દોડધામ, કાળજી, ચિંતા, ભયની આપણને આદત પડી ચૂકી છે. હું પહેલી વાર વિમાનમાં બેસવાની છું, ડર લાગે છે. મને ઈંગલિશ આવડતું નથી, બધા હસશે. વિઝા ઓફિસમાં શું પ્રશ્ન પુછાશે? ડર લાગે છે. હું પારકા દેશમાં ગુમ થઈ તો? બાપ રે!...
આ બધી ચિંતામાંથી આપણે મુક્ત થવાનું છે કારણ કે ડરની છાયા હેઠળ આપણે જીવવું નથી.
કોઈ પણ પહેલી વાત આપણી યાદગીરી બની જાય છે. પછી તે સ્કૂલનો પહેલો દિવસ હોય, યુનિફોર્મને બાય બાય કરીને મનગમતાં કપડાં હોય, કોલેજની ચઢેલી પહેલી પાયરી હોય, નોકરીનો પહેલો દિવસ હોય, તેણીની અને તેની પહેલી ઓળખ હોય.. આવી બધી સારી સારી બાબતો સાથે હવે એક અનિવાર્ય બાબત બની છે પહેલા વિદેશ પ્રવાસની. અનેક ચિંતાઓથી આપણે ઘેરાઈ જઈએ છીએ. ખુશી અને ડરનું મિશ્રણ હોય જ છે. અનેક પ્રશ્ન હોય છે અને તેથી જ આજે એવું લાગ્યું કે આ વિષય પર જ લખવું જોઈએ.
વિદેશપ્રવાસમાં સૌપ્રથમ પાસપોર્ટ જરૂરી છે. આપણે ભારતીય નાગરિક હોવાનો આ એક અત્યંત મહત્ત્વનો દાખલો છે. આથી દરેક પાસે પાસપોર્ટ હોવો જ જોઈએ. ભલે તમારો વિદેશપ્રવાસનો વિચાર નહીં હોય, પરંતુ પાસપોર્ટ દરેક પાસે હોવો મસ્ટ છે અને હવે સરકારના પ્રયાસથી પાસપોર્ટ કઢાવવાનું વધુ આસાન બની ગયું છે. એક જ સાવધાની રાખવી જોઈએ. પાસપોર્ટ આવ્યા પછી તે ચેક કરો. તેની પર તમારૂં નામ, સરનામું, ફોટો, જન્મતારીખ વગેરે સંપૂર્ણ વિગતો ચેક કરીને પછી વ્યવસ્થિત રીતે પાસપોર્ટ સંભાળી રાખવો જોઈએ.
પાસપોર્ટ આવ્યા પછી વિદેશપ્રવાસ કરવા માટે આપણને ગ્રીન સિગ્નલ મળી જાય છે. અમારી સલાહ એવી છે કે આરંભમાં નજીકના નાના દેશની સફર કરવી જોઈએ, કારણ કે આપણને મોટા પ્રવાસ માટે તૈયાર થવું હોય છે. પહેલી પહેલી વાર આપણે થોડા ખચકાટ અનુભવીએ છીએ, જેથી યુરોપ અમેરિકા સામાન્ય રીતે ત્રીજા ચોથા ક્રમે હોય તો આપણે ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટે તૈયાર થઈ ગયા હોવાથી સારી રીતે તે જરા મોંઘા, દૂરના દેશોનો આસ્વાદ લઈ શકીએ છીએ. અઙ્ખવા, જે દેશમાં આપણે જવાનો વિચાર કરીએ છીએ તે દેશના વિઝા, એટલે કે, તેની પરવાનગી આપણને વિઝાના રૂપમાં લેવી પડે છે. (ટઈંજઅ - વિઝિટર ઈન્ટેડિંગ ટુ સ્ટે એબ્રોડ). થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મોરિશિયસ... આ દેશોમાં ફક્ત પાસપોર્ટ હોય તો તમે પ્રવાસ શરૂ કરી શકો છો, કારણ કે ત્યાં પહોંચ્યા પછી તમને વિઝા મળે છે, જેને ‘ઓન અરાઈવલ વિઝા’ કહેવાય છે. દુબઈ-અબુ ધાબી એટલે યુએઈ જેવા દેશોના પાસપોર્ટની કોપી તેમના દેશમાં મોકલ્યા પછી ઈલેક્ટ્રોનિકલી તમારા વિઝા આવે છે અને તમે તેમના દેશમાં પ્રવેશ કરી શકો છો. ઓસ્ટ્રેલિયા, મલેશિયા જેવા દેશોમાં ઓનલાઈન વિઝાની સુવિધા છે, ઈલેક્ટ્રોનિકલી તે બધા વ્યવહાર થાય છે. જાપાન, ચાયના, સાઉથ આફ્રિકા... વગેરે દેશોના વિઝા તેમના ત્યાંના કોન્સ્યુલેટમાંથી કરી લેવા પડે છે. યુરોપના અનેક દેશો માટે જોઈતા શેંગેન અને યુએસ વિઝા માટે પોતાને બાયોમેટ્રિક માટે જવું પડે છે અને યુએસ વિઝા માટે પર્સનલ ઈન્ટરવ્યુ માટે જવું પડે છે. વિઝા માટે જોઈતાં કાગળિયાં જરા માથાકૂટવાળી બાબત હોય છે, પરંતુ તે બધાને જ કરવી પડે છે. તેનો કોઈ ઈલાજ હોતો નથી. આથી મારું કહેવું એમ છે કે જો આપણને એકાદ બાબત કરવી જ પડવાની હોય તો પછી તે હસતાં હસતાં કેમ નહીં કરવી જોઈએ? વધુ એક વિઝાની બાબતમાં ધ્યાન રાખવાનું એ છે કે અમસ્તા જ ગભરાવનારી સલાહ સાંભળવાની નહીં, યુએસ વિઝા માટે પણ. કોન્સ્યુલેટ કડક બંધનો લાદે છે, કારણ કે તેમના દેશમાં અનઓથોરાઈઝડ પોપ્યુલેશન વધી રહ્યું છે. તેમને એક જ ખાતરી કરવાની હોય છે કે ભારત દેશ છોડીને તમે તે દેશમાં ધામો નહીં નાખો ને? અને તેથી તમે અહીં તમારા પાછા આવવા બાબતે-તમારી માલમત્તા-અહીંના કમિટમેન્ટ્સ બાબતનાં કાગળિયાંની તેઓ ખાતરી કરી લે છે. જો આપણાં કાગળિયાં વ્યવસ્થિત હોય, આપણે કશું પણ છુપાવીએ નહીં, ખોટું નહીં બોલીએ તો નવ્વાણુ ટકા પર્યટકોને વિઝા મળી જાય છે. અરે, પિસ્તાળીસ - પચાસ હજાર લોકોના વિઝા દર વર્ષે અમે કરીએ છીએ. ધારોકે, એકાદ ટકા પર્યટકને વિઝા નહીં મળે તો પણ નેવર માઈન્ડ. આખી દુનિયા સહેલગાહ કરવા માટે પડેલી છે અને ક્યારેક આ દેશોના વિઝા મળીને જ રહેશે. અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે ઓસ્ટ્રેલિયા જેવા કોન્સ્યુલેટ કદાચ એપ્લિકેશન કર્યા પછી તમને ફોન કોલ કરે છે. તે કોલ તમારે ચોક્કસ ઊંચકવાનો હોય છે.
પાસપોર્ટ આવ્યા, વિઝા થઈ ગયા એટલે ત્રીજી પાયરી એક્ચ્યુઅલ વિમાન પ્રવાસની અને એરપોર્ટ ફોર્માલિટીઝની હોય છે. આપણા મુંબઈ દિલ્હીનાં એરપોર્ટ અથવા તે અનુસંધાનમાં કોઈ પણ એરપોર્ટ સાઈનબોર્ડસ અને સૂચનાઓથી એટલાં પરિપૂર્ણ હોય છે કે ગુમ થવાનું હોય તો પણ માણસ ગુમ નહીં થઈ શકે. આ ક્રમ ફક્ત ધ્યાનમાં રાખવો જોઈએ, એરપોર્ટ એન્ટ્રી-આપણું એરલાઈન ચેકઈન કાઉન્ટર - બેગ ચેકઈન - બોર્ડિંગ પાસ -સિક્યુરિટી - ઈમિગ્રેશન - બોર્ડિંગ ગેટ- બોર્ડિંગ - ટેકઓફફ - ઈનફ્લાઈટ સર્વિસીસ - લેન્ડિંગ -ઈમિગ્રેશન - બેગ કલેકશન - કસ્ટમ્સ - એક્ઝિટ. અર્થાત આ દરેક બાબતો માટે અમુક નિયમો અને સૂચના છે. તેમાં શિસ્તનું પાલન કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આ પછી લાઈનમાં શાંતિથી ઊભા રહેવાનું હોય, ધીમા અવાજમાં બોલવાનું હોય, સમયનું પાલન કરવાનું હોય... તે આપણે દરેક સ્થળે પાલન કરવાનું હોય છે. ખરેખર તો આ બધું આપણા રગરગમાં સંચાર થયેલું હોવું જોઈએ, પરંતુ સમહાઉ આપણે તેમાં ઓછા પડીએ છીએ અને આપણી વર્તણૂકને લીધે આખા દેશને - આપણા ભારતને દૂષણ લાગે છે. ઈન્ડિયન ટાઈમ આ સારકેસ્ટિક બાબતનો ઉદય તેમાંથી જ થયો છે. આ ક્યાંક અટકવું જોઈએ. વધુ એક મહત્ત્વની વાત એ છે કે ભારત વિશે- આપણા દેશ વિશે અપશબ્દ આપણે બોલવા નહીં જોઈએ. એક વાર એક સિંગાપોરના ગાઈડે મને પૂછ્યું હતું, ભારતમાં લોકો પોતાના દેશ વિશે આમ ખરાબ કેમ બોલે છે? આવું મેં કોઈ પણ દેશની બાબતમાં જોયું નથી. દરેક દેશના પ્રોબ્લેમ હોય છે પણ આવી જાહેર બદનામી? ત્યારથી અમારા ટુર મેનેજર્સની ટ્રેનિંગમાં એક બાબત અમે ફરજિયાત બનાવી છે કે આપણી પાસેથી ભૂલમાં પણ ક્યારેય ભારત વિશે ખરાબ બોલાઈ નહીં જવું જોઈએ અને જો અન્ય કોઈ બોલતું હોય તો તેમને નમ્રતાથી રોકવા જોઈએ. આઈ લવ માય ઈન્ડિયા! એવું મનથી હોવું જોઈએ.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.