મેડિસીન રિવોલ્યુશનને લીધે માનવીની આયુષ્ય મર્યાદા વધી ગઈ છે. સેવા નિવૃત્તિની ઉંમર જોકે તેટલી જ રખાઈ છે. આથી વ્યવસાયિક નિવૃત્તિ પછી કમ સે કમ 15 વર્ષ આયુષ્યમાં જે કરવા મળ્યું નહીં તે કરવામાં ખુશીથી વિતાવવાનાં, પોતાને માટે જીવવાનું, પોતાના સહચારી કે સહચારિણીઓ સંગાથે જીવવાનું, મિત્ર- બહેનપણી સંગાથે જીવવાનું.
ગયા મહિનામાં હું સિડનીમાં ગઈ હતી. વીણા વર્લ્ડ મારફત સિનિયર્સ સ્પેશિયલ ઓસ્ટ્રેલિયા સહેલગાહમાં ગયેલા 120 વરિષ્ઠ નાગરિકોને મળવા માટે ગઈ હતી. તમને ખ્યાલ હશે કે ઓગસ્ટ સપ્ટેમ્બરના આ બે મહિનામાં વીણા વર્લ્ડે 1800 પર્યટકોને ઓસ્ટ્રેલિયાની સહેલગાહ કરાવી. તે બધા પર્યટકો ઓસ્ટ્રેલિયામાં જઈને વીણા વર્લ્ડની ઉત્કૃષ્ટ મહેમાનગતી માણીને પાછા પણ આવી ગયા છે. અમારા મોટા ભાગના પર્યટકો તેમના પર્યટન નકશા પર ઓસ્ટ્રેલિયાની મહોર લગાવતા નહોતા. કારણ એક જ હતું, ‘આટલાં નાણાં ખર્ચાય છે ઓસ્ટ્રેલિયા જવા?’ જોકે શક્ય નથી તે શક્ય કરવાનું એ જ અમારું કામ છે. ‘ઓસ્ટ્રેલિયા જેવા સુંદર દેશમાં આપણે વધુમાં વધુ પર્યટકો લઈ જવાનું છે’ એ સપનું સ્વસ્થ બેસવા દેતું નહોતું. કહેવાય છે કે મનથી એકાદ સારી બાબત કરવાની હોય- તેનાથી અનેકોનું ભલું થવાનું હોય તો ઈશ્ર્વર એવી પરિસ્થિતિ નિર્માણ કરે છે કે બધું સાધ્ય થાય છે. ઓસ્ટ્રેલિયાની બાબતમાં તે જ થયું, અમે દોઢ લાખમાં સાત દિવસની (વિમાન પ્રવાસ સાથે ખરેખર તો નવ દિવસ થાય છે) સ્થળદર્શનથી ભરચક બે દિવસ હેલિકોપ્ટર રાઈડ સહિતની ઓસ્ટ્રેલિયા સહેલગાહ જાહેર કરી અને જોતજોતાંમાં એક નહીં, બે નહીં, એક્કાવન સહેલગાહ ઓસ્ટ્રેલિયાની થઈ. આ સાકાર થવા પાછળ ઉત્તમ નિયોજન કરેલો સહેલગાહ કાર્યક્રમ, દોઢ લાખની કિંમત, વીણા વર્લ્ડની ટીમનો ઉત્સાહ, આ બાબતો સાથે ઓસ્ટ્રેલિયા પ્રમોશન માટે આખી જ પ્રમોશન ટીમ, ઓસ્ટ્રેલિયા ટુરીઝમ બોર્ડના નિશાંત કાશીકરનો ‘વીણા વર્લ્ડ અને ઓસ્ટ્રેલિયા ટુરીઝમ બોર્ડ’ની જોઈન્ટ એક્ટિવિટી માટેનો આગ્રહ, એર ઈન્ડિયાનો વધુમાં વધુ સીટ્સ આપવાનો સહકાર અને મહેશ માંજરેકરનો વીણા વર્લ્ડ ટ્રાવેલ પાર્ટનર ધરાવતો ‘માઈ’ કાર્યક્રમ આ સૌનું યોગદાન છે. અમે સિનિયર્સ સ્પેશિયલનો ફેશન શો અને ગાલા ડિનર સિડનીની મોંઘી શો બોટ ક્રુઝ પર સૌથી વધુ ધમાલ કરી હતી. બધા ઉત્સાહી સિનિયર પર્યટકોનું એક જ કહેવાનું હતું, ‘વીણા, દોઢ લાખમાં ઓસ્ટ્રેલિયા લાવી તેથી અમે આવી શક્યા પણ આ બધું તને કઈ રીતે પરવડ્યું?’ બરોબર છે. નહીં જ પરવડે. અરે, ઓસ્ટ્રેલિયાની ટિકિટના જ હવે લાખની ઉપર જાય છે. અમે વધુ સંખ્યામાં પર્યટકો લઈ જવાનું રિસ્ક લઈએ છીએ અને વચન આપ્યા મુજબ બધું જ આપીએ છીએ. વીણા વર્લ્ડ સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ આ વરિષ્ઠ નાગરિકો માટે એક ‘મસ્ટ’ બાબત આજકાલ નક્કી થઈ છે. પર્યટક મિત્રો, ‘સિનિયર્સ આર નો મોર સિનિયર્સ.’ હવે તેઓ વિશ્ર્વ પર્યટન માટે યુવાનીના ઉત્સાહથી સુસજ્જ થઈ ગયા છે. સહેલગાહમાં વરિષ્ઠો આવી આવીને કહે છે, ‘બહેન, આ 8-10 દિવસમાં મારી પીઠ દુખતી હતી કે પગ તે ખબર પણ નહીં પડી.’ મારો હેતુ આ જ હોય છે. આપણે ઉંમર વીતે તેમ આવતી નાની નાની શારીરિક તકલીફોનો હાઉ ઊભો કરીએ છીએ અથવા તેની સામે ઝૂકી જઈએ છીએ. ઉંમરને લીધે આ તો થવાનું જ છે એવો સ્વીકાર કરીએ છીએ. બલકે, હાર માની લઈએ છીએ. જોકે આવી સહેલગાહમાં આવીએ ત્યારે ખ્યાલ આવે છે કે અરે, હજુ તો ‘હમ બહોત કુછ કર સકતે હૈ!’ દરેક સહેલગાહમાં સૌને હું બે દાખલા આપું છું. પ્રથમ, આપણા સન્માનનીય વડા પ્રધાનનું. 65 વર્ષની વ્યક્તિના હાથોમાં આપણે આપણો દેશ સુપરત કર્યો છે અને યુવાનીને પણ શરમાવે કે ગંભીરતાથી વિચાર કરાવે એવું તેમનું દિવસનું અને પ્રવાસનું સમયપત્રક છે. બીજો દાખલો મારા પિતાનો છે. ઉંમરના 76મા વર્ષે તેમણે એન્ટાર્કટિકાની સફર જોશભેર પૂરી કરી. તેઓ સવાર- સાંજનું કોઈ પણ એક્સકર્શન ચૂક્યા નહીં.
હવે સિનિયર્સની સહેલગાહ ક્યાં ક્યાં જવાની છે અને હું તમને ક્યાં મળવાની છું તે વિશે જાણીએ. બાકી કાયમ મુજબ સહેલગાહના કાર્યક્રમ ઉત્તમ રહેશે, જે શક્ય છે તે વધુમાં વધુ તમને આપવાનો પ્રયાસ રહેશે અને તે ઉપરાંત આ દરજ્જાદાર સહેલગાહની કિંમતમાં પણ સૌના માટે એફોર્ડેબલ કરીશું એ બધું પણ ખરૂ જ. તે વીણા વર્લ્ડની લાઈફસ્ટાઈલ બની ચૂકી છે.
હવે પછી સિનિયર્સની પહેલી સહેલગાહ 17 ઓક્ટોબરે ક્રુઝ પર નીકળશે. તે સિંગાપોર મલેશિયા સાથે આઠ દિવસની રહેશે. અહીં પણ અમે ફેશન શો ક્રુઝ પર કરીશું. અમારા ઉત્સાહી સિનિયર્સને નવા નવા અનુભવ આપવા માટે જ દિવસરાત અમારું રિસર્ચ ચાલતું હોય છે. આ ક્રુઝ દ્વારા સિનિયર્સને દરિયામાં રૂબાબથી તરતા એકાદ લક્ઝુરિયસ પેલેસ જેવો અનુભવ કરવા મળવાનો છે.
નવેમ્બરમાં દુનિયાનો સૌથી આનંદિત દેશ તરીકે જેણે ખ્યાતિ મેળવી છે તે ભૂતાનની સહેલગાહ છે. અર્થાત આ સહેલગાહ ઓલમોસ્ટ ફુલ થવા આવી છે. નવેમ્બરના આખરમાં રાજસ્થાનની સહેલગાહ છે. અબુ- ઉદયપુર- જયપુરનો તેમાં સમાવેશ થાય છે. રાજસ્થાન જોવાનું રહી ગયું હોય તેઓ ચાલો, આ વધુમાં વધુ વિદેશી પર્યટકોને આકર્ષતું રાજ્ય આપણે પણ જોઈ નાખીએ. આ પછી ડિસેમ્બરમાં સૌથી લોકપ્રિય વીણા વર્લ્ડની થાઈલેન્ડ ટુર છે. આ સહેલગાહ દ્વારા ફક્ત 50,000માં તમે વિદેશ પ્રવાસ કરી શકો છો અને તે પણ હમણાં સુધીના પર્યટકોએ બિરદાવેલી વીણા વર્લ્ડની ઉત્કૃષ્ટ વ્યવસ્થામાં. દર વર્ષની જેમ જાન્યુઆરીમાં દુબઈની અબુ ધાબી ફેરારી વર્લ્ડ છ દિવસની સહેલગાહ છે અને તેની પાછળ આઠ દિવસની કેરળની પણ સહેલગાહ છે. ફેબ્રુઆરીમાં કચ્છ રણ ઉત્સવ ગુજરાત, શ્રીલંકા અને આંદામાન છે. આંદામાનની સહેલગાહમાં ખાસ સાવરકર સ્મૃતિ દિવસે સેલ્યુલર જેલની મુલાકાત સાથે પાર પડે તે રીતે આયોજિત કરવામાં આવી છે. માર્ચમાં નોર્થ- ઈસ્ટ એટલે કે, પૂર્વાંચલની સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ છે. આ માર્ચ સુધીની સહેલગાહ છે. પર્યટકો! વર્ષભર એક-એક સહેલગાહ હોવાથી આ સહેલગાહ ઝડપથી ફુલ થઈ જાય છે એ ધ્યાનમાં રાખીને તાત્કાલિક બુકિંગ કરો.
‘સમર 2017’ માટે પર્યટકોએ જુલાઈ-ઓગસ્ટથી બુકિંગની શરૂઆત કરી છે. તમે વહેલું બુકિંગ કરશો તેટલું વધુ ડિસ્કાઉન્ટ મળશે. આથી અહીં નિર્ણય ઝટપટ લેવો તે આર્થિક રીતે ફાયદાકારક છે. ‘ઓસ્ટ્રેલિયા-સિનિયર્સ સ્પેશિયલ 2017’ની એપ્રિલ સહેલગાહનું બુકિંગ હવે ફક્ત દોઢ લાખમાં ઓપન થયું છે. સિડની ફ્રી હેલિકોપ્ટર રાઈડનો તેમાં સમાવેશ થાય છે. અર્થાત ફ્રી હેલિકોપ્ટર રાઈડ ઓફર ટૂંક સમયમાં બંધ થશે. આ સાથે એપ્રિલ 2017માં ‘સવા લાખમાં જાપાન’ અને ‘એક લાખમાં ચાયના’નું બુકિંગ પણ ચાલુ છે. આ પછી મે-જૂનમાં યુરોપ અમેરિકા કેનેડા અને મોરિશિયસની મોસ્ટ પોપ્યુલર સહેલગાહ છે. સિનિયર્સ સ્પેશિયલ માટે યુરોપની ચાર સહેલગાહ છે. ‘પાંચ દિવસમાં પાંચ દેશ ફક્ત એક લાખમાં’ જ્યારે ‘સાત દિવસમાં સાત દેશ ફક્ત સવા લાખમાં.’ જેમની પાસે વધુ દિવસો છે તેમના માટે નવ અને તેર દિવસની યુરોપની સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ પણ છે. દોઢ લાખમાં સાત દિવસની સિનિયર્સ સ્પેશિયલ અમેરિકા તેમ જ છ દિવસની કેનેડા સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ નવેસરથી લાવ્યાં છીએ. જેમને અમેરિકાની મોટી સહેલગાહ જોઈએ તેમને માટે તેર દિવસની ઈસ્ટ વેસ્ટ કવર કરનારી સહેલગાહ છે. મોરિશિયસ સિનિયર પર્યટકો માટે એક અત્યંત આરામદાયક સ્થળ છે. આ સહેલગાહ જૂનમાં છે. સિનિયર્સને ભવ્યદિવ્ય રશિયા જોવું છે. તે પણ સહેલગાહ એક લાખમાં લાવ્યા છીએ. બાપ રે બાપ! અમે સિનિયર્સ માટે દુનિયાભરની સહેલગાહનો ખજાનો ખોલી નાખ્યો છે. હવે તમારે શું લેવાનું અને કેટલું લેવાનું તે નક્કી કરો. કિંમતો એટલી એફોર્ડેબલ છે કે તમે જ કહેશો, ચાલો, બેગ ભરો અને નીકળી પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.