વીણા વર્લ્ડનો પ્રવાસ શરૂ થયો ત્યારથી ઓસ્ટ્રેલિયાથી સ્કેન્ડિનેવિયા સુધી અને જાપાનથી યુએસએ સુધી દુનિયાની પીઠ પર ભટકતી વખતે સાતમો ખંડ જોકે રહી ગયો હતો. ગયા વર્ષે તે સાતમા ખંડ પર, એટલે કે, એન્ટાર્કટિકા પર વીણા વર્લ્ડનું નિશાન લાગ્યું અને અમને સુખદ અનુભવ થયો, તો ચાલો એન્ટાર્કટિકા.
તમે મુંબઈના પ્રાણી સંગ્રહાલયમાં પેન્ગ્વિન્સ જોયાં છે? અથવા ડિસ્કવરીની ફિલ્મોમાં જોયાં છે? આ પક્ષી કાયમ બરફની ભૂમિ પર આખરે કઈ રીતે રહેતાં હશે? અથવા આ પક્ષી રહે છે તે પ્રદેશ કેવો હશે? આવું કુતૂહલ થતું હોય તો વીણા વર્લ્ડ પેન્ગ્વિન્સના દેશમાં અર્થાત એન્ટાર્કટિકામાં જવાની ખાસ તક લઈને આવી છે. દુનિયાના તળિયે, કાયમ બરફથી ઢંકાયેલા એન્ટાર્કટિકા ખંડની ટુર કરવાની તક એટલે જાણે લાઈફટાઈમ ઓપોર્ચ્યુનિટી જ છે. હવે અમુક લોકોને કદાચ એવો પ્રશ્ર્ન પડી શકે કે યુરોપની ટુર કરીએ ત્યારે માનવ નિર્મિત આયફેલ ટાવર જોઈએ, યુએસએમાં જઈએ ત્યારે લાસ વેગાસની કેસિનો નગરી આપણને ખુશ કરે છે તે જ રીતે એન્ટાર્કટિકાની ટુર પર શું છે? આ પ્રશ્ર્નનો ઉત્તર એટલે એન્ટાર્કટિકાની ટૂંકમાં ઓળખ કરી લઈએ.
આપણી પૃથ્વીની પીઠ પર ખંડની નિર્મિતીનો ઈતિહાસ જોઈએ તો એવું ધ્યાનમાં આવશે કે અમુક લાખ વર્ષ પૂર્વે આપણો ભારત દેશ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને એન્ટાર્કટિકા ગોંડવન નામે એક વિશાળ ખંડનો હિસ્સો હતો. આ ખંડ તૂટ્યા પછી આપણો ભારત ઉપરની દિશામાં ગયો જ્યારે એન્ટાર્કટિકા નીચે જઈ જઈને દુનિયાના તળિયે જઈને બેસી ગયો. આ તેના ભૌગોલિક સ્થાનને લીધે એન્ટાર્કટિકા બાકીના ખંડ કરતાં એકદમ અલગ નીવડ્યો છે. આ બરફથી ઢંકાયેલા ખંડમાં માનવી પહેલી વાર 1821માં પહોંચ્યો હતો. આ પછી આ વિસ્તારમાં વ્હેલ્સ, સીલના શિકારીઓ માટે આ માયનસ ડિગ્રીના પ્રદેશમાં બેઝ કેમ્પ ઊભું કરવા સુધી મજલ પહોંચી. સદનસીબે 1957માં ઈન્ટરનેશનલ જિયોફિઝિકલ ઈયર ઉજવણી કરતી વખતે એન્ટાર્કટિકાના રક્ષણ માટે અમુક નિયમ તૈયાર કરવામાં આવ્યા અને ત્યારથી આ ખંડ પર ફક્ત શાસ્ત્રીય સંશોધનને પરવાનગી આપવામાં આવે છે. આજે આપણા ભારતનું પણ સંશોધન તળ એન્ટાર્કટિકા પર છે. આ ખંડની મુખ્ય વિશિષ્ટતા એ છે કે આ ભૂભાગ કોઈ પણ એક દેશની માલિકીનો નથી. આથી આ ખંડની અધિકૃત રાજધાની નથી. આ ખંડનું અધિકૃત ચલણ નથી અને આ ખંડની અધિકૃત ભાષા પણ નથી. દુનિયાના કુલ બરફમાંથી 90% બરફ એન્ટાર્કટિકા પર જમા છે. આથી દુનિયાના કુલ મીઠા પાણીમાંથી 70% પાણી આ જ ખંડ પર બરફના રૂપમાં છે. એન્ટાર્કટિકા ખંડ દુનિયાના તળિયે દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ત્યાંનું ઋતુચક્ર આપણી વિરુદ્ધ જનારું છે. આથી આપણે ત્યાં શિયાળો હોય ત્યારે ત્યાં ઉનાળો (!) હોય છે.
સ્વાભાવિક રીતે જ આપણે ફક્ત આ જ સમયગાળામાં એન્ટાર્કટિકાની મુલાકાત લઈ શકીએ છીએ.
આવા આ અનોખા ખંડની વીણા વર્લ્ડે અફલાતૂન સહેલગાહ શરૂ કરી છે. આપણી સહેલગાહ સાઉથ અમેરિકાની આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એઅર્સ શહેરથી શરૂ થાય છે. ‘સાઉથ અમેરિકાનું પેરિસ’ તરીકે ઓળખવામાં આવતા આ શહેરનો ઐતિહાસિક પ્લાઝા ડી મેયો ચોક, પ્રેસિડેન્ટનું નિવાસસ્થાન ‘કેસા રોઝાદા’ વાસ્તુ, રંગબેરંગી ઘરો માટે પ્રસિદ્ધ ‘લા બોક્કા’ વિભાગ જોઈએ છીએ. બ્યુનોસ એઅર્સથી આપણે એન્ટાર્કટિકાના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતા ‘ઉશુઆયા’ શહેરમાં આવીએ છીએ. ઉશ્ર્વાયામાંથી આપણી એન્ટાર્કટિકાની ક્રુઝ નીકળવાની હોય છે. આ પ્રવાસમાં બિગલ ચેનલ પાર કર્યા પછી આપણને ‘ડ્રેક પેસેજ’માંથી પ્રવાસ કરવાનો દિવ્ય અનુભવ કરવાનો હોય છે. આ સ્થળે એટલાન્ટિક પેસિફિક મહાસાગરનું મિલન થાય છે. અને આપણને ‘રફ સી’ એટલે શું તે સમજાય છે. ‘ડ્રેક પેસેજ’પાર કર્યા બાદ આસપાસના સમુદ્રમાં તરતો હિમખંડ જાણે આપણને એવું કહેવા લાગે છે કે આપણે એન્ટાર્કટિકાના ઘેરામાં પહોંચ્યા છીએ. આપણે એન્ટાર્કટિકા પેનિનસુલાના સાઉથ શેટલેન્ડ આઈલેન્ડ્સની મુલાકાત લેવાના હોઈએ છીએ.
એન્ટાર્કટિકાના નિસર્ગની કાળજી લેવા માટે અહીં ક્યાંય જેટી અથવા ધક્કો બાંધવામાં આવ્યો નથી. આપણે આપણી ક્રુઝમાંથી નાની બોટમાં- જેને ઝોડિયાક કહેવાય છે તેમાં ઊતરીએ છીએ અને કુશળ નાવિક વલોવતાં વલોવતાં આપણને ટાપુ પર લઈ જાય છે. હવે એન્ટાર્કટિકા પર સ્થળદર્શન શેનું? તો અહીં અનોખી વાઈલ્ડલાઈફ છે. આપણને અહીં સેેંકડો ચિનસ્ટ્રેપ પેન્ગ્વિન્સની કોલોની જોવા મળે છે. આ પેન્ગ્વિન્સ પથ્થર આસપાસ પથ્થર રચીને ઘર બનાવતી વખતે જોઈએ ત્યારે ‘હોમ ઈઝ વ્હેર હાર્ટ ઈઝ’ એ ઉક્તિની ખાતરી થાય છે. પેન્ગ્વિન્સની જેમ આ બરફનગરીના નાગરિક એટલે સીલ્સ આ દેખાવમાં અનાકર્ષક પ્રાણીઓની અલગ અલગ જાતિ અહીં છે. તેમાંથી લેપર્ડ સીલ આ શિકારી સીલ આપણા જમીન પરના દીપડાની જેમ જોખમી અને સાહસિક હોય છે. એન્ટાર્કટિકાની મુલાકાતમાં આપણને સમજાય છે કે બરફ ફક્ત સફેદ રંગનો નથી હોતો, પરંતુ ક્યારેક ભૂરો, ક્યારેક ગુલાબી અને ક્યારેક સોનેરી છટાથી શોભતા હિમખંડ પણ જોવા મળે છે. એન્ટાર્કટિકાની ક્રુઝ પર પ્રાણીશાસ્ત્રના નિષ્ણાત એન્ટાર્કટિકા વાઈલ્ડલાઈફ વિશે સ્લાઈડ શો બતાવે છે. અમુક વાર એન્ટાર્કટિકા પર સાહસિક ઝુંબેશની ફિલ્મ બતાવવામાં આવે છે. આ સર્વ ખુશીમાં મહાકાય વ્હેલ્સનાં દર્શન વધુ ઉમેરો કરે છે, કારણ કે ક્યારેક તેમની ભવ્ય પૂંછ તો ક્યારેક માથામાંથી ઊડતા ફુવારાનો નજારો મન પ્રસન્ન કરનારો હોય છે. એન્ટાર્કટિકાની સહેલગાહ આ જોઈને સાર્થક નીવડી એવું લાગે છે. જોતજોતાંમાં એન્ટાર્કટિકામાંથી નીકળવાનો સમય આવે છે. મનમાંથી ક્યારેય નહીં ઊતરનાર એન્ટાર્કટિકાનું સુંદર રૂપ, ઉપરાંત કેેમેરાની મેમરીમાં મઢેલી અનેક પળો આ સર્વ ખૂબીઓથી આપણું મન ભરાઈ જાય છે. આ અનોખા સંતોષની ધૂનમાં આપણો વળતો પ્રવાસ થાય છે.
સો પર્યટકો, આ તક બિલકુલ ગુમાવશો નહીં. આપણા શિયાળામાં જનારી એન્ટાર્કટિકા સહેલગાહનું બુકિંગ શરૂ થઈ ગયું છે. વીણા વર્લ્ડનાં ચારેય ડાયરેક્ટર, એટલે કે, હું, સુધીર, સુનિલા, નીલ ઓલરેડી આ સાતમા ખંડ પર જઈ આવ્યાં છીએ. નીલે તો પોલર ડીપ જેવા એન્ટાર્કટિક એડવેન્ચરની ખુશી માણી છે. એન્ટાર્કટિકાના હવામાનને લીધે અને ત્યાં જનારા પર્યટકોની સંખ્યા પર રહેલા નિયંત્રણને લીધે અમે વર્ષમાં એક જ સહેલગાહ લઈ જઈ શકીએ છીએ. 2016ના ડિસેમ્બરમાં વીણા વર્લ્ડ સંગાથે આ બરફ ખંડની મુલાકાત લઈને આવેલા પર્યટકો હજુ પણ એન્ટાર્કટિકા ઈફેક્ટમાંથી બહાર આવ્યા નથી. તો પછી આ વર્ષે તમે પણ ચાલો પેન્ગ્વિનના દેશમાં, દુનિયાના તળિયે, બરફના રાજ્યમાં ઉજવણી કરો પર્યટનનો ઉત્સવ વીણા વર્લ્ડ સંગાથે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.