી, ગાર્ડન્સ બાય ધ બે, મરીના બે ઓબ્ઝર્વેટરી ડેક, મેડમ તુસોં વેક્સ મ્યુઝિયમ, યુનિવર્સલ સ્ટુડિયોઝમાં એડવેન્ચર્સ રાઈડ, સિંગાપોર સિટી ટુર અને જ્યુરોન્ગ બર્ડ પાર્ક એવું ઘણું બધું જોતી વખતે આપણે સહેલગાહની અલગ જ રંગત અનુભવીએ છીએ.
સ્વિટ્ઝર્લેન્ડ-બરફાચ્છાદિત પર્વતોનું અલૌકિક સૌંદર્ય લાભેલા સ્વિટ્ઝર્લેન્ડમાં રિવોલ્વિંગ ગોંડોલામાંથી રોટેર ટિટલીસમાંથી ૧૦,૬૨૩ ફૂટ ઊંચા માઉન્ટ ટિટલીસ પર ચઢાઈ, લુસર્ન શહેરના લાયન મોન્યુમેન્ટ અને કાપ્પેલબ્રુક બ્રિજ, લેક લુસર્ન ડિનર ક્રુઝમાં સ્વીસ લોકસંગીતનો આસ્વાદ, ચીઝ માટે પ્રસિદ્ધ સ્વીસમાં એંગલબર્ગમાં ચીજ ફેક્ટરીની મુલાકાત... નિસર્ગનિર્મિત અને માનવનિર્મિત આશ્ચર્યોથી ખીચોખીચ ભરેલાં ડેસ્ટિનેશન્સ, પરંતુ આ સહેલગાહમાં તેની મીઠાશ વધુ વધવાની છે, કારણ કે દાદાના સંગાથે પૌત્ર હશે અથવા દાદીની સંગાથે પૌત્રી હશે. માહોલ અલગ થઈ જશે.
અચ્છા અને એક ધ્યાનમાં રાખો કે ૧૧ ઓગસ્ટ સુધી આ સહેલગાહમાં ભરપૂર ડિસ્કાઉન્ટ ચાલુ છે. તેનો ફાયદો લો અને પૈસા બચાવો. સો ચાલો, બેગ ભરો, નિકલ પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.